ગુજરાતમાં આપનો રકાસ : તમામ ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનાં સટીક દાવે તમામ પાર્ટીઓને ચિત્ત કરી દીધી હતી

ગુજરાતમાં આપનો રકાસ : તમામ ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત

નવી દિલ્હી : ગુજરાત વિધાનસભા ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનાં સટીક દાવે તમામ પાર્ટીઓને ચિત્ત કરી દીધી હતી. વડાપ્રધાનનાં ગૃહરાજ્ય ગુજરાતમાં ભાજપ 99 સીટો જીતીને સતત છઠ્ઠીવાર સરકાર બનાવવા જઇ રહ્યું છે. ગુજરાતમાં સતત છઠ્ઠીવાસ સત્તામાં આવેલ ભાજપની 182 સભ્યોની વિધાનસભામાં 99 સીટો જીતી તો વિપક્ષી કોંગ્રેસે 77 જીતી છે. રાકાંપાને એક અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીને 2 સીટો મળી છે.

ગુજરાત ચૂંટણી સૌથી વધારે આધાતજનક આમ આદમી પાર્ટી માટે રહી હતી. આપ દ્વારા કુલ 33 સીટો પર પોતાનાં ઉમેદવારો ઉભા રખાયા હતા. જો કે તેમનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો નહોતો. એટલે સુધી કે પાર્ટીનાં તમામ 33 ઉમેદવારોનાં જામીન પણ જપ્ત થયા હતા. રાજ્યમાં વર્ષ 2012માં ભાજપને 115 અને કોંગ્રેસને 61 સીટો પ્રાપ્ત થઇ હતી. આપે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી લડવાનાં બદલે કેટલાક મજબુત ઉમેદવારોને ઉતારવાની રણનીતિ બનાવી હતી. અહીં સામાજીક અને અન્ય ચુંટણી સમીકરણોનાં કારણે આપનો સંગઠનાત્મક ઢાંચો મજબુત હતો.

જે માટે 33 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. સુત્રો અનુસાર આપનાં ઉચ્ચ નેતૃત્વએ પાર્ટીનાં કેન્દ્રીય એકમનાં નેતા કુમાર વિશ્વાસ સહિત કેટલાક અન્ય અસંતુષ્ટ નેતાઓની નારાજગીથી બચવા માટે ગુજરાતમાં સ્ટાર પ્રચારકોનાં ઉપયોગનાં બદલે જનસંપર્ક અભિયાન ચલાવવાને વધારે મહત્વ આપ્યું હતું. દિલ્હીમાં મંત્રી અને ગુજરાત ચૂંટણીની જવાબદારી જેમને સોંપાઇ તેવા ગોપાલ રાયે અગાઉ કહ્યું હતું કે, અમે ભાજપ મુક્ત ગુજરાતનાં સંકલ્પ સાથે આવીયા છીએ. અમે અગાઉ પણ કહ્યું હતું કે અમે માત્ર ગણત્રીની સીટો પર જ ચૂંટણીલડીશું. જ્યાં પણ સત્તાપક્ષ નબળો હશે ત્યાં અમારો ઉમેદવારો ઉતારીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news