)
Dr. Subhash Chandra Success Story : એસ્સેલ ગ્રુપના ચેરમેન, અબજોપતિ અને મીડિયા ટાયકૂન સુભાષ ચંદ્રાનો આજે 75 મો જન્મદિવસ છે. ભારતીય મીડિયા ઈન્ડસ્ટ્રીઝ હોય કે પછી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝ હોય કે પછી અન્ય ક્ષેત્ર હોય સુભાષ ચંદ્રા અનેક ભૂમિકાઓમાં નજર આવે છે. સાહસિક વ્યક્તિત્વ ધરાવતા સુભાષ ચંદ્રા આજે પણ અનેક લોકો માટે પહેલી જેવા છે કે, આખરે કેવી રીતે 75 વર્ષે તેમનો જુસ્સો જોમ યથાવત છે. એ શખ્સિયત જેમણે ભારતમાં ખાનગી ટેલિનવિઝન ઈન્ડસ્ટ્રીના પાયોનિયર બન્યા.
1992માં હોંગકોંગમાં સ્ટાર ટીવી અને ભારતના પ્રથમ સેટેલાઇટ ટેલિવિઝન પ્રદાતા ડિશ ટીવી સાથે મળીને દેશની બીજી ખાનગી કોમર્શિયલ ટેલિવિઝન ચેનલ ઝી ટીવીની સ્થાપના કર્યા પછી, સુભાષ ચંદ્રા ભારતના મીડિયા લેન્ડસ્કેપમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક છે. સુભાષ ચંદ્રાએ જે અન્ય વ્યવસાયોમાં સાહસ કર્યું છે તેમાં પેકેજિંગમાં એસેલ પ્રોપેક, ઓનલાઈન લોટરી પ્લેવિન, ઈ-સિટી એન્ટરટેઈનમેન્ટ અને ઈન્ડિયન ક્રિકેટ લીગનો સમાવેશ થાય છે. ડૉ. ચંદ્રાએ 2016 માં રાજકારણમાં પ્રવેશવાનું પણ નક્કી કર્યું અને રાજ્યસભાની ચૂંટણી દરમિયાન હરિયાણા રાજ્ય માટે ભારતીય સંસદના ઉપલા ગૃહમાં ચૂંટાયા. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા. સાહસિકતાથી ભરેલી આ બાબત તમને સફળ લીડર બનાવે છે.
જિજ્ઞાસાઓથી ભરેલું દિમાગ સતત કંઈક નવું કરવા મથતું
સુભાષ ચંદ્રા જયારે પણ મુસાફરી કરતા ત્યારે તેઓ આંખ અને કાન ખુલ્લા રાખતાં, જેથી તેઓ વિનોદી વસ્તુઓ કે જે કામના સ્થળે અથવા તો તેમના રોકાવાના સ્થળે જોઈ શકે અને તેની નોંધ લઈ શકે. એ દેશમાં શું નવું હતું? જેને ત્યાંના લોકોએ પસંદ કરી હતી અને તે આપણા દેશમાં કામ કરશે કે નહીં? તેમનું ગણતરીબાજ મગજ હંમેશાં કામ કરતું હતું.
પ્રથમ સેટેલાઈટ ચેનલ આપી
જ્યારે કોઈ પણ વ્યક્તિએ સેટેલાઇટ ચૅનલનો વિચાર સુધ્ધાં કર્યો ન - હોય ત્યારે સુભાષ ચંદ્રાએ સૌ પ્રથમવાર સેટેલાઇટ ચૅનલ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. તેમને એ બાબતની સમજ હતી કે સૌ પ્રથમ ચેનલ શરૂ કરવી એ ખરેખર ખૂબ જ અઘરી બાબત હતી. પરંતુ તેમણે એ બધું એક ચોક્કસ યોજનાથી કર્યું અને જો તેઓ તેમના કાર્યક્રમો દૂરદર્શન કરતા વધારે સારી રીતે બનાવશે, તો તેમને ખબર હતી કે તેમનું આ સાહસ ચોક્કસપણે સફળ થશે. વર્ષ 1992 માં એસ્સેલ ગ્રુપના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રાએ દેશની પ્રથમ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલ શરૂ કરી, જે વિશ્વભરમાં ઝી ટીવી તરીકે જાણીતી બની.
ડૉ. ચંદ્રાને "ભારતીય ટેલિવિઝનના જનક" કહેવામાં આવે છે. તેમને દેશમાં પ્રથમ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલ શરૂ કરવાનો શ્રેય આપવામાં આવે છે, જેણે ભારતના અબજો ડોલરના મનોરંજન ઉદ્યોગનો પાયો નાખ્યો. ૧૯૯૨ માં, જ્યારે ખાનગી પ્રસારણ હજુ પણ અકલ્પનીય હતું, ત્યારે તેમણે ઝી ટીવી શરૂ કર્યું. તે સમયે, દૂરદર્શન પ્રબળ શક્તિ હતું, અને આ પગલું તકનીકી અને રાજકીય બંને રીતે અત્યંત સાહસિક માનવામાં આવતું હતું. આ પગલું પાછળથી ભારત મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરે છે તેમાં એક મોટો ફેરફાર સાબિત થયું. ત્યારબાદ તેમણે દેશની પ્રથમ ખાનગી ન્યૂઝ ચેનલ ઝી ન્યૂઝ શરૂ કરી, જેનાથી એક સ્વપ્નદ્રષ્ટા વ્યૂહરચનાકાર તરીકે તેમની પ્રતિષ્ઠા સ્થાપિત થઈ.
દેશને પ્રથમ મનોરંજન પાર્ક આપ્યો
યુનાઇટેડ સ્ટેટ્સમાં ડિઝનીલેન્ડને જોઈને તેઓએ ભારતમાં પોતાનો એડવેન્ચર પાર્ક શરૂ કરવાનું નક્કી કર્યું. સુભાષ ચંદ્રા ભારતીયો માટેનો પાર્કનો એકદમ નવો જ વિચાર દાખલ કરવા માંગતા હતા. આ પાર્કની મુલાકાત કુટુંબ સાથે થઈ શકે. દરેક ઉંમરની વ્યક્તિ કે જે ૬ વર્ષની હોય કે ૬૦ વર્ષની હોય તેના માટે રમત અને મનોરંજનના વિકલ્પો રહેલા હોય. તેઓ પાર્કને આખા પરિવાર માટે સંપૂર્ણપણે આનંદમય વિસ્તાર તરીકે ઈચ્છતા હતા. વિદેશમાં આ પ્રકારના મનોરંજન પાર્કની માંગણી ખૂબ જ હતી. લોકો કલાકો સુધી આ પાર્કમાં પ્રવેશ મેળવવા માટે લાઈનમાં ઊભા રહેતા હતા, એકવાર પાર્કમાં પ્રવેશ્યા પછી યુવાન અને ધરડા વચ્ચે કોઈ ભેદ રહેતો. આ માટે સુભાષ ચંદ્રાએ નવી સંસ્થા પાન ઈન્ડિયા પર્યટનની સ્થપના કરી. 1983 માં પાર્ક શરૂ કરવા માટેનું પ્રાથમિક કામ ચાલુ કરવામાં આવ્યું. 64 એકરની જમીનમાં ESSEL WOELD શરૂ કરવામાં આ પ્રારંભિક ધોરણે સુભાષ ચંદ્રાને એસેલ વર્લ્ડને ખૂબ જ મોટા મનોરંજન તરીકે બનાવવું હતું. પરંતુ તે વખતે આ પ્રકારના પાર્ક બનાવવા માટે નિયમો ભારતમાં સ્પષ્ટ ન હતા. આથી ગવર્નમેન્ટને સુભાષ ચંદ્રાએ અરજી કરી હતી તે સંદર્ભમાં સરકારે સ્પષ્ટ મંજૂરી આપી નહોતી. તેને અરજીની મંજૂરીની રાહ જોઈને થાકી ગયા હતા. તેમણે ક્યાંય સુધી સા જોઈ. 1989 માં તેમણે ભારતના પ્રથમ મનોરંજન પાર્ક, એસેલ વર્લ્ડ બનાવવા માટે ઉત્તર મુંબઈમાં જમીન ખરીદી. છેવટે તેમણે એસ્સેલ વર્લ્ડનું બાંધકામ તેમની ઇચ્છા કરતાં ખૂબ નાની જગ્યામાં કર્યું.
IPL નો આઈડિયા સુભાષ ચંદ્રાની દેણ
હાલ વિશ્વભરમાં IPL નો ક્રેઝ છે, પરંતું આ આઈડિયાના જન્મદાતા ડો.સુભાષ ચંદ્રા છે. ડૉ. સુભાષ ચંદ્રાએ ઇન્ડિયન ક્રિકેટ લીગ (ICL) ની સ્થાપના કરી હતી, જે એક ખાનગી ક્રિકેટ લીગ હતી. જે પાછળથી ભારતીય ક્રિકેટમાં પરિવર્તન લાવવામાં એક મુખ્ય પગલું સાબિત થઈ.
પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી
ડો.સુભાષ ચંદ્રા કરિયરના શરૂઆતના દિવસોમાં પોતાના પારિવારિક વ્યવસાયમાં જોડાયા હતા. તેઓએ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) સાથે કામ કર્યું. નોકરી દરમિયાન તેમને ખુલ્લામાં અનાજનો સંગ્રહ કરવાનો અને તેને ખાસ પ્લાસ્ટિક શીટથી ઢાંકવાનો વિચાર આવ્યો. પહેલાં અનાજ કોઠારોમાં સંગ્રહિત કરવામાં આવતું હતું. ડૉ. ચંદ્રાએ FCI ને તેમના વિચારથી મનાવી લીધા અને નવી શીટ્સ બનાવવા માટે સ્વીસ મશીનો ભારતમાં લાવ્યા. જોકે, કુશળતાના અભાવે, 90 ટકાથી વધુ શીટ્સ નકામી થઈ ગઈ. તેથી તેમણે એન્જિનિયરોને તાલીમ આપવા અને ઉત્પાદન પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે સ્વિટ્ઝર્લૅન્ડ મોકલવાનું નક્કી કર્યું. તેમનો વિચાર કામ કરી ગયો.
એંશીના દાયકાની શરૂઆતમાં જયારે સુભાષ ચંદ્રાએ પ્લાસ્ટીક લેમીનેશન ટ્યૂબ ટેક્નોલૉજીને ભારતમાં લાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે તેમની કંપનીનું નામ ESSEL રાખ્યું હતું. એ SLનું વધારે સારી રીતે તૈયાર કરેલું નામ હતું. આ ESSEL એક પેકેજિંગ હતું કે જે તે સમયમાં શરૂ થયેલું હતું. આજે ESSEL એ એક ગ્રુપ બન્યું છે. આ ગ્રુપે પોતાની છાપ જુદા-જુદા ઔદ્યોગિક વિસ્તારમાં પાડી છે. ESSEL પેકેજિંગએ તેના ગ્રુપના અસ્તિત્વ માટેના બી રોપ્યાં. આ જ સંસ્થાએ પ્લાસ્ટીક ટ્યૂબ ટેક્નૉલૉજીને ભારતમાં પ્રવેશ કરાવ્યો.
વર્ષ 2003 માં તેમણે અમેરિકાના બજાર ઉપર વિજય મેળવ્યો. વર્ષ 2004 માં તેમણે ઈંગ્લેન્ડના માર્કેટ ઉપર કબજો જમાવ્યો. સફાળતાની આ વાર્તા સતત ચાલુ રહી. તેમણે ચાઈના જેવું મુશ્કેલ માર્કેટ પણ સર કર્યું. આ સફળતાનું મુખ્ય કારણ એ સુભાષ ચંદ્રાએ જવાબદારીની સોંપણી કરી તે હતું.