પાક.-ચીન સીમા પર ભારતીય વાયુસેનાનું શક્તિપ્રદર્શન: 1100 એરક્રાફ્ટ કરશે યુદ્ધાભ્યાસ

દેશનાં સૌથી મોટા યુદ્ધાભ્યાસમાં એરફોર્સ ઉપરાંત ભારતીય સેના અને ભારતીય નૌસેના પણ જોડાશે

પાક.-ચીન સીમા પર ભારતીય વાયુસેનાનું શક્તિપ્રદર્શન: 1100 એરક્રાફ્ટ કરશે યુદ્ધાભ્યાસ

નવી દિલ્હી : યુદ્ધની તૈયારીઓને પરખવા માટે ભારતીય વાયુસેના પોતાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ કરવા જઇ રહી છે. ખાસ વાત છે કે યુદ્ધાભ્યાસ પાકિસ્તાન અને ચીન સીમા પર થશે અને તેની સાથે ભારત સમગ્ર વિશ્વ સમક્ષ પોતાનું શક્તિપ્રદર્શન પણ કરશે. ગગન શક્તિ 2018 નામથી આ અભ્યાસ 10થી 23 એપ્રીલ વચ્ચે યોજવામાં આવશે. એરફોર્સ ચીફનાં આદેશ બાદ એરફોર્ટ 48 કલાકની અંદર પોતાનો તમામ સામાન યુદ્ધ થયું હોય તે પ્રકારે જ એકત્ર કરશે અને રવાનાં કરશે. 

IAF પોતાનાં તમામ એસેટ્સ અને યુદ્ધ સાથે જોડાયેલ સામાનને હાલ યુદ્ધાભ્યાસ માટે તૈયાર કરી રહી છે. અત્રે ઉલ્લેખીય છે કે, ભારતીય વાયુસેના યુદ્ધની પરિસ્થિતીની તૈયારી માટે 1100 લડાયક, પરિવહન અને રોટરી વિંગ (હેલિકોપ્ટર) એરક્રાફ્ટનો આ યુદ્ધાભ્યાસમાં સમાવેશ કરશે. પાકિસ્તાન સાથેની પશ્ચિમી સીમા અને ઉત્તરી ક્ષેત્રમાં રહેલી સીમા પર આ અભ્યાસ દિવસ અને રાત્રે બંન્ને પરિસ્થિતીમાં કરવામાં આવશે. પહેલીવાર ભારતનું સ્વદેશી ફાઇટર લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ પણ યુદ્ધાભ્યાસમાં હિસ્સો લેશે અને પોતાની આક્રમક અને સંરક્ષણાત્મક બંન્ને ભુમિકાનું પ્રદર્શન કરશે. નૌસેનાનું મેરીટાઇમ કોમ્બેટ એરક્રાફ્ટ મિગ -29 પણ આ યુદ્ધાભ્યાસમાં જોડાશે. 

પ્રોટોકોલ હેઠળ પાકિસ્તાનને આ અંગે માહિતી આપવામાં આવી છે. આ યુદ્ધાભ્યાસ કેટલો મોટો હશે તેનો અંદાજ તેનાં પરથી જ લગાવી શકાય છે કે એરફોર્સે 300થી વધારે અધિકારીઓ અને 1500થી વધારે એરમેનને રવાનાં કરવામાં આવશે. યુદ્ધનાં સમયે ત્રણેય સેનાઓ મળીને દુશ્મનને મુંહતોડ જવાબ આવી શકે, તેનાં માટે આટલા મોટા યુદ્ધાભ્યાસમાં સેના અને નૌસેનાને પણ જોડવામાં આવશે. 

આ યુદ્ધાભ્યાસમાં ભારતની લડાકુ અને સંરક્ષણાત્મક બંન્ને પ્રકારની ક્ષમતાઓનું પ્રદર્શન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે,IAF યુદ્ધની તૈયારીઓ તમામ પ્રકારની પરિસ્થિતીઓ (રણ, ઉંચાઇ, સમુદ્રી પરિસ્થિતી)માં અને સ્પેશ્યલ ઓપરેશન્સને રિયલ ટાઇમમાં પરખશે. 

ગુજરાતથી આસામ તરફ ઉડશે જેટ
એરકોમ્બેટ ઓપરેશન દરમિયાન ગુજરાતનાં ભુજથી એરક્રાફ્ટ આસામ તરફ ઉડ્યન કરશે અને બોમ્બવર્ષા પણ કરશે. આ પ્રકારે આસામથી એરક્રાફ્ટ રાજસ્થાનનાં રણ તરફ ઉડીને બોમ્બ વર્ષા કરશે. આ સાથે જ સૈનિકોની ટુકડી અને સૈન્ય સામાનનો ઇન્ટરવેલી ટ્રાન્સફર પણ કરવામાં આવશે. આઇએએફનાં અનુસાર આ યુદ્ધાભ્યાસ 20 હજાર ફૂટની ઉંચાઇથી માંડીને ગરમ રણ અને સમુદ્રી તળ પર પણ કરવામાં આવશે. એરફોર્સની તમામ ફાયરિંગ રેન્જનો ઉપયોગ કરવામાં આવશે. વાયુસેનાનાં જેટ અલગ અલગ પ્રકારે ગ્રાઉન્ડ્સ પર ઉતરશે.

તાબડતોબ હૂમલાની કાર્યવાહી
અભ્યાસ દરમિયાન 1100 એરક્રાફ્ટ એક દિવસમાં 3-4 વખત હૂમલાની કાર્યવાહીને કરવામાં આવશે. આ પ્રકારે એક દિવસમાં કુલ આંકડો 3300થી 4400 સુધી પહોંચી જશે. આ યુદ્ધાભ્યાસનો મુખ્ય હેતુ પુરો કરી શકાય તે માટે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (HAL) અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) પોતાનાં ટેક્નિશિયન્સને બેઝ પર જ રાખશે. ડિફેન્સ એસેટ્સ ઉપરાંત આ બધાથી મોટા યુદ્ધાભ્યાસમાં રેલ્વે અને નાગરિક વિમાન ક્ષેત્રનાં મેન પાવર તથા મશીનરીનો ઉપયોગ પણ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news