શ્રાવણ મહિનામાં ભોલેનાથને જળ ચઢાવવા માતા ગોદાવરી પોતે પહોંચ્યાં, જુઓ અદભૂત VIDEO
શ્રાવણ મહિનામાં બાબા ભોલેનાથના દરબારમાં ક્યારેક ક્યારેક અદભૂત નજારો જોવા મળતો હોય છે. આવું જ કઈંક નાસિક પાસેના ત્રંબકેશ્વર મંદિરમાં જોવા મળ્યું છે.
મુંબઈ(ચેતન કોલાસ): શ્રાવણ મહિનામાં બાબા ભોલેનાથના દરબારમાં ક્યારેક ક્યારેક અદભૂત નજારો જોવા મળતો હોય છે. આવું જ કઈંક નાસિક પાસેના ત્રંબકેશ્વર મંદિરમાં જોવા મળ્યું છે. આ મંદિરમાં શનિવારે માતા ગોદાવરી પોતે બાબા વિશ્વનાથ શિવશંકરના ચરણ પખાળવા માટે પહોંચી ગયા હતાં. આ અદભૂત નજારો કેમેરામાં કેદ થઈ ગયો અને હવે દરેક જણ તે જોવા ઈચ્છી રહ્યાં છે. જેથી કરીને આ પાવન મહિનામાં આ દુર્લભ નજારો જોઈને મન તૃપ્ત થઈ શકે.
હકીકતમાં મહારાષ્ટ્રમાં ચોમાસાના વરસાદે કેર વર્તાવ્યો છે. નાસિક જિલ્લામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. નાસિકમાં આખી રાત થયેલા ભારે વરસાદ બાદ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં. વરસાદના કારણે ત્રંબકેશ્વર મંદિરમાં પણ પાણી ભરાઈ ગયું છે.