ગુજરાતી ન્યૂઝIndiaઆ 4 ટિપ્સ ફોલો કરીને અમિત શાહે દવાથી મેળવી મુક્તિ, આખા દેશને શેર કર્યું પોતાનું ફીટનેસ સિક્રેટ

આ 4 ટિપ્સ ફોલો કરીને અમિત શાહે દવાથી મેળવી મુક્તિ, આખા દેશને શેર કર્યું પોતાનું ફીટનેસ સિક્રેટ

Amit Shah Fitness Tips : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક કાર્યક્રમમાં પોતે કેવી રીતે શરીરને ફીટ રાખે છે તે સિક્રેટ જણાવ્યું હતું... ફીટનેસ માટે તેઓ દિવસભર શું શું કરે છે અને કેવી રીતે દવાથી દૂર રહે છે તે જણાવ્યું

આ 4 ટિપ્સ ફોલો કરીને અમિત શાહે દવાથી મેળવી મુક્તિ, આખા દેશને શેર કર્યું પોતાનું ફીટનેસ સિક્રેટ

Amit Shah Fitness Secret : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્લ્ડ લીવર ડે નિમિત્તે એક કાર્યક્રમ દરમિયાન પોતાની ફિટનેસને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કાર્યક્રમમાં જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં તેમના જીવનમાં મોટા ફેરફારો થયા છે, જેનાથી તેમના મગજ અને શરીરને ઘણા ફાયદા થયા છે. 

અમિત શાહે કહ્યું કે, છેલ્લાં 5 વર્ષ પહેલા સુધી તે ઈન્સ્યુલિન અને બીજી ઘણી દવાઓ લેતા હતા, પરંતુ તેમણે પોતાની દિનચર્યામાં ઘણા ફેરફાર કર્યા જેના કારણે તેને ન તો દવાઓની જરૂર પડી, ન તો ઈન્સ્યુલિનની. આ કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે દેશના તમામ લોકોને સ્વસ્થ રહેવા માટે સારી દિનચર્યા અપનાવવાની અપીલ કરી છે. આ દરમિયાન તેણે સ્વસ્થ રહેવા માટે ઘણી હેલ્થ ટીપ્સ પણ શેર કરી છે.

Add Zee News as a Preferred Source

5 વર્ષથી ઈન્સ્યુલિન અને દવાઓ વિના ફિટ છે
તમને જણાવી દઈએ કે લિવર ડે નિમિત્તે અમિત શાહે ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલીયરી સાયન્સ (ILBS) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, મેં 2020 વર્ષથી તેમણે પોતાના જીવનમાં મોટા ફેરફારો કર્યા છે. તેમણે કહ્યું કે, શરીરને જેટલી જરૂર હતી, તેટલી જ ઊંઘ લીધી. યોગ્ય માત્રામાં પાણી પીધું અને સંતુલિત આહાર લેવાનું શરૂ કર્યું.

આટલું જ નહીં, તેણે નિયમિત કસરત પણ શરૂ કરી દીધી. તેમની અસર તેના શરીર પર ખૂબ જ પોઝિટિવ અસર દેખાતી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારની દિનચર્યાથી તેઓ એલોપેથિક દવાઓ અને ઈન્સ્યુલિન લીધા વિના છેલ્લા 5 વર્ષથી સ્વસ્થ છે.

યુવાનોને ફિટ રહેવા માટેની ટિપ્સ
ગૃહમંત્રીએ કહ્યું કે વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા 2 કલાક કસરત કરવી જોઈએ જેથી શરીર સક્રિય રહે. મગજને ફિટ રાખવા માટે 6 કલાકની ઊંઘ લો. તે સારો આહાર, પૂરતી ઊંઘ અને કસરતને તેના ફિટનેસ મંત્ર તરીકે વર્ણવે છે. ગૃહમંત્રીએ દેશના યુવાનોને પણ આ પ્રકારની દિનચર્યા ફોલો કરવાની અપીલ કરી છે, તેનાથી તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થશે.

તેમણે પોતાનું ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાનું પોતાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, મેં 2020 થી તેની દિનચર્યા અને આહારનું ધ્યાન રાખી રાખ્યું છે. સ્વચ્છ પાણી, સંતુલિત આહાર, છ કલાકની ઊંઘ. દરરોજ બે કલાક કસરત કરવાનું ભૂલશો નહીં. પરિણામ એ આવ્યું કે સાડા ચાર વર્ષમાં એલોપેથીની તમામ દવાઓ અને ઇન્સ્યુલિન બંધ થઈ ગયું. આનાથી માત્ર કામ કરવાની ક્ષમતા જ નહીં પરંતુ વિચારવાની, નિર્ણય લેવાની અને સમાજમાં યોગદાન આપવાની ક્ષમતા પણ વધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news