લાલૂ પરિવાર વિરૂદ્ધ ઇન્કમ ટેક્સની મોટી કાર્યવાહી, તેજસ્વી યાદવની કરોડોની સંપત્તિ જપ્ત

આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધતી જતી જાય છે. ઇન્કમ ટેક્સ વિભાગે બેનામી સંપત્તિ એક્ટ હેઠળ કાર્યવાહી કરતાં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને લાલૂના નાના પુત્ર તેજસ્વી યાદવની જમીનને જપ્ત કરી લીધી છે. પટના એરપોર્ટ નજીક આવેલ મકાન પર વિભાગે જપ્તી નોટિસ ચોંટાડી દીધી છે. લગભગ 7105 વર્ગ ફૂટમાં ફેલાયેલ તેજસ્વીની આ સંપત્તિને ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જપ્ત કરી લીધી છે. તેની કિંમત કરોડોની ગણવામાં આવ્યું છે.

Updated By: Apr 27, 2018, 11:02 AM IST
લાલૂ પરિવાર વિરૂદ્ધ ઇન્કમ ટેક્સની મોટી કાર્યવાહી, તેજસ્વી યાદવની કરોડોની સંપત્તિ જપ્ત
ફાઇલ તસવીર

પટના: આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધતી જતી જાય છે. ઇન્કમ ટેક્સ વિભાગે બેનામી સંપત્તિ એક્ટ હેઠળ કાર્યવાહી કરતાં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને લાલૂના નાના પુત્ર તેજસ્વી યાદવની જમીનને જપ્ત કરી લીધી છે. પટના એરપોર્ટ નજીક આવેલ મકાન પર વિભાગે જપ્તી નોટિસ ચોંટાડી દીધી છે. લગભગ 7105 વર્ગ ફૂટમાં ફેલાયેલ તેજસ્વીની આ સંપત્તિને ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જપ્ત કરી લીધી છે. તેની કિંમત કરોડોની ગણવામાં આવ્યું છે.

ચારા કૌભાંડ: દુમકા કોષાગાર મામલે લાલૂને 14 વર્ષ જેલની સજા, 60 લાખનો દંડ

એમ્સમાં ચાલી રહી છે લાલૂ પ્રસાદની સારવાર 
ચારા ગોટાળા સાથે જોડાયેલ કેસમાંથી દુમકા ટ્રેઝરીના ચોથા કેસમાં લાલૂ યાદવને 14 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. ચારા કૌભાંડમાં સંકળાયેલા આરજેડી પ્રમુખને મળેલી અત્યાર સુધીની સૌથી મોટી સજા છે. આ પહેલાં તેમને આ વર્ષે 24 જાન્યુઆરીના રોજ કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી હતી. લાલૂ યાદવ પર 60 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. લાલૂ બિરસા મુંડા જેલમાં પોતાની સજા કાપી રહ્યાં છે.

મનીલોડ્રિંગ કેસમાં મીસા ભારતી અને તેમના પતિને રાહત, CBI કોર્ટમાંથી મળ્યા જામીન

ચારા ગોટાળામાં પહેલીવાર 1996માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે સમયે કેસમાં લાલૂ યાદવ સહિત 49 આરોપી હતા. કેસ દરમિયાન 14 લોકોના મોત નિપજ્યા છે. પટના હાઇકોર્ટ દ્વારા કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી. વર્ષ 2013માં લાલૂ યાદવને સૌથી પહેલાં ચાઇબાસા ટ્રેજરીમાંથી અવૈધ રીતે 37.7 કરોડ રૂપિયા કાઢવાના આરોપી ગણવામાં આવ્યા હતા. કોર્ટે તેમને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. 

24 જાન્યુઆરી 2018: ચાઇબાસા કોષાગાર કેસ
24 જાન્યુઆરી 2018ને લાલૂ પ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્ર સહિત 50 આરોપીઓને સીબીઆઇની વિશેષ કોર્ટે ચારા કૌભાંડના ચાઇબાસા ટ્રેજરીમાંથી 35 કરોડ, 62 લાખ રૂપિયા ચાઉં કરવાના મામલે દોષી ગણવામાં આવ્યા. કોર્ટે પાંચ વર્ષની અજા સાથે જ લાલૂ પર 10 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો.