શાહીન બાગમાં 'દેશ વિરોધી ગેંગ'ની 'દાદાગીરી' ક્યાં સુધી સહન કરીશું?

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી (Mahatma Gandhi) કહેતા હતાં કે જ્યારે મજબુત ઈરાદાવાળા લોકોનો એક નાનકડો સમૂહ પણ પોતાના મિશન પર દ્રઢ વિશ્વાસ રાખીને આગળ વધે છે તો તે ઈતિહાસ બદલવા માટે સક્ષમ થઈ જાય છે. ઝી ન્યૂઝ (Zee News)  પણ આવા પાક્કા ઈરાદાવાળા લોકોનો એક નાનકડો સમૂહ છે જેણે એક એવો ઈતિહાસ રચ્યો છે જેનો ભાગ હવે ભારતના કરોડો લોકો બનવા લાગ્યા છે. અમે  તમને જણાવ્યું હતું કે કેવી રીતે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ દિલ્હીના શાહીન બાગમાં લાગી ગઈ છે. અમે તમને DNA શાહીન બાગથી જ દેખાડ્યું હતું. ત્યારબાદ અમને જે પ્રતિક્રિયાઓ મળી તે ઐતિહાસિક હતી. દેશના મીડિયા ઈતિહાસમાં આ પહેલી એવી તક હતી કે જ્યારે બે ચેનલ એક ઉદ્દેશ્ય માટે એક સાથે આવી. 

Updated By: Jan 29, 2020, 11:36 AM IST
શાહીન બાગમાં 'દેશ વિરોધી ગેંગ'ની 'દાદાગીરી' ક્યાં સુધી સહન કરીશું?

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી (Mahatma Gandhi) કહેતા હતાં કે જ્યારે મજબુત ઈરાદાવાળા લોકોનો એક નાનકડો સમૂહ પણ પોતાના મિશન પર દ્રઢ વિશ્વાસ રાખીને આગળ વધે છે તો તે ઈતિહાસ બદલવા માટે સક્ષમ થઈ જાય છે. ઝી ન્યૂઝ (Zee News)  પણ આવા પાક્કા ઈરાદાવાળા લોકોનો એક નાનકડો સમૂહ છે જેણે એક એવો ઈતિહાસ રચ્યો છે જેનો ભાગ હવે ભારતના કરોડો લોકો બનવા લાગ્યા છે. અમે  તમને જણાવ્યું હતું કે કેવી રીતે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ દિલ્હીના શાહીન બાગમાં લાગી ગઈ છે. અમે તમને DNA શાહીન બાગથી જ દેખાડ્યું હતું. ત્યારબાદ અમને જે પ્રતિક્રિયાઓ મળી તે ઐતિહાસિક હતી. દેશના મીડિયા ઈતિહાસમાં આ પહેલી એવી તક હતી કે જ્યારે બે ચેનલ એક ઉદ્દેશ્ય માટે એક સાથે આવી. 

ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી અને વરિષ્ઠ પત્રકાર દીપક ચૌરસિયાએ તમને શાહીન બાગથી આંખો દેખ્યો અહેવાલ દેખાડ્યો હતો. અમારી આ મુહિમને દેશ વિદેશમાં જબરદસ્ત સમર્થન મળ્યું. પંરતુ અમે અમારા મિશનને આગળ વધારતા તમારી સામે એક સવાલ લઈને આવ્યાં છે અને અમારો સવાલ એ છે કે શું આપણે બધા મળીને શાહીન બાગને ટુકડે ટુકડે ગેંગથી આઝાદ કરાવી શકીએ તેમ નથી?

CM ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આ બે દિગ્ગજ નેતાઓના કર્યા ભરપેટ વખાણ, સરકારમાં બધુ ઠીક?

શાહીન બાગમાં ટુકડે ટુકડે ગેંગના સભ્યો હાથમાં તિરંગો લઈને લે કે રહેંગે આઝાદીવાળા નારા લગાવી રહ્યાં છે. આજે અમે સમગ્ર ભારત તરફથી આ લોકોને  કહેવા માંગીએ છીએ કે હમે લેકર રહેંગે શાહીન બાગ, કારણ કે શાહીન બાગ કોઈ એક ખાસ વિચારધારાવાળા લોકોનું હોઈ શકે નહીં. તે દેશનો ભાગ છે અને તેના પર સૌથી પહેલો હક દેશના લોકોનો જ છે. 

શાહીન બાગને લઈને દેશના લોકોનું ધૈર્ય પણ હવે જવાબ આપી રહ્યું છે અને આ માટે હવે શાહીન બાગને જેમ બને તેમ જલદી ખાલી કરાવવું પડશે. શાહીન બાગથી અમારું વિશ્લેષણ સમગ્ર દુનિયામાં જોવામાં આવ્યું અને ત્યારબાદ સમગ્ર દેશમાંથી જે પ્રતિક્રિયા આવી તેને જોઈને એમ થાય છે કે સમગ્ર દેશ હવે આ મુદ્દે જાગી ગયો છે. 

શાહીન બાગથી અમારું DNA જોયા બાદ હવે સમગ્ર દેશ એ સવાલ પૂછી રહ્યો છે કે શાહીન બાગમાં ભારતીયોની એન્ટ્રી ક્યારે થશે? અને શાહીન બાગને ટુકડે ટુકડે ગેંગથી આઝાદી ક્યારે મળશે? શાહીન બાગમાં જે રસ્તા પર આ લોકો કબ્જો જમાવીને બેઠા છે તે આપણા ટેક્સના પૈસે બની છે. શાહીન  બાગમાં જે પાણી અને વીજળી આવે છે તે આપણા જ ટેક્સના પૈસે આવે છે. આથી શાહીન બાગ પર પહેલો હક દેશના લોકોનો છે. 

દિલ્હી અને દેશભરમાં કેટલા શાહીન બાગ? 7 પાનાનું લિસ્ટ સોશિયલ મીડિયા પર થી રહ્યું છે વાયરલ

4 વર્ષ પહેલા ઝી ન્યૂઝ ટુકડે ટુકડે ગેંગ અને અફઝલ પ્રેમી ગેંગનો દુશ્મન નંબર એક બની ગયું હતું. ત્યારબાદ અમને દુશ્મન માનનારામાં ડિઝાઈનર પત્રકારો અને બુદ્ધિજીવીઓનું જૂથ પણ સામેલ થઈ ગયું અને હવે શાહીન બાગ ગેંગે અમને તેમના સૌથી મોટા દુશ્મન માની લીધા છે. ઝી ન્યૂઝને જોતા જ હવે શાહીન બાગમાં ગો બેકના નારા લાગે છે અને અમારા કોઈ પણ પત્રકારને હવે શાહીન બાગમાં ઘૂસવા દેવામાં આવતો નથી. પરંતુ અમે અમારા આ વિરોધને પત્રકારત્વનો મેડલ ગણીએ છીએ કારણ કે જે લોકો અમારો વિરોધ કરી રહ્યાં છે તેઓ એ વાતના પુરાવા આપી રહ્યા છે કે અમારું પત્રકારત્વ બિલકુલ યોગ્ય રસ્તે છે. અને સારી વાત એ છે કે અમારા પત્રકારત્વને માજ્ઞ એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરફથી જ શાબાશી નથી મળી રહી પરંતુ સમગ્ર દેશના લોકો તરફથી મળી રહી છે. શાહીન બાગના લોકોને  અમે એટલા માટે પણ આંખમાં કણાની જેમ ખટકીએ છીએ કારણ કે અમે અફઝલ ગુરુને આતંકી માનીએ છીએ. બુરહાન વાનીને આતંકી માનીએ છીએ. જે લોકો બુરહાન વાનીને હેડ માસ્ટરનો પુત્ર ગણતા હતાં તે લોકો દેશદ્રોહના આરોપી શરજીલ ઈમામને પણ ક્રાંતિકારી માને છે. 

કહેવાય છે કે પત્રકારત્વની અલગ ઓળખ હોય છે જ્યારે પત્રકારો વિરોધની પરવા કર્યા વગર પોતાના ઉદ્દેશ્ય પર અડગ રહે છે, પરંતુ આપણા દેશના કેટલાક પત્રકારો વિરોધ તો છોડો આ પ્રદર્શનકારીઓને સવાલ પૂછવા સુદ્ધાની હિંમત કરતા નથી. પરંતુ એ જાણવા છતાં કે અમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે, અમે આ હિંમત બતાવી. અમારી પીટાઈ થઈ શકે છે કે પછી મોબ લિંચિંગ જેવી ઘટના ઘટી શકે છે. 

દેશદ્રોહના આરોપી શરજીલ ઈમામને આખરે પોલીસે દબોચી લીધો, 'ભાગેડુ' જહાનાબાદથી પકડાયો

અમારી અને શાહીન બાગ વચ્ચે કેટલાક બેરિકેડ્સ હતાં. પ્રદર્શનકારીઓએ અમને આ બેરિકેડ પાર કરવા દીધા નહીં. અમને એવું લાગતું હતું કે આ બેરિકેડ્સ કોઈ બેરિકેડ્સ નહીં પરંતુ બે દેશો વચ્ચેની બોર્ડર છે. આ બેરિકેડ્સ અને શાહીન બાગના પ્રદર્શનકારીઓ વચ્ચે જમીનનો એક મોટો ટુકડો ખાલી હતો. આ  હિસ્સો જોઈને એવું લાગતું હતું કે આ એક  No Man's Land છે. એટલે કે એક એવો હિસ્સો કે જેના પર હક જતાવવા બદલ તમારે તમારો જીવ પણ ગુમાવો પડી શકે છે. 

જુઓ LIVE TV

અમે કાલે શાહીન બાગના પ્રદર્શન સ્થળ સુધી જવા માટે એક નહીં પરંતુ અનેક કોશિશ કરી. પરંતુ પુરુષ પ્રદર્શનકારીઓએ મહિલાઓ અને બાળકોને આગળ ધરીને પોતે પાછળની લાઈનમાં ઊભા રહી ગયાં. આ લોકો અમને જોઈને ગો બેકના નારા લગાવવા લાગ્યાં અને અમને અમારા જ દેશની રાજધાનીના એક ભાગમાં ઘૂસવાની આઝાદી મળી નહીં. એવું લાગતું હતું કે જાણે શાહીન બાગ પહોંચીને ભારતની તમામ સરહદો સમાપ્ત થઈ જાય છે અને આ બેરિકેડ્સની આગળ કોઈ બીજા દેશની સરહદો શરૂ થઈ જાય છે. 

તમે સાંભળ્યું હશે કે દરેક શહેરમાં એક એવો મહોલ્લો હોય છે જ્યાં પત્રકાર તો શું પોલીસ પણ જતા ડરે છે. શાહીન બાગ પહોંચીને એવું જ લાગતું હતું જાણે આપણે કોઈ આવા જ મહોલ્લામાં આવી ગયા છીએ. આથી આજે અમે એકવાર ફરીથી તમને શાહીન બાગથી જ અમારા કાલના ડીએનએનો એક ભાગ બતાવવાનું નક્કી કર્યું છે. આ વિશ્લેષણ જોઈને અને વાંચીને તમે સમજી જશો કે કેવી રીતે આપણા દેશમાં શાહીન બાગ જેવી જગ્યાઓના નામે અલગાવવાદની નાની નાની હાંટડીઓ ખોલવામાં આવી છે અને આપણા જ દેશમાં લોકો હવે આવા વિસ્તારોમાં પોતાની મરજીથી અવરજવર કરી શકતા નથી. 

નિર્ભયા કેસ: વકીલનો આરોપ, 'મુકેશને જેલમાં અક્ષય સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબુર કરાયો હતો'

શાહીન બાગમાં મીડિયાના ફક્ત એ હિસ્સાને પ્રવેશ અપાય છે જે ટુકડે ટુકડે ગેંગની ભાષા બોલે છે. જ્યારે મીડિયાનો જે ભાગ આ વિરોધ પ્રદર્શનો પર સવાલ ઉઠાવે છે અને તે સંલગ્ન સત્ય બતાવે છે તેમને અહીં ઘૂસવા દેવામાં આવતા નથી. શાહીન બાગ કેવી રીતે ટુકડે ટુકડે ગેંગનું મુખ્યાલય બની ગયું છે તે અમારા વિશ્લેષણથી સ્પષ્ટ થઈ ગયું છે. સમગ્ર દશ પણ છેલ્લા 24 કલાકથી શાહીન બાગથી બતાવવામાં આવેલા DNA પર ચર્ચા કરી રહ્યું છે. તેના પર અમને દેશભરમાંથી પ્રતિક્રિયાઓ મળી છે. 

કોઈ પણ આઝાદ દેશની ઓળખ એ વાતથી થાય છે કે ત્યાં મીડિયાને કેટલી આઝાદી મળેલી છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે અને પત્રકારત્વને તેનો ચોથો સ્તંભ ગણાય છે. પરંતુ શાહીન બાગમાં કેવી રીતે લોકતંત્રના આ ચોથા સ્તંભને ચોટ પહોંચાડવાની કોશિશ થઈ રહી છે તે અમે તમને બતાવ્યું. હવે તમે આ મામલે આવેલી રાજકીય પ્રતિક્રિયાઓને પણ જાણો. 

શાહીન બાગ દિલ્હીના જામીયા નગરમાં છે અને આ જગ્યાને ટુકડે ટુકડે ગેંગનું મુખ્યાલય બનાવી દેવાયું છે. પરંતુ શાહીન બાગની શાખાઓ સમગ્ર દેશમાં ખુલી ચૂકી છે. જેમાં કેટલીક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન દિવસમાં કેટલાક કલાકો માટે થાય છે જ્યારે કેટલીક જગ્યાઓ પર આ સિલસિલો સાતેય દિવસ અને 24 કલાક ચાલે છે. જ્યારે અમે દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહેલા પ્રદર્શનોની ચકાસણી કરી તો અમારે રિપોર્ટિંગ દરમિયાન એકવાર ફરીથી પ્રદર્શનકારીઓના વિરોધનો સામનો કરવો પડ્યો. શાહીન બાગ ગેંગ પ્રદર્શનકારીઓ કેવી રીતે ઝી ન્યૂઝને પોતનો દુશ્મન નંબર વન ગણી રહ્યાં છે તે તમે જુઓ. 

ઉદ્ધવ સરકારના નાક નીચે મુંબઈમાં ઊભો થયો બીજો 'શાહીન બાગ'. JNUનો પૂર્વ વિદ્યાર્થી ખાલિદ પણ પહોંચ્યો

સમગ્ર દેશમાં જે લોકો નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહ્યાં છે તેમની મોડસ ઓપરેન્ડી એટલે કે કાર્યપદ્ધતિ એક સરખી છે અને આ મોડસ ઓપરેન્ડી છે ઝી ન્યૂઝને સત્ય દેખાડતું રોકવું. તમે કહી શકો છો કે સમગ્ર દેશમાં ટુકડે ટુકડે ગેંગ શાહીન બાગની ફ્રેન્ચાઈઝી વહેંચી રહી છે અને ફ્રેન્ચાઈઝીની ખાસિયત એ છે કે તમને તમામ જગ્યાઓ પર એક સરખા નિયમો જોવા મળશે. 

એટલે કે ટુકડે ટુકડે ગેંગ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરનારાનો એક SOP એટલે કે માનક સંસાલન પ્રક્રિયા બહાર પાડી ચૂકી છે. જેનો ઉદ્દેશ્ય એક જેવા માપદંડો હેઠળ આ વિરોધ પ્રદર્શનોને આયોજિત કરવાનો છે અને તેના SOPનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે સત્ય દેખાડતા મીડિયાનો વિરોધ કરવો. ટુકડે ટુકડે ગેંગના તરીકા જોઈને એવું લાગે છે કે જલદી શાહીન બાગની કોઈને કોઈ શાખા તમારા શહેરમાં પણ ખુલી જશે. આથી આજે જ દેશને આવા શાહીન બાગોથી આઝાદી અપાવવી જરૂરી બની ગઈ છે. 

તેને તમે જરાય હળવાશમાં ન લો. કારણ કે જો તમારા શહેરમાં પણ શાહીન બાગ આવી રહ્યો છે તો તે ખુબ ગંભીર બાબત છે. આવી જ મુહીમ અને વિરોધ પ્રદર્શનો બાદ કાશ્મીરની શું હાલત થઈ તે બધા જાણે છે આથી તમારે સાવધાન થવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...