'હિંદુઓ ગદ્દાર રાણા સાંગાના વંશજો છે', સમાજવાદી પાર્ટીના સાંસદનું વિવાદાસ્પદ નિવેદન
સમાજવાદી પાર્ટીના સાંસદનું વિવાદિત નિવેદન. 'હિંદુઓ ગદ્દાર રાણા સાંગાના વંશજો છે'. રામજીલાલ સુમને પોતાની બુદ્ધિનું કર્યુ પ્રદર્શન. ઈતિહાસ વિશે ન જાણનારે વિવાદનો નાતો જોડ્યો. ભાજપે રામજીલાલ પાસે માફીની માગણી કરી
Trending Photos
ઝી બ્યુરો/નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીને હિંદુઓ સાથે કોઈ બાપે માર્યા વેર હોય તેવું લાગે છે કેમ કે પહેલાં પાર્ટીના નેતાઓએ હિંદુઓના સૌથી મોટા મહોત્સવ મહાકુંભને લઈને સવાલ ઉઠાવ્યા. તો હવે પાર્ટીના એક સાંસદે રાજ્યસભામાં રાણા સાંગાને લઈને વિવાદિત નિવેદન આપી દીધું. આ નિવેદન પછી નવી દિલ્લીથી લઈને રાજસ્થાન સુધીના રાજકારણમાં ગરમાવો આવી ગયો. ભાજપે તેના પર આકરા પ્રહાર કરતાં માફીની માગણી કરી. ત્યારે રામજીલાલ સુમને રાણા સાંગા વિશે શું કહ્યું?
જી, હા વાત એકદમ સાચી છે... કેમ કે આ એજ સમાજવાદી પાર્ટીના નેતા છે જેણે મહાકુંભનો વિરોધ કર્યો હતો. તેના આયોજન સામે સવાલ ઉઠાવ્યા હતા અને હવે તેજ પાર્ટીના નેતા રામજીલાલ સુમને હિંદુઓ વિશે રાજ્યસભામાં વિવાદિત નિવેદન આપ્યું. રાજ્યસભામાં હિંદુઓ વિશે ખુલ્લેઆમ ગદ્દાર બોલ્યા. ઉપસભાપતિએ ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો છતાં પણ તેઓ બોલતાં રહ્યા.
રામજી લાલનું વિવાદિત નિવેદન થોડી વારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું. જેના પર ભાજપે મોરચો ખોલી નાંખ્યો. ભાજપના નેતા સંજીવ બાલિયાને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી કે...ધિક્કાર છે તુષ્ટિકરણની તમામ હદ પાર કરીને સપા નેતાએ મહાન વીર રાણા સાંગાનું અપમાન કર્યુ છે. તેમણે અમારા રાજપૂત સમાજ અને સમસ્ત હિંદુ સમાજનું પણ ઘોર અપમાન કર્યુ છે. સપાના આવા શરમજનક કૃત્ય પર આખા દેશ પાસે માફી માંગવી જોઈએ.
તો આ તરફ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ પણ રામજીલાલ સુમનના નિવેદનને હિંદુ વિરોધી ગણાવ્યું. ઈતિહાસ મહાન રાણા સાંગા વિશે શું કહે છે તે પણ જાણવું અત્યંત જરૂરી છે. મહારાણા સાંગા 1508માં મેવાડના રાજા બન્યા હતા. તેમણે પોતાના જીવનમાં કુલ 100થી વધુ યુદ્ધ લડ્યા હતા. ખાનવા સિવાય તેમની કોઈપણ લડાઈમાં હાર થઈ નહોતી.
આજ કારણે તેમને હિંદુપતની ઉપાધિ આપવામાં આવી હતી. સતત યુદ્ધના કારણે તેમણે પોતાની એક આંખ ગુમાવી હતી. તેમના શરીર પર 80થી વધારે ગંભીર ઈજાના નિશાન હતા. રાણા સાંગાએ દિલ્લી, માલવા અને ગુજરાતના સુલ્તાન સાથે 18 લડાઈ લડી. જેમાં તેમણે બધાને હરાવીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. ઈબ્રાહિમ લોદીને રાણા સાંગાએ દરેક યુદ્ધમાં પરાજિત કર્યો હતો.
ઈતિહાસના અજ્ઞાની એવા રામજી લાલ સુમને પોતાની નાપાક બુદ્ધિનું પ્રદર્શન કર્યુ છે. તેમણે કમસે કમ એકવાર જાણી લેવાની જરૂર હતી કે તેઓ કોનું અપમાન કરી રહ્યા છે. હાલ તો સમગ્ર રાજપૂત સમાજ મેદાનમાં આવી ગયો છે અને તેમની માફીની માગણી કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે