ભારત અને પાકિસ્તાન વચ્ચે કેવી રીતે લખાઈ યુદ્ધવિરામની પટકથા? અમેરિકાએ જણાવી અંદરની વાત

India Pakistan ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 48 કલાકથી ચાલી રહેલો લશ્કરી તણાવ અને ભારે તોપમારો, રોકેટ અને ડ્રોન ફાયરિંગ દ્વારા સરહદ પર થઈ રહેલા હુમલાઓ અચાનક બંધ થઈ ગયા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કેવી રીતે લખાઈ યુદ્ધવિરામની પટકથા? અમેરિકાએ જણાવી અંદરની વાત

India Pakistan ceasefire 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 48 કલાકથી ચાલી રહેલો લશ્કરી તણાવ અને ભારે તોપમારો, રોકેટ અને ડ્રોન ફાયરિંગ દ્વારા સરહદ પર થઈ રહેલા હુમલાઓ અચાનક બંધ થઈ ગયા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું છે. ટ્રમ્પના સત્તાવાર નિવેદન પછી યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની અંદરની સ્ટોરી જણાવી હતી.

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની ઈનસાઈડ સ્ટોરી?
અમેરિકાના વિદેશ મંત્રી માર્કોએ કહ્યું કે હું અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ બંને ભારત અને પાકિસ્તાનના ઉચ્ચ સ્તર સાથે સતત સંપર્કમાં હતા. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની અધિકારી શાહબાઝ શરીફ, ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર અને પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર ઉપરાંત ભારતના NSA એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અન્ય ઘણા ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાત કરી. અમારા પ્રયત્નોનું ફળ મળ્યું. મને હવે જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે અને તટસ્થ સ્થળે વિવિધ મુદ્દાઓ પર વાટાઘાટો શરૂ કરવા સંમત થયા છે. શાંતિનો માર્ગ પસંદ કરવામાં પ્રધાનમંત્રી મોદી અને શરીફની શાણપણ, સમજદારી અને રાજનીતિની અમે પ્રશંસા કરીએ છીએ.

Add Zee News as a Preferred Source

— Secretary Marco Rubio (@SecRubio) May 10, 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ
ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. હવે બંને દેશો યુદ્ધવિરામ માટે તૈયાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધવિરામ છે. આ માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આજે બપોરે 3.35 વાગ્યે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બંને દેશો સાંજે 5 વાગ્યાથી આજે દેશ, આકાશ, જળ અને થલ પર હુમલા તાત્કાલિક બંધ કરશે.

પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે શનિવારે સાંજે 5.30 વાગ્યે સોશિયલ મીડિયા પર લખ્યું - 'ભારત અને પાકિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news