ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો કયો દેશ કોને આપશે સમર્થન? અહીં જાણો એક એક દેશનું નામ
Pahalgam Attack: પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઘણું ટેન્શન શરૂ થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે ભારત આ વખતે મૂંહતોડ જવાબ આપી શકે છે.
Trending Photos
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે, જેમાં ભારતના 26 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમવવાની નોબત આવી છે. આ હુમલાથી સમગ્ર દેશ અને ભારત સરકાર નારાજ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હુમલા માટે જવાબદાર લોકોને બક્ષવામાં આવશે નહીં. તે દરમિયાન સરકારે પાકિસ્તાની દૂતાવાસ અને સિંધુ જળ સંધિ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. તેમજ હવે પાકિસ્તાનના કોઈપણ નાગરિકને ભારતમાં પ્રવેશ નહીં મળે. બીજી તરફ આ નિર્ણય બાદ પાકિસ્તાન તરફથી પણ અનેક ઉશ્કેરણીજનક નિવેદનો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે જો ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન ફરી લડશે અથવા યુદ્ધ થશે તો વિશ્વના કયા દેશો કોના પડખે ઉભા રહેશે?
આ હશે સૌથી મોટો ખતરો
જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાય છે તો ભારતને બે મોરચે લડવું પડી શકે છે, કારણ કે ચીને સતત પાકિસ્તાન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. જો આવું થાય છે તો ભારત માટે ખૂબ જ મુશ્કેલ સ્થિતિ બની શકે છે. જો કે, ચીન તમામ બાબતોને ધ્યાનમાં લીધા બાદ અને યુદ્ધના અંતે આ નિર્ણય લેશે, કારણ કે હવે ભારત એક મોટી મહાશક્તિ બની ગયું છે અને 1962 પછી સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.
જો તમે ઈતિહાસ પર નજર કરો તો ચીને પાકિસ્તાન માટે ભારત સાથે યુદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય માન્યું નથી. 1965 અને 1971ના યુદ્ધમાં બધાને ડર હતો કે ચીન બીજી બાજુથી હુમલો કરી શકે છે, પરંતુ એવું થયું નહીં. ચીને પોતાને આ બંને યુદ્ધોથી દૂર રાખ્યા અને સીધા તેમાં સામેલ ન થયા. જો કે ત્યારપછી ચીન અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા ગાઢ બની છે અને હવે સ્થિતિ અલગ હોઈ શકે છે.
ભારતને કયા દેશોનો મળશે સાથ?
હાલમાં ભારતે વિશ્વમાં એક મજબૂત દેશ તરીકે પોતાની છાપને સ્થાપિત કરી છે. મોટા ભાગના મોટા દેશો સાથે ભારતના ખૂબ સારા સંબંધો છે. આમાં સૌથી મોટો દેશ અમેરિકા છે, જેને વિશ્વની સૌથી મોટી મહાશક્તિ કહેવામાં આવે છે, જેની સાથે ભારતના ઘણા સારા રિલેશન છે. બંને દેશો એકબીજા સાથે વિવિધ પ્રકારના વેપાર કરી રહ્યા છે અને રોકાણ પણ ઘણું વધી રહ્યું છે.
પાકિસ્તાને પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકા સાથે પોતાના સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આતંકવાદ અને અન્ય બાબતોને કારણે અમેરિકા પાકિસ્તાનને વધારે મહત્વ આપતું નથી. એ યાદ રાખવું જરૂરી છે કે અમેરિકાનો સૌથી મોટો દુશ્મન ઓસામા બિન લાદેન પણ ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં છુપાયેલો હતો.
રશિયા અને ઈઝરાયલનો પણ મળશે સાથ?
અમેરિકા પછી ભારતને વિશ્વની બીજી સૌથી મોટી શક્તિ રશિયાનું સમર્થન પણ મળી શકે છે. છેલ્લા ઘણા સમયથી રશિયા અને ભારત વચ્ચેના સંબંધો ઘણા મધુર રહ્યા છે, ભારતે રશિયા પાસેથી ઘણા મોટા હથિયારો ખરીદ્યા છે અને ભવિષ્યમાં પણ આવા સોદા ચાલુ રહેશે. પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન રશિયાએ ખુલ્લેઆમ ભારતને સમર્થન આપ્યું હતું અને અમેરિકાના નૌસેના બેડાને પરત મોકલવાની ફરજ પડી હતી.
ઈઝરાયેલ અને ભારતના સંબંધો પણ છેલ્લા ઘણા સમયથી મજબૂત છે, કારગિલ યુદ્ધ દરમિયાન ઈઝરાયેલે ભારતની ઘણી મદદ કરી હતી. આ દરમિયાન ઇઝરાયેલ દ્વારા નાઇટ વિઝન કેમેરા, ડ્રોન અને અન્ય ટેકનિકલ વસ્તુઓ આપવામાં આવી હતી.
એકલું પડી શકે છે પાકિસ્તાન
એકંદરે, આવી સ્થિતિમાં ચીન સિવાય અન્ય કોઈ મોટો દેશ ભારત માટે ખતરો બનીને ઊભરતો જણાતો નથી. જો પાકિસ્તાન ભારત સાથે બાથ ભીડશે તો તેની પાસે માત્ર ચીન પર ભરોસો રહેશે. પાકિસ્તાન મુસ્લિમ દેશો પાસે પણ મદદ માંગી શકે છે, પરંતુ કોઈ પણ ઈસ્લામિક દેશ ભારત વિરુદ્ધ યુદ્ધ જેવી સ્થિતિ સર્જે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. બીજી તરફ જો ચીન ભારતને સાથ નહીં આપે તો યુદ્ધમાં પાકિસ્તાનના બલૂચિસ્તાનથી લઈને પીઓકે સુધી બધું જ ભારતના નિયંત્રણમાં આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે