અમિત શાહ આજે લોકસભામાં રજૂ કરશે નાગરિકતા સંશોધન બિલ, શિવસેના કરી શકે છે સમર્થન

લોકસભામાં 303 સાંસદો સાથે બહુમત ધરાવતી ભાજપ માટે નીચલા ગૃહમાં આ બિલ પાસ કરાવવું સરળ છે. જો કે રાજ્યસભામાં આ બિલને મંજૂરી અપાવતા પહેલા તેણે ગણિત જોવું પડશે.

Updated By: Dec 9, 2019, 12:01 AM IST
અમિત શાહ આજે લોકસભામાં રજૂ કરશે નાગરિકતા સંશોધન બિલ, શિવસેના કરી શકે છે સમર્થન

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment bill)  રજૂ કરશે. ભાજપે (BJP) પોતાના તમામ સાંસદોને 9થી 11 ડિસેમ્બર સુધી લોકસભામાં હાજર રહેવાનું કહ્યું છે. આ બિલ આવ્યાં બાદ પાડોશી દેશોમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે. જો કે અસમ અને ઉત્તર-પૂર્વમાં બિલને લઈને વિરોધ ચાલુ જ છે. આ બાજુ આ બિલ પર કોંગ્રેસ (Congress) નું શું સ્ટેન્ડ રહેશે તેને લઈને કોંગ્રેસ સંસદીય સમિતિની બેઠક નવી દિલ્હીમાં 10 જનપથમાં થઈ. સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે કોંગ્રેસ નેતાઓની બેઠક થઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેના (Shivsena) પણ આ બિલનું સમર્થન કરી શકે છે. 

Pune: અરુણ શૌરીના હાલચાલ જાણવા પહોંચ્યાં PM મોદી, સારા સ્વાસ્થ્યની કામના કરી

લોકસભામાં 303 સાંસદો સાથે બહુમત ધરાવતી ભાજપ માટે નીચલા ગૃહમાં આ બિલ પાસ કરાવવું સરળ છે. જો કે રાજ્યસભામાં આ બિલને મંજૂરી અપાવતા પહેલા તેણે ગણિત જોવું પડશે. આ બધા વચ્ચે કોંગ્રેસે કહ્યું કે આ બિલ દેશના બંધારણની મૂળ ભાવના અને ધર્મનિરપેક્ષ ચરિત્ર વિરુદ્ધ છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સોનિયા ગાંધી સાથે પાર્ટીની સંસદીય સમિતિની બેઠક બાદ આ ટિપ્પણી કરી. મીટિંગમાં ચૌધરી ઉપરાંત રાજ્યસભામાં પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદ, લોકસભામાં ચીફ વ્હિપ કે.સુરેશ, ગૌરવ ગોગોઈ સહિત અનેક નેતાઓ હાજર હતાં. 

Delhi Fire: 'અસલ હીરો', પોતાનો જીવ જોખમમાં મૂકીને ભડભડ બળતી બિલ્ડિંગમાંથી 11 લોકોને બચાવ્યાં

નોંધનીય છે કે બુધવારે જ મોદી કેબિનેટે (Modi Cabinet) આ બિલને મંજૂરી આપી હતી. કેબિનેટ મીટિંગ બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) કહ્યું હતું કે નાગરિકતા સંશોધન બિલમાં દેશના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. જાવડેકરે કહ્યું કે, "મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જ્યારે બિલની જોગવાઈઓની જાહેરાત કરાશે તો અસમ, ઉત્તર-પૂર્વ અને સમગ્ર દેશ તેનું સ્વાગત કરશે."

આ VIDEO પણ જુઓ...

બિલ જે શરણાર્થીઓ માટે છે તેમની સંખ્યા ભારતમાં કેટલી છે. 62,000 હિન્દુ શરણાર્થીઓ શ્રીલંકાના છે. 1,00,000 તિબ્બતના છે. 36,000 મ્યાંમારના છે. લગભગ 2 લાખ બીજા દેશના શરણાર્થી છે. દેશમાં 400 પાકિસ્તાની હિન્દુ શરણાર્થી કેમ્પ છે. 110 શ્રીલંકા અને બીજા દેશના શરણાર્થી કેમ્પ છે. જ્યારે 39 તિબ્બતી શરણાર્થી કેમ્પ ચાલી રહ્યાં છે. 

જો કે કોંગ્રેસ, ડાબેરી અને અન્ય પક્ષો તેનો વિરોધ કરી રહ્યાં છે. તેમની માગણી છે કે તેમા મુસ્લિમોને પણ સામેલ કરવા જોઈએ. આ બાજુ સરકાર માને છે કે આવામાં રોહિંગ્યાઓને પણ ભારતની નાગરિકતા મળી જશે. જ્યારે તેઓ ઘૂસણખોરો છે. સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે અન્ય દેશોથી આવનારા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસીને પણ ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ વર્ગ આ દેશોમાં સદીઓથી પીડિત છે. 

દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube