Property News: નવા ઘરની રજિસ્ટ્રી વખતે કરો આ એક કામ, લાખો રૂપિયાની થશે બચત, જાણો વિગતો

House Registry Tips: શહેરીકરણના પગલે હાઉસિંગ સેક્ટર કેટલાક વર્ષોથી સારો ગ્રોથ કરી રહ્યા છે. આવામાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને સારો નફો રળી શકાય છે. જો તમે પ્રોપર્ટી ખરીદતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખશો જો તમારી આવક વધશે અને ટેક્સ છૂટનો ફાયદો પણ મળશે. 

Property News: નવા ઘરની રજિસ્ટ્રી વખતે કરો આ એક કામ, લાખો રૂપિયાની થશે બચત, જાણો વિગતો

નોકરી કે બિઝનેસ કર્યા બાદ આપણામાંથી મોટાભાગના લોકોનું સપનું પોતાનું ઘર, ફ્લેટ અને ગાડી ખરીદવાનું હોય છે. પોતાના ઘરના સપનાને પૂરું કરવા માટે આપણે દિવસ રાત મહેનત કરીને પૈસા ભેગા કરીએ છીએ. પરંતુ વધતી મોંઘવારીના જમાનામાં પ્રોપર્ટી બનાવવી એટલી સરળ નથી. જમા પૂંજી લગાવીને એક જમીન કે પ્રોપર્ટી ખરીદી પણ લઈએ તો તેના પર ભારે  ભરખમ ટેક્સ ભરવો પડે છે. કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે પ્રોપર્ટી અને તેની રજિસ્ટ્રી પર સરળતાથી જંગી ટેક્સથી બચી શકો છો. 

રજિસ્ટ્રીમાં પત્નીનું નામ સામેલ કરવાનો ફાયદો
ઘરની કિંમત પર સ્ટેમ્પ ડ્યૂટી લાગે છે. ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80સી હેઠળ તેના પર 1.50 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ લઈ શકો છો. પરંતુ જો પ્રોપર્ટીની રજિસ્ટ્રીમાં પત્નીનું નામ સામેલ કરવામાં આવે તો તમે ટેક્સ રિબેટમાં વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મેળવી શકો છો. 

અલગ અલગ રાજ્યોમાં અલગ હોઈ શકે છૂટ મર્યાદા
દેશના લગભગ તમામ રાજ્યોમાં મહિલાઓને સ્ટેમ્પ ડ્યૂટી પર પુરુષોની સરખામણીએ સારી એવી રાહત મળતી હોય છે. છૂટની મર્યાદા અલગ અલગ રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે. જેમ કે રાજસ્થાનમાં કોઈ વ્યક્તિ પત્ની સાથે સંયુક્ત રીતે પ્રોપર્ટી ખરીદે તો તેને સ્ટેમ્પ ડ્યૂટી પર 0.5%ની છૂટ મળે છે. દિલહીમાં પુરુષોના નામે મકાન ખરીદો તો  6% સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડે જ્યારે મહિલાઓ માટે આ લિમિટ 4% છે. એટલેકે દિલ્હીમાં 50 લાખ રૂપિયાનું કોઈ ઘર ખરીદે તો પુરુષોએ 3 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે જ્યારે મહિલાઓએ ફક્ત 2 લાખ રૂપિયા જ ભરવી પડે. એટલે કે 1 લાખ રૂપિયાની બચત થશે. 

મકાન ખરીદવા માટે લોન લીધો હોય તો મળશે ડિડક્શન
જો તમે મકાન ખરીદવા માટે લોન લેતા હોવ તો ચૂકવેલા વ્યાજ પર આવકવેરા એક્ટની સેક્શન 24 હેઠળ 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળશે. જો પત્નીના નામ પર હોમ લોન લેશો તો તમને ડબલ બેનિફિટ થશે. અનેક બેંકો એવી સુવિધાઓ આપે છે. બીજી બાજુ જો તમે એક રેસિડેન્શિયલ પ્રોપર્ટી વેચીને બીજુ મકાન ખરીદવા ઈચ્છો તો સેક્શન 54 હેઠળ ટેક્સમાં ડિડક્શનનો બેનિફિટ મળે છે. 

ખરીદ્યાના 2 વર્ષ બાદ પ્રોપર્ટી વેચી તો કેપિટલ ગેઈન ટેક્સ લાગશે
જો તમે ખરીદેલી પ્રોપર્ટીને મિનિમમ 2 વર્ષ તમારી પાસે રાખો અને પછી વેચી દો તો તેના પર 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે. 

Self-Occupied પ્રોપર્ટી પર નહીં મળે છૂટ
ન્યૂ ટેક્સ રિજીમમાં હોમ લોન પર મળનારી ટેક્સ છૂટ તમને ડાયરેક્ટ નહીં મળે. પરંતુ તમે તેનાથી 2 લાખ રૂપિયા સુધી બચત કરી શકશો. તમે ન્યૂ રિજીમમાં હોમ લોન પર ટેક્સ છૂટ ત્યારે મશે જ્યારે પ્રોપર્ટી લેટ આઉટ (Let out property) એટલે કે ભાડે અપાયેલી હોય. આ કેસમં પ્રોપર્ટીનું Self-Occupied હોવું જરૂરી નથી. તેમાં ફક્ત સ્ટાન્ડર્ડ ડિડક્શન અને NPS એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન જ માન્ય હોય છે. એટલે કે જો તમે તમારું ઘર ભાડે આપ્યું હોય તો તમને હોમ લોનના વ્યાજ પર છૂટ મળે છે. 

ઓલ્ડ ટેક્સ રિજીમમાં હોમ લોન પર છૂટનો નિયમ
જો તમે ઓલ્ડ ટેક્સ રિજીમમાં હોવ તો આવકવેરા કાયદાની સેક્શન 80સી અને 24બી સહિત અનેક  અન્ય સેક્શન હેઠળ તમારી હોમલોન પર ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો. સેક્શન  80C હોમ લોન લેતી વખતે શરૂઆતમાં પ્રિન્સિપલ અમાઉન્ટ ચૂકવવી પડે છે. કોઈ પણ નાણાકીય વર્ષમાં સેક્શન  80C હેઠળ મૂળ રકમ ચૂકવવા પર 1.5 લાખ રૂપિયા સુધીનું આવકવેરા ટેક્સમાં ડિડક્શન મળે છે. 
    
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news