અહીં સાંકળોથી બંધાયેલા છે હનુમાનજી, છતાં પણ કરે છે મંદિરની રક્ષા; જાણો શું છે આ મંદિરનું રહસ્ય
Bedi Hanuman Temple Secrets: એમ તો દેશમાં હનુમાનજીના અનેક મંદિરો છે. પરંતુ, એક મંદિર એવું પણ છે જ્યાં હનુમાનજીને સાંકળોથી બાંધેલા છે, તેમ છતાં તેઓ આ મંદિરની રક્ષા કરે છે. આવો જાણીએ બેડી વાલે હનુમાન મંદિર સાથે જોડાયેલા રહસ્ય વિશે.
Trending Photos
)
Bedi Hanuman Temple Secrets: ઓડિશાના પુરી ધામની ગણતરી ભારતના સૌથી પવિત્ર યાત્રાધામોમાં થાય છે. આ સ્થળ માત્ર ધાર્મિક દૃષ્ટિથી જ નહીં પરંતુ રહસ્યમય કથાઓ અને ઐતિહાસિક માન્યતાઓ માટે પણ પ્રખ્યાત છે. જગન્નાથ ધામ, ચાર ધામોમાંથી એક, અહીં સ્થિત છે, જ્યાં ભગવાન શ્રી જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રહે છે. પુરીમાં આવેલું બીજું અદ્ભુત મંદિર બેદી હનુમાન મંદિર છે. નામ સાંભળીને જ પ્રશ્ન થાય છે કે, શું હનુમાનજી ખરેખર સાંકળોથી બંધાયેલા છે? અને જો એમ હોય તો શા માટે? આવો જાણીએ તેની પાછળની રહસ્યમય કહાની.
જ્યારે સમુદ્રએ વધારી ચિંતા
કહાની શરૂ થાય છે ભગવાન શ્રી જગન્નાથજીના ભવ્ય મંદિરથી. એવું માનવામાં આવે છે કે, સમુદ્ર દેવતા ઘણી વખત મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા હતો. આ પ્રયાસોમાં મંદિરને ત્રણ વખત નુકસાન થયું હતું. ત્યારબાદ ભગવાન જગન્નાથે સંકટમોચન હનુમાનજીને મંદિર અને પુરી નગરીની સુરક્ષાની જવાબદારી સોંપી.
હનુમાનજીએ આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી. પરંતુ એક સમસ્યા ઊભી થઈ. જ્યારે-જ્યારે હનુમાનજીને ભગવાન શ્રી જગન્નાથ, બલરામજી અને દેવી સુભદ્રાના દર્શન કરવા ઈચ્છતા ત્યારે તેઓ શહેરમાં પ્રવેશતા. સમુદ્ર દેવ પણ હનુમાનજીની પાછળ-પાછળ નગરમાં ઘુસી જતાં જેનાથી શહેર અને મંદિરને નુકસાન થતું.
સોનાની સાંકળોથી બંધાયેલા છે હનુમાનજી
શહેર અને મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી જગન્નાથે હનુમાનજીને સોનાની સાંકળોથી બાંધવાનો નિર્ણય લીધો, જેથી તેઓ નગરની બહાર જ રહે અને પોતાની કર્તવ્ય પર અડગ રહે. ત્યારથી આ મંદિર "બેડી હનુમાન મંદિર"ના નામથી પ્રખ્યાત થયું. દરિયા કિનારે આવેલું આ નાનું મંદિર ચક્ર નારાયણ મંદિરની પશ્ચિમમાં આવેલું છે અને તેને દરિયા મહાવીર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
મંદિરની કલાકૃતિ અને આસ્થા
મંદિરની દિવાલો પર સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે. પશ્ચિમી દિવાલ પર અંજના માતા તેના પુત્ર હનુમાનને ખોળામાં લાડ કરતી જોવા મળે છે. ઉત્તરીય દિવાલ પર એક દેવી આકૃતિ સુશોભિત સ્તંભને પકડીને ઊભી છે અને દક્ષિણ દિશામાં ભગવાન ગણેશની પ્રતિમાથી શણગારેલી છે. એવી પણ માન્યતા છે કે, રાજા ઇન્દ્રદ્યુમ્ને હનુમાનજીની પ્રેરણાથી જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર અંદાજે 935 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે.
આજે પણ કરે છે રક્ષા
કહેવાય છે કે, આજે પણ હનુમાનજી સાંકળોથી બાંધેલા હોવા છતાં પુરી શહેર અને શ્રી જગન્નાથ મંદિરની રક્ષા કરી રહ્યા છે. તેમનું આ સ્વરૂપ શ્રદ્ધાળુઓ માટે આસ્થા, ભક્તિ અને કર્તવ્યનિષ્ઠાનું અદ્ભુત પ્રતીક છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














