Hinjewadi bus fire incident: 'દિવાળીનું બોનસ ન આપ્યું, વધુ કામ કરાવ્યું...' બદલો લેવા 4ને જીવતા સળગાવ્યા

Hinjawadi Fire Incident: પૂણેના હિંજેવાડીમાં ટેમ્પો ટ્રાવેલરમાં લાગેલી ભીષણ આગમાં ચાર એન્જિનિયરોના મોત થયા હતા, હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે આ ઘટનાને અંજામ આપ્યો છે. જાણો સમગ્ર મામલો અને ખુલાસાઓ.

  Hinjewadi bus fire incident: 'દિવાળીનું બોનસ ન આપ્યું, વધુ કામ કરાવ્યું...' બદલો લેવા 4ને જીવતા સળગાવ્યા

Pune Tempo Traveler Fire: પુણેના હિંજેવાડી વિસ્તારમાં બુધવારે સવારે થયેલી એક દુર્ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના સળગીને મોત થયા હતા. અત્યાર સુધી પોલીસ આ ઘટનાને દુર્ઘટના માની રહી હતી, પરંતુ હવે મોટો ખુલાસો થયો છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે પિંપરી ચિંચવડ વિસ્તારના નાયબ પોલીસ કમિશનર વિશાલ ગાયકવાડે જણાવ્યું કે ટેમ્પો ટ્રાવેલરમાં આગ કોઈ દુર્ઘટનાને કારણે નહીં પરંતુ ઈરાદાપૂર્વક લગાવવામાં આવી હતી.

ડ્રાઈવરે લગાવી આગ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ટેમ્પો ટ્રાવેલરનો ડ્રાઈવર જનાર્દન હંબર્ડિકરે ખુબ વાહનમાં આગ લગાવી હતી. તે પોતાનો પગાર કપાવાને કારણે પરેશાન હતો. ગુસ્સામાં તેણે આ ઘટનાને અંજામ આપ્યો છે. આરોપીએ જણાવ્યું કે પીડિત કર્મચારી તેની સાથે સારી રીતે વાત નહોતો કરતો અને અપમાનિત કરતો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે હિંજેવાડી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કન્હૈયા થોરાટ અનુસાર હંબરડીકરે કથીત રીતે પોતાની સીટની નીચે જ્વલનશીલ રસાયણ રાખ્યું અને ષડયંત્રથી વાહનમાં આગ લગાવી દીધી. જેથી દુર્ઘટનાના રૂપમાં આ ઘટના બધાની સામે લાવી શકાય.

દિવાળી પર બોનસ ન મળતા પરેશાન હતો ડ્રાઇવર
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડ્રાઇવર પોતાની ઓફિસના સ્ટાફથી નારાજ હતો. તેને સમય પર પગાર ન મળવા, દિવાળી બોનસ ન મળતા, ઓવરટાઈમ કરાવવાને કારણે ગુસ્સામાં હતો. દરરોજ થતા વિવાદથી નારાજ થઈ તેણે બદલો લેવાનું વિચાર્યું હતું. 

CCTV માં ખુલ્યા દુર્ઘટનાના રાઝ
પોલીસને ડ્રાઈવર જનાર્દન દ્વારા ટેમ્પો ટ્રાવેલરમાં આગ લાગવાની કહાની પર વિશ્વાસ થયો નથી. પોલીસે જ્યારે ઘટનાસ્થળ પર લાગેલા CCTV ની તપાસ કરી તો સામે આવ્યું કે આગ લાગી નથી, ડ્રાઇવરે ખુદ લગાવી છે. પોલીસે કડક પૂછપરછ કરી તો ડ્રાઈવરે આ વાત કબૂલ કરી હતી. પુણે પોલીસ આ ઘટનામાં કાર્યવાહી કરી રહી છે. પોલીસે ડ્રાઈવરને કડક સજા અપાવવાની વાત કરી છે. 

ક્યારે થઈ હતી દુર્ઘટના?
બુધવારે લાગેલી આ આગમાં પુણે જિલ્લાના હિંજવડી વિસ્તારમાં સ્થિત વ્યોમા ગ્રાફિક્સના ચાર કર્મચારીઓના મોત થઈ ગયા હતા. કંપનીની મિનીબસમાં આગ લાગવાને કારણે છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દુખની વાત તે હતી કે બસની પાછળ આવેલ ઈમરજન્સી ડોર ખુલ્યો નહીં, જેથી ચારના મોત થયા હતા. પીડિતની ઓળખ શંકર શિંદે, રાજન ચવ્હાણ, ગુરૂદાસ લોકરે અને સુભાષ ભોસલેના રૂપમાં થઈ છે. આ બધા વારજેથી હિંજવડી જઈ રહેલાં 14 કર્મચારીઓમાં સામેલ હતા. આ ખુલાસા બાદ પિંપરી ચિંચવડ પોલીસે હંબરડીકર વિરુદ્ધ બીએનએસની કલમ 103 અને 105 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીની ધરપકડ કરી તપાસ ચાલી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news