Heavy Rain : આજથી 3 દિવસ ભારે ! તૂટી પડશે ધોધમાર વરસાદ...હવામાન વિભાગે કરી મોટી આગાહી
Heavy Rain : દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આ લેખમાં જાણીશું કે કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Trending Photos
Heavy Rain : દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાન બદલાયું છે અને આગામી થોડા દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચેતવણી આપી છે કે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ, ભારે પવન અને વાવાઝોડા સાથે તોફાની હવામાનનો ખતરો તોળાઈ રહ્યો છે. પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશથી લઈને આસામ અને ઝારખંડ સુધીના ઘણા વિસ્તારોમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે.
ઉત્તર ભારતમાં ભારે પવન અને વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણા-ચંદીગઢ સહિત ઘણા ઉત્તરપશ્ચિમ રાજ્યોમાં 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાવાઝોડું જોવા મળ્યું. દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ પવનની ગતિ 30-60 કિમી પ્રતિ કલાક રહી. અનેક વિસ્તારોમાં કરા પડવાના અને વીજળી પડવાના બનાવો પણ નોંધાયા હતા, જેના કારણે પાક અને મિલકતને નુકસાન થયું હતું.
ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ, ત્રિપુરામાં વિનાશ
અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સતત ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્રિપુરામાં તોફાન અને વરસાદને કારણે 1,800 થી વધુ ઘરોને નુકસાન થયું છે અને લગભગ એક હજાર લોકો બેઘર થયા છે. અગરતલા હવામાન કેન્દ્રે આગામી ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. પશ્ચિમ ત્રિપુરાના મોહનપુર સબ-ડિવિઝનમાં, જે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે, રાહત શિબિરો ખોલવામાં આવી છે.
ઘણી ચક્રવાતી સિસ્ટમો સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પર ચક્રવાતી સિસ્ટમો સક્રિય છે, જેના કારણે આગામી કેટલાક દિવસો સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ચાલુ રહી શકે છે.
- 13 મે : પંજાબ, હરિયાણા, દિલ્હી, પૂર્વ રાજસ્થાનમાં વરસાદ
- 14 મે : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે પવન ફૂંકાશે
- 16-17 મે : હિમાચલ પ્રદેશમાં મધ્યમ વરસાદ
ચોમાસાએ ગતિ પકડી
દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે. નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્ર પર તેની પ્રવૃત્તિને કારણે ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયા છે જે આગામી 24 કલાક દરમિયાન વધુ તીવ્ર બનવાની સંભાવના છે.
આગામી થોડા દિવસો કેવા રહેશે ?
છત્તીસગઢમાં 12-13 મેના રોજ ભારે વરસાદ અને 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો 14થી 16 મેના રોજ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં જોરદાર પવન ફૂંકાશે. સિક્કિમ, ઝારખંડ, ઓડિશામાં 13થી 16 મે દરમિયાન વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે