દેશભરમાં બાળ દિવસ એટલે કે ચિલ્ન્ડ્રન્સ ડે આજે ઉજવાઈ રહ્યો છે. દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુનો જન્મ થયો હતો. નેહરુનો બાળકો પ્રતિ વિશેષ સ્નેહને કારણે જ તેમના જન્મદિવસને બાળ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હતું કારણ
પંડિત નહેરુના બાળકો સાથે ઘણો લગાવ હતો. તેઓ કહેતા કે, બાળકો દેશનું ભવિષ્ય છે. બાળકો પ્રતિ તેમનો પ્રેમ જોતા તેમના જન્મદિવસને બાળ દિવસના રૂપમાં ઉજવવામાં આવ્યો હતો. આ જ કારણે બાળકો આજે પણ તેમને ચાચા નહેરુ કહીને બોલાવે છે. નહેરુ કહેતા હતા કે, બાળકોનો યોગ્ય રીતે ઉછેર કરવો જોઈએ. તેઓ દેશનું ભવિષ્ય છે. 



ક્યારથી ઉજવવા લાગ્યો
27 મે 1964ના રોજ નક્કી કરાયું કે, નહેરુજીનો બાળકો પ્રત્યેના પ્રેમને જોતા તેમના જન્મદિનને બાળ દિવસ તરીકે ઉજવવો. આમ તો બાળ દિવસ 1925થી ઉજવાતો હતો. પરંતુ યુએનએ 20 નવેમ્બર, 1954ના રોજ બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. જોકે, અલગ અલગ દેશોમાં અલગ અલગ તારીખે ચિલ્ડ્રન્સ ડે ઉજવવામાં આવે છે. ભારતમાં આ તારીખ 14 નવેમ્બર છે. 


ઉલ્લેખનીય છે કે, નહેરુ પોતાનો મોટાભાગનો સમય બાળકો સાથે વિતાવવાનું પસંદ કરતા હતા. પંડિત નહેરુએ ભારતની આઝાદી બાદ બાળકોના શિક્ષણ, પ્રગતિ અને કલ્યાણ માટે ઘણું કામ કર્યું છે. 


ગૂગલે બનાવ્યું ડૂડલ
ઈન્ટરનેટની દુનિયામાં સૌથી મોટી કંપની ગૂગલે પોતાના અંદાજમાં બાળ દિવસની શુભકામના આપી છે. ગુગલે બાળ દિવસને લઈને ડૂડલ બનાવ્યું છે. જેમાં એક બાળકીને ટેલિસ્કોપની મદદથી અંતરિક્ષ તરફ જોતા બતાવાયું છે. આ ડૂડલ દ્વારા ગૂગલનું કહેવું છે કે, બાળકોની આગળ આખું બ્રહ્માંડ પડ્યું છે. ગ્રહ, રોકેટ અને અંતરિક્ષની આકૃતિઓથી સજાવેલ આ ડૂડલ બાળકોના ખગોળીય રસને દર્શાવે છે. સાથે જ મેસેજ પણ આપે છે કે, ભવિષ્ય આ બાળકો પર જ આધારિત છે.