આ તારીખથી લાગશે હોળાષ્ટક, 8 દિવસ નહિ કરી શકો કોઈ પણ શુભ કાર્ય

હોળી (holi 2020) થી પહેલા જો તમે શુભ કાર્યો તેમજ અન્ય સારા કાર્યો યોજવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસો તમારા માટે મહત્વપૂર્ણ છે. આ મહિનામાં તમામ શુભ કાર્યો પતાવી લો. 28 તારીખ સુધી જ ફેબ્રુઆરી મહિનો છે. ત્રણ માર્ચથી હોળાષ્ટક (holashtak 2020) ની શરૂઆત થઈ રહી છે. હોળી (Holi) ના પહેલાના આઠ દિવસનો સમય અશુભ માનવામાં આવે છે. તેથી આ સમયગાળામાં શુભ કાર્યો ન કરવાની શાસ્ત્રોની સલાહ અપાઈ છે. 10 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે.
આ તારીખથી લાગશે હોળાષ્ટક, 8 દિવસ નહિ કરી શકો કોઈ પણ શુભ કાર્ય

ઝી મીડિયા/બ્યૂરો :હોળી (holi 2020) થી પહેલા જો તમે શુભ કાર્યો તેમજ અન્ય સારા કાર્યો યોજવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસો તમારા માટે મહત્વપૂર્ણ છે. આ મહિનામાં તમામ શુભ કાર્યો પતાવી લો. 28 તારીખ સુધી જ ફેબ્રુઆરી મહિનો છે. ત્રણ માર્ચથી હોળાષ્ટક (holashtak 2020) ની શરૂઆત થઈ રહી છે. હોળી (Holi) ના પહેલાના આઠ દિવસનો સમય અશુભ માનવામાં આવે છે. તેથી આ સમયગાળામાં શુભ કાર્યો ન કરવાની શાસ્ત્રોની સલાહ અપાઈ છે. 10 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે.

શુ હોય છે હોળાષ્ટકના દિવસો
હોળાષ્ટકના પ્રથમ દિવસે એટલે કે ફાલ્ગુન શુક્લ પક્ષની અષ્ટમીએ ચંદ્રમા, નવમીએ સૂર્ય, દશમીએ શનિ, એકાદશીએ શુક્ર, દ્વાદશીએ ગુરુ, ત્રયોદશીએ બુધ, ચતુર્દશીએ મંગળ તથા પૂર્ણામાના રોજ રાહુનું ઉગ્ર રહે છે. આ કારણે આ આઠ દિવસોમાં માનવ મસ્તિષ્ક તમામ વિકારો, શંકાઓ અને દુવિધાઓ વગેરેથી ઘેરાયેલું રહે છે. જેને કારણે શરૂ કરવામાં આવેલ કાર્યો સારા થવાને બદલે બગડવાની શક્યતા વધુ હોય છે. ચૈત્ર કૃષ્ણ પ્રતિપદાને આ આઠ ગ્રહોની નકારાત્મક શક્તિઓ નબળી થવાની ખુશીમાં લોકો અબીલ-ગુલાલ છાંટીને ખુશીઓ ઉજવે છે. જેને આપણે હોળી કહીએ છીએ. 

28 ફેબ્રુઆરીએ સૌથી વધુ લગ્ન
28 ફેબ્રુઆરી સુધી વિવાહ સ્થળો પર સૌથી વધુ લગ્ન થશે. 14 માર્ચના રોજ સૂર્યના ગુરુ બૃહસ્પતિની રાશિ મીનમાં પ્રવેશ કરવાથી ફરીથી એક મહિના સુધી લગ્નવિધિ પર બ્રેક લાગી જશે. 14 માર્ચથી 13 એપ્રિલ સુધી સૂર્યના મીન રાશિમાં પ્રવેશ કરવાથી મીન મલમાસ રહેશે. આ દરમિયાન લગ્ન પ્રસંગ વગેરે માંગલિક કાર્યો નહિ કરી શકાય. 

હોળાષ્ટક 9 માર્ચના રોજથી હોળિકા દહન બાદ પૂરા થઈ જશે. હોળીકા અષ્ટકમાં માંગલિક કાર્યો વર્જિત છે. 25 ફેબ્રુઆરીમાં ફુલૈરા દૂજના દિવસે સૌથી વધુ લગ્નપ્રસંગના મુહૂર્ત છે. 

શુભ મુહૂર્ત

  • ફેબ્રુઆરી - 16, 19, 20, 21, 25, 26, 27, 28 
  • માર્ચ - 1, 11, 12 
  • એપ્રિલ - 2, 15, 16, 17, 20, 23, 26, 27 
  • મે - 3, 4, 6, 7, 10, 17, 18, 20, 22 
  • જૂન - 7, 10, 11, 12, 17, 29 
  • જુલાઈ -  1 
  • નવેમ્બર - 25, 30 
  • ડિસેમ્બર - 1, 7, 8, 9, 10, 11

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news