સરકાર કેવી કરી રહી છે ફાઇલ કલ્ચરને ખતમ, જાણો દુનિયાના સૌથી મોટા ડિજિટલ પ્રોજેક્ટ વિશે
કેન્દ્ર સરકાર હવે રેલ મંત્રાલય (Ministry of Railway)ને ફાઇલ કલ્ચરને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારીમાં છે. રેલ મંત્રાલયે પેપર લેસ બનાવવા માટે રેલવેને મેગા પ્લાન બનાવ્યો છે. આ પ્લાન વડે ફાઇલોનો જંજાળ ખતમ થઇ જશે. તમામ મેન્યુઅલ ફાઇલોને ઇ ફાઇલોમાં ટ્રાંસફર કરવામાં આવશે. પહેલા તબક્કામાં રેલ મંત્રાલયે 72 હજારથી વધુ ઇ-ફાઇલો તૈયાર કરી છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે રેલ મંત્રાલય (Ministry of Railway)ને ફાઇલ કલ્ચરને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારીમાં છે. રેલ મંત્રાલયે પેપર લેસ બનાવવા માટે રેલવેને મેગા પ્લાન બનાવ્યો છે. આ પ્લાન વડે ફાઇલોનો જંજાળ ખતમ થઇ જશે. તમામ મેન્યુઅલ ફાઇલોને ઇ ફાઇલોમાં ટ્રાંસફર કરવામાં આવશે. પહેલા તબક્કામાં રેલ મંત્રાલયે 72 હજારથી વધુ ઇ-ફાઇલો તૈયાર કરી છે. રેલવેના બધા અધિકારીઓ અને કર્મચારીઓને તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એવા સમાચાર છે કે રેલ મંત્રાલયના 50,000થી વધુ કર્મચારી ઇ ફાઇલ સિસ્ટમમાં કામ કરવા લાગ્યા છે અને હવે ધીરે-ધીરે રેલ મંત્રાલયનું વર્ક કલ્ચર બદલાવવા લાગ્યું છે.
સમાચાર છે કે હવે બધા કર્મચારીઓને તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તેની ટ્રેનિંગનો સૌથી મોટો ફાયદો એ હશે કે ડિજિટલ રીતે કામ થતાં મેન્યુઅલ ફાઇલ નહી હોય, જોકે પેપરની બચત થશે અને બીજો મોટો ફાયદો થશે કે ફાઇલ અધિકારીઓના ટેબલ પર પેન્ડીંગ નહી રહે. અને જ્યાં ફાઇલ પેન્ડીંગ હશે તેના વિશે જાણવું સરળ રહેશે.
E-ફાઇલ સિસ્ટમ થતાં ફાઇલોને જલદી પુરી કરવામાં મદદ મળશે પહેલા તબક્કામાં રેલવેએ પોતાના 58 સંસ્થાઓમાં ઇ ઓફિસ બનાવી છે. તેના દ્વારા ભારતીય રેલવે ઇફેક્ટિવ રીતે ફાઇલોને હેન્ડલ કરી શકશે અને ફાઇલો પેન્ડીંગ નહી રહે. ભારતીય રેલવેની 58 સંસ્થાઓની 6 મહિનાથી ઓછા સમયમાં 72000થી વધુ ડિજિટલ ફાઇલો બનાવવામાં આવી છે અને મેન્યુઅલ ફાઇલને E ફાઇલમાં કન્વર્ટ કરવામાં આવી છે.
તેના પર રેલવેનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે રેલવેનો ઇરાદો તમામ મેન્યુઅલ ફાઇલને ડિજિટલ ફાઇલમાં કન્વર્ટ કરવાનો છે અને આગળનું વર્ક કલ્ચર પેપરલેસ બનાવવાનું છે એટલે કે આગામી સમયમાં રેલવેના તમામ કામકાજ ડિજિટલ રીતે થશે. મેન્યુઅલ ફાઇલની કોઇ જગ્યા નથી એટલે કે લાંબી પહોળી કાગળીયા કાર્યવાહીથી રેલ મંત્રાલયને મુક્તિ મળશે.
રેલ મંત્રાલયમાં 1300000 થી વધુ કર્મચારી કામ કરે છે અને રેલ મંત્રાલય પેપરલેસ થતાં દરરોજ ઘણા ટન પેપરની બચત થશે તેનો મોટો ફાયદો એ થશે કે તેનાથી ઝાડની કાપણીમાં મદદ મળશે અને રેલવેના પૈસા બચશે. રેલવેના આ પ્રોજેક્ટને રેલવેની જ સંસ્થા રેલટેલ (RAILTEL) લાગૂ કરી રહી છે.
રેલટેલ (RAILTEL)ના સીએમડી પુનીત ચાવલાએ ઝી ન્યૂઝને જણાવ્યું હતું કે ઇ-ઓફિસ બનાવવા અને મેન્યુઅલ ફાઇલને ઇ ફાઇલમાં કન્વર્ટ કરવાનો મોટો ફાયદો એ થશે કે રેલવેમાં કામ કરવાની ક્ષમતા વધશે, દક્ષતા આવશે. તેમણે કહ્યું કે 250000થી વધુ ઇ રિસિપ્ટ ક્રિએટ કરી લેવામાં આવ્યો છે અને તેના પહેલા ફેજનું કામ પુરૂ કરી લીધું છે. રેલટેલ બીજા ફેજમાં રેલ મંત્રાલયની 39 સંસ્થાઓમાં ડિજિટલ વર્કપ્લેસ કરવા હેઠળ ઓફિસ બનાવશે અને બધી મેન્યુઅલ ફાઇલોને ડિજિટલમાં કન્વર્ટ કરશે.
પુનીતા ચાવલાને જણાવ્યું કે 'આ અમારા માટે એક મોટો પડકાર હતો જેની અમે શરૂઆત કરી દીધી છે, રેલ મંત્રાલય જેવા મોટા મંત્રાલયમાં મેન્યુઅલ ફાઇલને ઇ ફાઇલ સિસ્ટમમાં કન્વર્ટ કરવું મુશ્કેલ કામ હતું. પરંતુ આ કામની શરૂઆત અમે કરી દીધી છે. પહેલો તબક્કો પુરો થઇ ચૂક્યો છે અને જલદી જ રેલ મંત્રાલયની બધી મેન્યુઅલ ફાઇલોએ ઇ ફાઇલોમાં કન્વર્ટ કરી દેવામાં આવશે. તેના લીધે આગળ રેલ મંત્રાલયનું પેપરલેસ થવાનું સપનું પુરૂ થઇ જશે.
રેલ મંત્રાલયે કહ્યું કે રેલટેલ (RAILTEL)પુરી ક્ષમતા સાથે આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને નક્કી ટાઇમ લાઇન પહેલાં જ રેલટેલ આ પ્રોજેક્ટ પુરો કરી દેશે. આ રેલવેમાં એક નવું વર્ક કલ્ચર ઉદાહરણ બનશે. આ ભારત માટે નહી પરંતુ આખી દુનિયા માટે કારણ કે રેલ મંત્રાલયમાં 1300000 થી વધુ કર્મચારી કામ કરે છે આ દુનિયાના મોટી સરકારી સંસ્થામાંથી એક છે.