)
Baba Badoliya Temple: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે અનેક ધાર્મિક સ્થળોને મોટું નુકસાન થયું છે. તેની વચ્ચે શ્રી રેણુકા તીર્થની નજીક બાબા બડોલિયા મંદિરથી રહસ્યમયી આધ્યાત્મિક શક્તિના આશ્વર્યજનક દ્રશ્યો સામે આવ્યા છે. મંદિરની ચારેબાજુ પહાડો પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ આવ્યો પરંતુ મંદિરને ઉની આંચ પણ ના આવી. ત્યારે શું છે આ મંદિરનું રહસ્ય? ચાલો જાણીએ.
હોનારતમાં પણ સુરક્ષિત રહ્યું મંદિર
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાએ પહાડી રાજ્યોમાં મોટી તબાહી મચાવી છે. પરંતુ વિનાશ અને બર્બાદીના ડરામણા દ્રશ્યોની વચ્ચે ધાર્મિક આસ્થાને યથાવત રાખતા દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો તૂટતા વિશ્વાસને આધ્યાત્મિક બળ પૂરું પાડે છે. દેશમાં જ્યાં મોટા-મોટા પહાડ, રસ્તા, બહુમાળીય મકાનો અને હોટલ પૂરના પાણીમાં પત્તાના મહેલની જેમ તણાઈને વહી ગયા. તેની વચ્ચે બાબા બડોલિયાનું આ મંદિર ભારે વરસાદી કહેર સામે પણ અડીખમ રહ્યું છે.
પૂર-પાણી સામે અડીખમ રહે છે મંદિર
ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાના કારણે પહાડો પરથી મોટા પ્રમાણમાં પાણી અને કાટમાળ ઝડપથી મંદિર તરફ આગળ વધી રહ્યો છે. ડરામણા દ્રશ્યો જોઈને એવું લાગે કે આ તબાહી મંદિરને પોતાની સાથે વહાવીને લઈ જશે. પરંતુ બાબા બડોલિયાના આ મંદિરને જરા પણ નુકસાન થયું નહીં.
તૂટતા વિશ્વાસ અને ધાર્મિક આસ્થાને બળ
મંદિરની ચારેબાજુ વરસાદી પૂરની કંઈ આ પહેલી તસવીર નથી. દરેક ચોમાસામાં અહીંયા પહાડો પરથી મોટા પ્રમાણમાં પાણી આવે છે અને દર વખતે ચમત્કાર થાય છે. આવા ચમત્કારના કારણે જ બાબા બડોલિયા મંદિર પ્રત્યે શ્રદ્ધાળુઓને ભારે આસ્થા છે.
આ મંદિર વિશે સ્થાનિક માન્યતા શું છે?
બાબા બડોલિયા એક સિદ્ધ યોગી હતા. તેમણે વર્ષો સુધી આ વિસ્તારમાં તપસ્યા કરીને દિવ્ય શક્તિ મેળવી હતી. અહીંયા તેમની સમાધિ અને નાનો ચબૂતરો બનાવવામાં આવ્યો હતો. જે સમયની સાથે મંદિરના રૂપમાં વિકસિત થયું. આ મંદિરનું નિર્માણ પથ્થર અને લાકડીમાંથી કરવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં બાબા બડોલિયાની પ્રતિકાત્મક શિલા સ્થાપિત છે. અહીંયા નજીકમાં કુદરતી જળધારા અને ઝરણાં તેને વધારે પવિત્ર બનાવે છે.
કારણ કંઈપણ હોય, પરંતુ કુદરતના પ્રચંડ પ્રહાર છતાં પણ આ મંદિરને કંઈ નુકસાન થતું નથી. તે જ દર્શાવે છે કે અહીંયા મંદિરમાં સાક્ષાત બાબા બડોલિયા બિરાજમાન છે. જે આ મંદિરની સાથે-સાથે આજુબાજુના ગામના લોકોની પણ રક્ષા કરે છે.