Operation Sindoor: દેશના 32 એરપોર્ટ બંધ, 15 મે સુધી નહીં ઉડે ફ્લાઇટ, સરકારનો મોટો નિર્ણય

INDIA-PAKISTAN NEWS: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ભારત સરકારે 9થી 15 મે 2025 સુધી 32 એરપોર્ટ પર નાગરિક ઉડાનો અસ્થાયી રૂપે બંધ કરી છે. જાણો કયા-કયા એરપોર્ટ પ્રભાવિત છે.

 Operation Sindoor: દેશના 32 એરપોર્ટ બંધ, 15 મે સુધી નહીં ઉડે ફ્લાઇટ, સરકારનો મોટો નિર્ણય

Operation Sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સૈન્ય તણાવને કારણે ભારત સરકારે મોટો નિર્ણય લેતા ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા જારી કરાયેલ નોટિસ ટુ એરમેન (NOTAM) હેઠળ લેવામાં આવ્યો છે.

Operation Sindoor Live

 

ડીજીસીએના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટ પરથી તમામ પ્રકારની નાગરિક ઉડાન સેવાઓ 9 મે થી 14 મે, 2025 સુધી (ભારતીય સમય મુજબ 15 મે સવારે 5:29 વાગ્યા સુધી) અસ્થાયી રૂપે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન, કોઈપણ નાગરિક વિમાન જમીનની સપાટીથી અમર્યાદિત ઊંચાઈ સુધી ઉડી શકશે નહીં. આ પ્રતિબંધો ફક્ત સુરક્ષા અને સંચાલનના કારણોસર લાદવામાં આવ્યા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પુષ્ટિ આપી
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે આ નિર્ણય કોઈપણ સંભવિત હવાઈ ખતરા, ખાસ કરીને ડ્રોન હુમલાઓ સામે રક્ષણ આપવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. પાકિસ્તાનની સરહદ અને નિયંત્રણ રેખા (LoC) પર 26 સ્થળોએ શંકાસ્પદ ડ્રોન પ્રવૃત્તિ જોવા મળી છે, જેમાંથી કેટલાક સ્થળોએ દારૂગોળો હોવાની શંકા છે. આ ડ્રોનનો સંભવિત હેતુ ભારતના લશ્કરી થાણાઓ અથવા વ્યૂહાત્મક નાગરિક સ્થળોને નુકસાન પહોંચાડવાનો હોઈ શકે છે.

કયા એરપોર્ટ રહેશે બંધ
પ્રભાવિત એરપોર્ટમાં સામેલ છે- અમૃતસર, શ્રીનગર, જમ્મુ, અવંતીપુરા, હિંડન, અંબાલા, ચંદીગઢ, પઠાણકોટ, જોધપુર, જૈસલમેર, ભુજ, બીકાનેર, લેહ, શિમલા, કુલ્લૂ, રાજકોટ, જામનગર, પોરબંદર, ભુજ સહિત ગુજરાતના એરપોર્ટ પણ સામેલ છે. સાથે દિલ્હી અને મુંબઈ  FIR (Flight Information Region) માં આવનાર 25 મુખ્ય એર ટ્રાફિક સર્વિસ રૂટ્સને બંધ કરી દેવામાં આવ્યા છે. તેનો ઉદ્દેશ્ય તે નક્કી કરવાનો છે કે કોઈપણ સૈન્ય કે ઈમરજન્સી પરિસ્થિતિમાં હવાઈ માર્ગ સંપૂર્ણ રીતે સેનાના નિયંત્રણમાં રહે અને નાગરિક ઉડાનોને તેનાથી કોઈ ખતરો ન હોય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news