નવી દિલ્હી: દેશ આઝાદીના 74 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. 15 ઓગસ્ટે દેશ તેની આઝાદીની ઉજવણી કરશે. આ 74 વર્ષમાં ભારતમાં ઘણું બદલાયું છે. ઘણું બદલાવાનું બાકી છે. પરંતુ સૌથી મોટો ફેરફાર જમ્મુ-કાશ્મીરમાં થયો છે. 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરને કલમ 370 થી આઝાદી મળી. આ ફેરફારને બે વર્ષ વીતી ગયા છે. તો આજે સ્વતંત્રતા દિવસના બે દિવસ પહેલા અમે તમને જણાવી દઈએ કે કાશ્મીરના લોકોએ આ 2 વર્ષમાં તે લોકોને કરારો જવાબ આપ્યો છે જેઓ કહેતા હતા કે, જો 370 હટાવી તો કાશ્મીરમાં તિરંગો પકડનાર કોઈ નહીં હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીર પરિવર્તનની નિશાની
રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવનાથી રંગાયેલા બાળકો કાશ્મીરના પરિવર્તનની નિશાની છે અને આ સંકેતોને સમજવા માટે ZEE NEWS ની ટીમ કાશ્મીરના પહેલગામના છેલ્લા ખૂણામાં આવેલી દેહવાતુ પહેલગામ શાળામાં પહોંચી.


આ પણ વાંચો:- નાગ પંચમી પર આજે ભૂલથી પણ ના કરો આ કામ, નહીંતર આવી શકે છે આપત્તિ


કોરોના કાળમાં શરૂ થઈ આ 'શાળા'
અહીં પર્વતો છે અને પર્વતોની ઉપર જંગલ છે અને જંગલની વચ્ચે આ શાળા છે. ZEE News ની ત્યાં પહોંચી તે જાણવા માટે કે આઝાદી બાદનો સમય અને છેલ્લા 2 વર્ષમાં જ્યારથી કલમ 370 હટાવી છે આટલા દિવસોમાં શું બદલાયું છે. પહેલા શું ફર્ક હતો અને હવે શું ફર્ક છે. પહેલાના કાશ્મીર અને અત્યારના કાશ્મીરમાં શું અંતર છે.


આ પણ વાંચો:- ઇંગ્લેન્ડ પ્રવાસ સાથે પુજારાની કારકિર્દીનો The END? રિટાયરમેન્ટ લેવા ઉઠી માંગ


કોરોના કાળમાં જ્યારે તમામ શાળાઓ બંધ હતા. દરેક જગ્યાએ ઓનલાઇન ક્લાસ ચાલી રહ્યા હતા તે દરમિયાન અહીં કોમ્યુનિટી શાળાની શરૂઆત થઈ હતી. આફતને અહીંના લોકોએ તકમાં ફેરવી દીધી. તે કર્યું જેની આશા કોઈને ન હતી. અહીંના લોકોએ જાતે પરિવર્તનની કહાની લખવાની શરૂ કરી છે.


આ પણ વાંચો:- આ જાતિ અંગે પાકિસ્તાની PM ઇમરાન ખાને આપ્યું આવું ઘૃણાસ્પદ નિવેદન, થયો હંગામો


આશાનું કિરણ
જો કે, અહીં હજુ પણ કેટલીક સમસ્યાઓ છે. જેને દૂર કરવું ખૂબ જ જરૂરી છે. પરંતુ છેલ્લા 2 વર્ષમાં પરિવર્તન પણ દેખાય છે. આ ફેરફાર માત્ર કાગળ પર ફેરફાર નથી, તે આશાનું કિરણ છે. તે કાશ્મીર માટે જે અત્યાર સુધી આતંક સામે લડી રહ્યું છે. આ આશાનું કિરણ તે યુવાઓ માટે છે જે આવતીકાલે દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. આ આશાનું કિરણ તે દીકરીઓ માટે છે જે આવતીકાલ ઓલિમ્પિકમાં ભારતની મશાલ પકડવાની છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube