IAS કે IPS? બંનેમાં કોણ સૌથી વધુ પાવરફૂલ હોય છે અને કોનો દબદબો વધુ હોય છે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એક્ઝામ (UPSC Exam) ને ભારતની સૌથી અઘરી પરીક્ષામાંની એક માનવામાં આવે છે. આ એક્ઝામને પાસ કર્યા બાદ જ આઈએએસ (IAS), આઈપીએસ (IPS), આઈઈએએસ કે આઈએફએસ અધિકારીનું સિલેક્શન થતુ હોય છે. આ તમામ અધિકારીઓનું કામ અલગ અલગ હોય છે અને તેમની ભૂમિકા પણ અલગ હોય છે. આજે અમે તમને જણાવીએ કે, આઈએએસ અને આઈપીએસમાં શુ ભેદ (Difference between IAS and IPS) હોય છે, અને બંનેમાંથી કોણ વધુ પાવરફુલ હોય છે.

IAS કે IPS? બંનેમાં કોણ સૌથી વધુ પાવરફૂલ હોય છે અને કોનો દબદબો વધુ હોય છે

ઝી મીડિયા/બ્યૂરો :યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એક્ઝામ (UPSC Exam) ને ભારતની સૌથી અઘરી પરીક્ષામાંની એક માનવામાં આવે છે. આ એક્ઝામને પાસ કર્યા બાદ જ આઈએએસ (IAS), આઈપીએસ (IPS), આઈઈએએસ કે આઈએફએસ અધિકારીનું સિલેક્શન થતુ હોય છે. આ તમામ અધિકારીઓનું કામ અલગ અલગ હોય છે અને તેમની ભૂમિકા પણ અલગ હોય છે. આજે અમે તમને જણાવીએ કે, આઈએએસ અને આઈપીએસમાં શુ ભેદ (Difference between IAS and IPS) હોય છે, અને બંનેમાંથી કોણ વધુ પાવરફુલ હોય છે.

કેવી રીતે થાય છે આઈએએસ-આઈપીએસ નું સિલેક્શન
યુપીએસસી મેઈન્સ એક્ઝામનું રિઝલ્ટ આવ્યા બાદ ઉમેદવારને એક ડિટેઈલ એપ્લિકેશન (DAF) ફોર્મ ભરવાનુ હોય છે. જેના આધાર પર પર્સનાલિટી ટેસ્ટ થાય છે. ફોર્મમાં ભરાયેલી માહિતીના આધાર પર ઈન્ટરવ્યૂ દરમિયાન સવાલો પૂછવામાં આવે છે. ઈન્ટરવ્યૂમાં મળેલા નંબરને જોડીને મેરિટ લિસ્ટ (civil services) તૈયાર કરવામાં આવે છે અને તેના આધાર પર ઓલ ઈન્ડિયા રેન્ક તૈયાર કરવામાં આવે છે. અલગ અલગ કેટેગરી ( જનરલ SC, ST, OBC, EWS) ની રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે. આ રેન્કિંગના આધાર પર આઈએએસ, આઈપીએસ કે આઈએફએસની રેન્ક આપવામાં આવે છે. ટોપની રેન્કવાળાઓને આઈએએસ મળે છે, પરંતુ અનેકવાર ટોપ રેન્ક મેળવનારાઓનું પ્રેફરન્સ  IPS કે IRS હોય છે, તો નીચેની રેન્કવાળાઓને પણ  IAS ની પોસ્ટ મળી શકે છે. તેના બાદના રેન્કવાળાઓને આઈપીએસ અને આઈએફએસની પોસ્ટ મળે છે. 

કેમ થાય છે આઈએએસ અને આઈપીએસની ટ્રેનિંગ
આઈએએસ અને આઈપીએસ માટે પસંદ કરાયેલાઓની બાદમાં ટ્રેનિંગની શરૂઆત મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ફાઉન્ડેશન કોર્સથી થાય છે. જેમાં સિવિલ સેવા માટે પસંદ કરાયેલ તમામ કેન્ડિડેટ્સને ત્રણ મહિનાની ટ્રેનિંગ આપવામા આવે છે. આ કોર્સમાં બેઝિક એડમિનિસ્ટ્રેશન સ્કીલ શીખવાડવામા આવે છે. જેને જામવી દરેક સિવિલ સેવા અધિકારી માટે બહુ જ જરૂરી હોય છે. એકેડમીની અંદર ખાસ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે. જેમાં મેન્ટલ અને ફિઝીકલ મજબૂતી માટે હિમાલય જેવી કઠોર ટ્રેનિંગ અપાય છે. 

आईपीएस अफसर सिमाला प्रसाद, शिवदीप लांडे और पूजा अवाना

આ ઉપરાતં તમામ ઓફિસરો માટે ઈન્ડિયા ડેનું આયોજન કરવામા આવે છે, જેમાં તમામે પોતપોતાના રાજ્યોની સંસ્કૃતિનું પ્રદર્શન કરવાનું હોય છે. તેમાં સિવિલ સેવા અધિકારી પહેરવેશ, લોકનૃત્ય કે પછી ખાણીપીણીના માધ્યમથી દેશની વિવિધતામાં એકતા બતાવવાની હોય છે. આ ઉપરાંત અધિકારીઓને વિલેજ વિઝિટ ટ્રેનિંગ અપાય છે. જે દરમિયાન તેઓને દેશના દૂરના ગામડાઓમાં જઈને 7 દિવસ રહેવાનુ હોય છે. તેમને ગામડાની જિંદગીની દરેક બાબતને બારીકાઈથી સમજવાની હોય છે. સિવિલ સેવા અધિકારીને ગામના લોકો સાથે અનુભવ અને તેમની સમસ્યાઓનો સામનો કરવાનો હોય છે.

3 મહિના બાદ અલગ અલગ ટ્રેનિંગ
આઈએએસ ઓફિસર અને આઈપીએસની ટ્રેનિંગમાં બહુજ અંતર હોય છે. 3 મહિનાની ફાઉન્ડેશન ટ્રેનિંગ બાદ આઈપીએસ અધિકારીઓને હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી (SVPNPA) માં મોકલવામાં આવે છે. જ્યાં તેમને પોલીસની ટ્રેનિંગ આપવામાં આવે છે. આઈપીએસના સિલેક્શન બાદ તેઓને ટફ ટ્રેનિંગમાંથી પસાર થવુ પડે છે. તેમની ટ્રેનિંગમાં ઘોડેસવારી, પરેડ, હથિયાર ચલાવવાનું સામેલ હોય છે. તો આઈએએસ ટ્રેની લાલબહાદુર શાસ્ત્રી એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) માં જ રહી જાય છે. તેના બાદ આઈએએસ અધિકારીઓની પ્રોફેશનલ ટ્રેનિંગ શરૂ થાય છે. તેમાં એડમિનિસ્ટ્રેશન તેમજ ગર્વનન્સના દરેક સેક્ટરની માહિતી આપવામાં આવે છે. 

આઈએએસ અને આઈપીએસની જવાબદારીઓ
બિઝનેસ ઈનસાઈડરની સ્ટોરી અનુસાર, આઈએએસ અધિકારીઓની જવાબદારીઓમાં એક ક્ષેત્ર-જિલ્લા વિભાગનુ પ્રશાસન સામેલ હોય છે. તેમને પોતાના સંબંધિત વિસ્તારોના વિકાસ માટે પ્રસ્તાવ બનાવવાની આવશ્યકતા હોય છે. તેમને તમામ નીતિઓ લાગુ કરવાની સાથે સાથે મહત્વના નિર્ણયો લેવા માટે કાર્યકારી શક્તિઓ આપવામા આવે છે. જ્યારે કે, આઈપીએસ અધિકારીઓને આરોપની તપાસ કરવાની હોય છે, તેના વિસ્તારમા કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવાની હોય છે, જ્યાં તેઓ તૈનાત હોય છે. એક આઈએએસ ઓફિસરનો કોઈ ડ્રેસ કોડ હોય નથી અને તેઓ ફોર્મલ ડ્રેસમાં જ રહે છે. તો આઈપીએસ અધિકારીઓ ડ્યુટી દરમિયાન વર્દી પહેરે છે. આઈએએસ અધિકારીને પોસ્ટ અનુસાર, બોડીગાર્ડ મળે છે, જ્યારે કે આઈપીએસની સાથે આખી પોલીસ ફોર્સ ચાલે છે. 

કોણ સૌથી વધુ પાવરફૂલ હોય છે
આઈએએસ અને આઈપીએસની જવાબદારીઓ અને શક્તિઓ એકદમ અલગ અલગ હોય છે. આઈએએસ અધિકારીઓને પર્સનલ અને પ્રશિક્ષણ વિભાગ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય નિયંત્રિત કરે છે. તો બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રાલય આઈપીએસ કેડરને નિયંત્રિત કરે છે. આઈએએસ અધિકારીનો પગાર આઈપીએસ અધિકારીની સરખામણીમાં વધારે હોય છે. તેની સાથે જ, એક જ ક્ષેત્રમાં માત્ર એક આઈએએસ અધિકારી જ હોય છે, જ્યારે કે એક ક્ષેત્રમાં આઈપીએસ અધિકારીઓની સંખ્યા જરૂરિયાત અનુસાર વધારે હોય છે. કુલ મળીને આઈએસ અધિકારી પદ, વેતન અને અધિકારના મામલામાં આઈપીએસ અધિકારી કરતા વધુ સક્ષમ હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news