ઉત્તરથી દ.ભારત સુધી વરસાદનો કહેર: કેરળમાં 27ના મોત, આ રાજ્યોમાં 21 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી

દેશના અનેક રાજ્યોમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ છે તો દક્ષિણ ભારતમાં વરસાદનો કહેર તૂટ્યો છે.

ઉત્તરથી દ.ભારત સુધી વરસાદનો કહેર: કેરળમાં 27ના મોત, આ રાજ્યોમાં 21 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ છે તો દક્ષિણ ભારતમાં વરસાદનો કહેર તૂટ્યો છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ સતત બીજા દિવસે વરસાદ ચાલુ છે. દિલ્હીમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જનજીવન ખોરવાયું છે. જ્યારે કેરળમાં તો પૂર જેવા હાલાત છે. 

ઉત્તરાખંડના 11 જિલ્લામાં અલર્ટ જાહેર
ઉત્તરાખંડમાં આજે અને કાલે ભારે વરસાદની ચેતવણી હવામાન ખાતાએ જાહેર કરી છે. 11 જિલ્લામાં અલર્ટ જાહેર કરાયું છે. ચમોલીમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના અલર્ટને જોતા ઉત્તરાખંડમાં શાળા કોલેજો  બંધ કરાઈ છે. લોકોને ઘરમાં જ રહેવાના આદેશ અપાયા છે. હવામાન વિભાગે લોકોને સતર્કતા વર્તવાની અને પહાડી વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી અવરજવર ન કરવાની સલાહ આપી છે. 

કેરળમાં વરસાદનો કહેર
અત્રે જણાવવાનું કે કેરળમાં ભારે વરસાદ બાદ પૂર અને લેન્ડસ્લાઈડથી અત્યાર સુધીમાં 27 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. રાહત અને બચાવકાર્ય પૂરજોશમાં ચાલુ છે. પીએમ નરેન્દ્ર મોદીએ કેરળની સ્થિતિની જાણવા માટે કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયન સાથે વાત કરી અને દરેક શક્ય મદદનું આશ્વાસન આપ્યું. 

વરસાદથી પઠાનમથિટ્ટાના પહાડી વિસ્તાર પૂરથી પ્રભાવિત છે. ભારતીય સેના અને ઈન્ડિયન એરફોર્સની ટીમો રાહત  બચાવ કાર્યમાં લાગી છે. તિરુવનંતપુરમ, કોલ્લમ સહિત 7 જિલ્લામાં યલ્લો અલર્ટ જાહેર છે. જ્યારે પઠાનમથિટ્ટા સહિત 5 જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરાઈ છે. 

હવામાન ખાતાની આગાહી
અત્રે જણાવવાનું કે દિલ્હીના મથુરા રોડ પર પાણી ભરાઈ ગયા છે. જ્યારે ગાઝીપુર મંડીમાં પાણી ભરાવવાથી શાકભાજી વેચનારાઓને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન ખાતાએ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને હરિયાણામાં 21 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. Western Disturbance ના કારણે ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news