JDSનાં બે ધારાસભ્યોને ભાજપનાં અમારા મિત્રોએ હાઇજેક કરી લીધા છે: કુમાર સ્વામી

કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ થાય તે અગાઉ રાજકીય કાવાદાવા ચાલું: તમામ પોતાનું શક્તિપ્રદર્શન કરવાનાં મુડમાં

Updated By: May 18, 2018, 11:23 PM IST
JDSનાં બે ધારાસભ્યોને ભાજપનાં અમારા મિત્રોએ હાઇજેક કરી લીધા છે: કુમાર સ્વામી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કર્ણાટકનાં નવા મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાને રાજ્ય વિધાનસભામાં કાલે જ બહુમતી સાબિત કરવાનો આદેશ આપ્યો છે. વિપક્ષી જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનનાં ધારાસભ્યો દ્વારા દલબદલ, રાજીનામું આપવા અથવા મતદાનથી દુર રહેવાની સ્થિતીને છોડીએ તો બહુમતી સાબિત કરવા માટે આંકડાઓ ભાજપનાં પક્ષમાં જોવા નથી મળી રહ્યા. કર્ણાટકમાં નંબરની ગેમ ચાલુ થઇ ગઇ છે. કોંગ્રેસે જ્યાં સ્વીકાર કરી લીધો છે કે તેનો એક ધારાસભ્ય સાથે નથી.

બીજી તરફ જેડીએસ નેતા એચડી કુમાર સ્વામીએ આરોપ લગાવ્યો કે તેણે બે ધારાસભ્યોને ભાજપે હાઇજેક કરી લીધો છે. કુમાર સ્વામીએ કહ્યું કે, જેડીએસ અને કોંગ્રેસે સંયુક્ત રીતે 118 ધારાસભ્યોની યાદી રાજ્યપાલને સોંપી  છે. અમારી પાસે સરકાર બનાવવા માટેનું પુરતુ સંખ્યાબળ છે. 

થોડા સમય અગાઉ મીટિંગમાં ભાગ લેવા માટે જઇ રહેલા મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ દાવો કર્યો કે તેમને જરૂરી બહુમતીથી વધારે મત્ત મળશે. તેમ પુછવામાં આવતા કે શું કોંગ્રેસ - જેડીએસસનાં ધારાસભ્ય સંપર્કમાં છે ? આ અંગે યેદિયુરપ્પાએ કહ્યું કે નિ:સંદેહ તેઓ અમારા સંપર્કમાં છે. તેમનાં સમર્થન વગર બહુમતી કઇ રીતે સાબિત કરી શકશે? યેદિયુરપ્પાએ કહ્યું કે અમે ફ્લોર ટેસ્ટમાં 101 % જીતશે. કંઇક આ પ્રકારનો દાવો કર્ણાટકમાં પર્યવેક્ષક બનાવીને મોકલવામાં આવેલ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ કર્યો હતો.