પતિનો ગંભીર આરોપ, શારીરિક સંબંધ માટે 5 હજાર રૂપિયા માંગે છે પત્ની, વધુ વિગતો જાણીને હચમચી જશો

આપણે કેવા સમાજમાં જીવીએ છીએ? પતિ અને પત્નીના પવિત્ર સંબંધના જાણે લીરેલીરા ઉડતા હોય તેવા કિસ્સા સામે આવે છે. આ પણ કઈક એવો જ કિસ્સો છે. પતિએ પત્ની પર એવા એવા આરોપ લગાવ્યા છે. જાણીને હચમચી જશો. 

પતિનો ગંભીર આરોપ, શારીરિક સંબંધ માટે 5 હજાર રૂપિયા માંગે છે પત્ની, વધુ વિગતો જાણીને હચમચી જશો

પતિ અને પત્ની વચ્ચે ઝઘડાના સમાચાર તો આપણે સાંભળતા હોઈએ છીએ પરંતુ હવે એવા એવા સમાચાર સામે આવે છે કે જાણીને સ્તબ્ધ થઈ જવાય. અહીં પતિએ તેની પત્ની પર માનસિક, શારીરિક ઉત્પીડનના ખુબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. દાવો કરાઈ રહ્યો છે કે પત્નીએ શારીરિક સંબંધ બદલ રૂપિયાની માંગણી કરે છે. આ ઉપરાંત શારીરિક કષ્ટ પણ આપે છે. એટલું જ નહીં ઓફિસની મીટિંગ વખતે કેમેરા પર પત્નીની અભદ્ર હરકતોને કારણે યુવકે પોતાની નોકરી પણ ગુમાવવાનો વારો આવ્યો. 

 આ મામલો કર્ણાટકના પાટનગર બેંગ્લુરુનો છે. મીડિયા રિપોર્ટ મુજબ એક વ્યક્તિ પત્ની વિરુદ્ધ ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચ્યો. તેનો આરોપ છે કે પત્નીએ અનેકવાર તેના પ્રાઈવેટ પાર્ટ પર ઈજા પહોંચાડી છે. પત્ની ઉપરાંત તેના સાસુ-સસરા પણ રૂપિયાની સતત માંગણી કરે છે એવા આરોપ લગાવ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. 

સેક્સના બદલામાં રૂપિયા?
રિપોર્ટ્સ મુજબ પતિનો આરોપ છે કે પત્નિ સાથે સૂવા માટે પણ દરરોજ 5 હજાર રૂપિયાની માંગણી કરે છે. હાલ આ મામલે મહિલા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પતિનો આરોપ છે કે વર્ષ 2022માં લગ્ન બાદથી જ પત્નીએ તેની સાથે સંબંધ બનવવાની ના પાડી દીધી હતી અને આ પાછળનું કારણ તે બાળક ગણાવે છે. આરોપ છે કે જ્યારે પતિએ નિરોધની સાથે સેક્સની વાત કરી તો પત્નીએ રૂપિયાની માંગણી કરી હતી. 

એવા પણ ખબર છે કે જ્યારે વ્યક્તિએ ડિવોર્સ લેવાની ઈચ્છા વ્યક્ત કરી તો પત્નીએ 45 લાખની ડિમાન્ડ મૂકી દીધી. આ ઉપરાંત એવો પણ આરોપ છે કે મહિલા પતિને આત્મહત્યાની ધમકી આપીને બ્લેકમેઈલ કરે છે. 

નોકરી ગઈ
વ્યક્તિએ નોકરી જવાનું કારણ પણ પત્નીને ગણાવી દીધી. મીડિયા રિપોર્ટ્સ મુજબ પત્ની પર આરોપ છે કે પતિના વર્ક ફ્રોમ હોમ વખતે તે મીટિંગ વચ્ચે આવીને નાચતી હતી અને ઝઘડા પણ કરતી હતી. પતિની મીટિંગ વખતે તે જોર જોરથી બૂમો પાડતી હતી. આ ઘટનાઓના પગલે પીડિતે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news