ગુજરાતી ન્યૂઝIndiaઆગામી 4 દિવસ ભારે ! વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

આગામી 4 દિવસ ભારે ! વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

Heavy Rain : કાળઝાળ ગરમી અને હીટવેવ વચ્ચે દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. જ્યારે હવામાને જમ્મુ અને કાશ્મીરમાં મોટા પાયે વિનાશ સર્જ્યો છે, તો ઉત્તર ભારતમાં પણ તબાહી મચાવી છે. 

આગામી 4 દિવસ ભારે ! વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

Heavy Rain : ભારત હાલમાં બે વિરોધાભાસી હવામાન પરિસ્થિતિઓ સાથે ઝઝૂમી રહ્યું છે, એક તરફ ગરમી અને હીટવેવ્સ અને બીજી તરફ ભારે વરસાદ, તોફાની પવનો અને હિમવર્ષાએ પરેશાન કર્યા છે. દેશના અડધાથી વધુ ભાગોમાં ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે, જ્યારે બાકીના દેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર હવામાન બદલાઈ રહ્યું છે. એક તરફ લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે 32 થી વધુ જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Add Zee News as a Preferred Source

કાશ્મીર-લદ્દાખમાં તબાહી

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હવામાને ભયંકર રૂપ ધારણ કર્યું છે. રામબનમાં વાદળ ફાટવાથી ચેનાબ નદીમાં પૂર આવ્યું હતું, જેના કારણે અનેક મકાનો અને રસ્તાઓ તબાહ થઈ ગયા હતા. ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ છે અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. લદ્દાખમાં અણધારી હિમવર્ષાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે, વીજળી અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

દક્ષિણ અને મધ્ય ભારતમાં હીટવેવ 

રવિવારે મહારાષ્ટ્રનો ચંદ્રપુર જિલ્લો દેશનું સૌથી ગરમ સ્થળ હતું, જ્યાં તાપમાન 44.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. વિદર્ભ, તેલંગાણા, ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં ગરમ ​​પવનો લોકોને પરેશાન કરી રહ્યા છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.

 

— RWFC New Delhi (@RWFC_ND) April 20, 2025

આ રાજ્યોમાં વરસાદ અને ગાજવીજ રહેશે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના 23 થી વધુ રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી તોફાની પવન અને વરસાદ ચાલુ રહેશે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે.

આ રાજ્યોમાં પડશે વરસાદ 

  • 21-25 એપ્રિલ  : કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણા અને તમિલનાડુ
  • 22-24 એપ્રિલ : રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ
  • 22-24 એપ્રિલ : અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ
  • આગામી 5 દિવસ : ગોવા, પુડુચેરી, યાનમ, રાયલસીમામાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર

...और पढ़ें

Trending news