ખુશીથી CM નથી બન્યો મને પારવાર દુ:ખ પરંતુ આદર્શ ગઠબંધન અને સરકારનું વચન

લોકોએ મારી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત નહી કર્યો હોવા છતા પણ હું મુખ્યમંત્રી બન્યો તે ખુબ જ દુખદાયક: અમારી સરકાર પાંચ વર્ષ પુર્ણ કરશે

Updated By: May 25, 2018, 10:02 PM IST
ખુશીથી CM નથી બન્યો મને પારવાર દુ:ખ પરંતુ આદર્શ ગઠબંધન અને સરકારનું વચન

બેંગ્લુરૂ : કર્ણાટકનાં મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ બહુમતી પ્રાપ્ત કર્યા બાદ શુક્રવારે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસ - જેડીએસ ગઠબંધન સરકાર પોતાનો કાર્યકાળ પુરો કરશે. કુમાર સ્વામીએ કહ્યું કે, તેમને તે વાતની માહિતી છે કે તેઓ બહુમતી વાળી સરકારનાં મુખ્યમંત્રી નથી પરંતુ તેઓએ વચન આપ્યું કે તેઓ એક નવા પ્રકારની ગઠબંધન સરકાર હશે જે દેશનાં માટે એક આદર્શ બનશે. તમે (ભાજપ) વિચારી શકો છો કે આ સરકાર માંડ બે કે ત્રણ મહિનાા ચાલશે પરંતુ આ સરકાર પાંચ વર્ષ પુરા કરશે.

Kumaraswamy

વિશ્વાસમત પ્રાપ્ત કર્યા બાદ તેમણે આપેલા ભાષણમાં સ્વામીએ કહ્યું કે તેઓ પાંચ વર્ષ માટેની સ્થાયી સરકાર આપશે. અમે લોકો માટે કામ કરીશું. અમે અમારૂ વ્યક્તિગત્ત હિત સાધવા માટે અહી નથી આવ્યા. હું કોઇ પણ પ્રકારનાં ભેદભાવ વગર રાજ્યનાં ચોતરફી વિકાસ માટે કામ કરીશ. હું એક એવી ગઠબંધન સરકારનું વચન આપી રહ્યો છું જે દેશનાં માટે એક મોડલ હશે. જો કે તેમણે કહ્યું કે હું ખુશીથી આ મુખ્યમંત્રીપદ સ્વિકાર નથી કરી રહ્યો કારણ કે લોકોએ તેને મુખ્યમંત્રી તરીકે પસંદ નથી કર્યો. 

Kumaraswamy

હું આજે ખુશીથી મુખ્યમંત્રી નથી બન્યો. મને દર્દ છે. મે ચૂંટણી દરમિયાન ઘણા એવા મુદ્દા લોકો સામે મુક્યા હતા કે જેનાં કારણે લોકો મારા પર વિશ્વાસ મુકે તેવો મને વિશ્વાસ હતો જો કે તેવું થયું નથી. જો કે લોકોએ કોઇ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નથી આપી. ભાજપને 104 સીટો આપી પરંતુ તે પણ સ્પષ્ટ બહુમતી તો નથી જ. સમર્થન આપવા માટે કોંગ્રેસનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, 2019ને ધ્યાનમાં રાખીને કર્ણાટકમાં એક નવા જ પ્રકારની રાજનીતિક ઘટનાક્રમની શરૂઆત થશે.