ડ્રાઈવરને સલામ, એક માસની બાળકીને બચાવવા માત્ર 7 કલાકમાં 500 કિમીનું અંતર કાપ્યું

કેરળમાં એક માસની બાળકીનો જીવ બચાવવા માટે ટેક્સી ડ્રાઈવરે 500 કિલોમીટરનું અંતર માત્ર 7 કલાકમાં કાપી નાખ્યું. આ રસ્તો કેરળના કન્નુર અને તિરુવનંતપુરમ વચ્ચેનો હતો.

ડ્રાઈવરને સલામ, એક માસની બાળકીને બચાવવા માત્ર 7 કલાકમાં 500 કિમીનું અંતર કાપ્યું

નવી દિલ્હી: કેરળમાં એક માસની બાળકીનો જીવ બચાવવા માટે ટેક્સી ડ્રાઈવરે 500 કિલોમીટરનું અંતર માત્ર 7 કલાકમાં કાપી નાખ્યું. આ રસ્તો કેરળના કન્નુર અને તિરુવનંતપુરમ વચ્ચેનો હતો અને સામાન્ય રીતે આ અંતર કાપવા માટે 13 કલાકનો સમય લાગે છે. અહીં સવાલ બાળકીનો જીવ બચાવવા માટેનો હતો આથી ટેક્સી ડ્રાઈવરની સાથે સાથે અનેક સામાજિક કાર્યકર્તાઓ અને પોલીસનું પણ તેમાં મહત્વનું યોગદાન રહ્યું. સમગ્ર રસ્તે પોલીસ અને સામાજિક કાર્યકર્તાઓએ રસ્તો ક્લિયર કરવાનું કામ કર્યું અને યોગ્ય સમયે બાળકીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી. 

બનાવની વિગત એવી છે કે કેરળના કુન્નુરમાં 31 માસની બાળકી ફાતિમા હ્રદયની બિમારીથી પીડાતી હતી. બાળકીની કુન્નુરના પરિયારામ મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ બાળકીને હાર્ટ સર્જરી માટે તિરુવનંતપુરમના શ્રી ચિત્રા તિરુનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી રેફર કરવામાં આવી. કુન્નુરથી તિરુવનંતપુરમનો રસ્તો 500 કિલોમીટરનો છે અને તે અંતર કાપવા માટે 13 કલાક જેટલો સમય લાગે છે. પરંતુ ડોક્ટરોએ કહ્યું  હતું કે બાળકીને ગમેતેમ કરીને કોઈ પણ  સંજોગોમાં 8-9 કલાકમાં હોસ્પિટલ પહોંચાડવી જરૂરી છે. 

હવે બધો મદાર એમ્બ્યુલન્સ ડ્રાઈવર પર હતો. ડ્રાઇવરને પહેલા તો આ કામ અસંભવ લાગ્યું પરંતુ ત્યાર બાદ જ્યારે ડોક્ટરોએ જણાવ્યું કે આ કામમાં તેને રસ્તો ક્લિયર કરવામાં પોલીસ અને સામાજિક કાર્યકર્તાઓ પણ મદદ કરશે તો ડ્રાઈવરની હિંમત વધી અને તેણે આ પડકારને સ્વીકારી લીધો. 

બુધવાર 15 નવેમ્બરની રાતે 8.30 વાગ્યે તમીમ એમ્બ્યુલન્સમાં બાળકીને લઈને કુન્નુરથી નીકળ્યો. સમગ્ર રસ્તે ગ્રીન કૉરિડૉર બનાવવામાં આવ્યો. આ દરમિયાન સમગ્ર રસ્તે આવનારા દરેક જિલ્લામાં સામાજિક કાર્યકર્તાઓ અને પોલીસના જવાનો રસ્તો ક્લિયર કરતા રહ્યાં. એમ્બ્યુલન્સ આખા રસ્તે ક્યાય રોકાઈ નહીં. તમીમે જણાવ્યું કે તેઓ ફક્ત કોઝીકોડમાં ફ્યુલ ફરાવવા માટે જ રોકાયા હતાં. તમીમે મીડિયાને જણાવ્યું કે તેના જીવનની આ સૌથી પડકારવાળી ડ્રાઈવિંગ હતી. સવારે લગભગ 3.23 વાગ્યે તેઓ તિરુવનંતપુરમ પહોંચી ગયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news