ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક BECA સહિત 5 કરાર પર થયા હસ્તાક્ષર

ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક Basic Exchange and Cooperation Agreement (BECA) કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. આજે બંને દેશો વચ્ચે 2+2 સંવાદ થયો. જેમાં બંને દેશના રક્ષામંત્રીઓ અને વિદેશમંત્રીઓ મળ્યા. 

ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક BECA સહિત 5 કરાર પર થયા હસ્તાક્ષર

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક Basic Exchange and Cooperation Agreement (BECA) કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. આજે બંને દેશો વચ્ચે 2+2 સંવાદ થયો જેમાં સૈન્ય કરાર BECA સહિત 5 મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. રક્ષામંત્રી રાજનાથ સિંહે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી. બેઠકમાં બંને દેશના રક્ષામંત્રીઓ અને વિદેશમંત્રીઓ મળ્યા હતા. અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિઓ, રક્ષામંત્રી માર્ક એસ્પર, આજે હૈદરાબાદ હાઉસમાં બેઠક માટે પહોંચ્યા હતા. 

— ANI (@ANI) October 27, 2020

ભારત અને અમેરિકા વચ્ચે સૈન્ય કરાર
ભારત અને અમેરિકા વચ્ચે BECA કરાર પર હસ્તાક્ષર થયા. રક્ષા મંત્રાલયના અધિક સચિવ જીવેશ નંદને ભારત તરફથી કરાર પર હસ્તાક્ષર કર્યા. રક્ષામંત્રી રાજનાથ સિંહે અમેરિકા સાથે BECA પર હસ્તાક્ષરને એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણાવી અને કહ્યું કે તેનાથી સૂચના શેરિંગમાં નવા રસ્તા ખુલશે. ભારત યુએસ સાથે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ઉત્સુક છે. 

ભારત અને અમેરિકા વચ્ચે 2 પ્લસ 2 બેઠક ખુબ મહત્વની છે. જ્યાં બંને દેશો વચ્ચે રક્ષા અને વિદેશમંત્રીઓએ પરસ્પર અનેક વિષયો પર મનોમંથન કર્યું. બંને દેશો વચ્ચે BECA પર સહમતિ બની છે. ત્યારબાદ હવે  બંને દેશો પરસ્પર મિલેટ્રી જાણકારીઓ શેર કરી શકશે. સેટેલાઈટ અને અન્ય મહત્વના આઈટપુટ્સ કોઈ પણ રોકટોક વગર બંને દેશ એકબીજાને આપી શકશે. 

— ANI (@ANI) October 27, 2020

શું છે આ BECA કરાર? 
ટુ પ્લસ ટુ વાર્તામાં બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ (BECA) કરાર થવા જઈ રહ્યો છે. જેનાથી ચીન અને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે. આ સમજૂતિથી અમેરિકી સેટેલાઈટો દ્વારા ભેગી કરાયેલી જાણકારી ભારત સાથે શેર કરી શકાશે. આ સાથે જ અમેરિકાના સંવેદનશીલ સંચાર ડેટા સુધી ભારતની પહોંચ થશે. તેનાથી ભારતીય મિસાઈલોની ક્ષમતા સટીક અને ખુબ જ કારગર નીવડશે. આ સમજૂતિ બંને દોશોના સશસ્ત્ર દળો વચ્ચે વિસ્તારિત ભૂ-સ્થાનિક જાણકારી શેર કરવાની મંજૂરી આપશે. 

भारत-अमेरिका के बीच 2+2 वार्ता जारी, रक्षा और विदेश मंत्रियों के बीच चल रही है बात

ડોભાલને મળ્યા અમેરિકી મહેમાનો
આ બેઠક ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ અમેરિકી વિદેશમંત્રી અને રક્ષામંત્રી સાથે મુલાકાત કરી અને અનેક મુદ્દે મંથન કર્યું. 

વોર મેમોરિયલ જઈ આપી શહીદોને શ્રદ્ધાંજલિ
વાતચીત શરૂ થતા પહેલા અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ દિલ્હી સ્થિત વોર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે અમેરિકાના રક્ષામંત્રી માર્ક એસ્પર પણ હાજર રહ્યા હતાં. 

સોમવારે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ જયશંકરે પોત પોતાના સમકક્ષો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. આ સાથે અમેરિકી મહેમાનો માટે ખાસ ડિનરનું આયોજન કરાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news