મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ? તેને લઈને કોકડું ગૂંચવાયું છે. સૌથી મોટી પાર્ટી બનેલી બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે કે પછી હાલના મુખ્યમંત્રી અને જેમના નેતૃત્વ હેઠળ મહાયુતિએ ચૂંટણી લડી તે એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બનશે. મહાયુતિમાં સૌથી વધુ સીટો ભાજપને મળી છે. ભાજપને 132, શિવસેનાને 54 અને અજીત પવારની એનસીપીને 41 સીટો પર જીત મળી છે. આ બધા વચ્ચે શિવસેનાના તમામ વિધાયકોએ એકમતે એકનાથ શિંદેને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા છે. વિધાયક દળના નેતા તરીકે પસંદ કરાયા બાદ એકનાથ શિંદેએ તમામ વિધાયકોનો આભાર માન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફડણવીસ, શિંદે અને પવારને દિલ્હીથી તેડુ
આ બધા વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર દિલ્હી આવી રહ્યા છે. એવું કહેવાય છે કે ત્રણેય નેતાઓ સાથે આજે સાંજે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વ સાથે બેઠક થશે. એકનાથ શિંદે આજ સાંજ સુધીમાં પહોંચશે જ્યારે શ્રીકાંત શિંદે દિલ્હી પહોંચી ગયા છે. આ બધા વચ્ચે એવા પણ સમાચાર છે કે નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં 3-4 દિવસ લાગી શકે છે. 


ફડણવીસ સીએમ બને તો શિંદે માટે શું?
જો દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રની કમાન સોંપવામાં આવે તો એકનાથ શિંદે માટે  ભાજપ પાસે પ્લાન બી પણ છે. એવું કહેવાય છે કે એકનાથ શિંદે કોઈ પણ ભોગે સીએમમાંથી ડેપ્યુટી સીએમનું ડિમોશન સ્વીકારશે નહીં કે ન તો તેઓ ફડણવીસ કેબિનેટમાં રહેવાનું પસંદ કરશે. આવામાં જો ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બને તો શિવસેના ચીફ એકનાથ શિંદે દિલ્હી જઈ શકે. 


ભાજપ એકનાથ શિંદેને દિલ્હી આવવાનું આમંત્રણ આપી શકે છે અને એકનાથ શિંદે નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થઈ શકે છે. આ વાતની બહુ ઓછી સંભાવના છે કે એકનાથ શિંદે 2019વાળી કહાની રિપિટ કરે કે જ્યારે મુખ્યમંત્રી પદના કારણે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે ગઠબંધન તોડીને કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવી લીધી હતી. તેમણે ઉદ્ધવના હાલ જોયા છે. આવામાં તેમની પાસે દિલ્હી આવવાનો એક સારો વિકલ્પ છે.


ફરીથી એ જ ફોર્મ્યૂલા!
સૂત્રોના જણાવ્યાં મુજબ હાઈ કમાન સાથે બેઠક માટે દેવેન્દ્ર ફડણવીસ મુંબઈ આવી રહ્યા છે. દિલ્હીમાં તેમની ભાજપના મોટા નેતાઓ સાથે બેઠક થશે. જ્યારે એવી પણ જાણકારી મળી રહી છે કે મહારાષ્ટ્રમાં એક મુખ્યમંત્રી અને બે ડેપ્યુટી સીએમનો જૂનો ફોર્મ્યૂલા લાગૂ રહેશે. જો કે મુખ્યમંત્રી કોણ હશે અને ડેપ્યુટી સીએમ કોણ હશે, તેના પર કોકડું ગૂંચવાયેલું છે. ત્રણેય પદો માટે નામ દિલ્હીથી જ નક્કી થશે.