ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકીને ચીનને આપ્યા આ 5 કડક સંદેશ

લદાખ (Ladakh) માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે આજે લેફ્ટેનન્ટ જનરલ સ્તરની વધુ એક બેઠક યોજાશે. આ બેઠકની બરાબર પહેલા ભારત સરકારે ઐતિહાસિક પગલું ભરતા ટિકટોક, યુસી બ્રાઉસર, સહિત ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. ચીન સાથેના સરહદ વિવાદના લગભગ બે મહિના બાદ ભારતે આ પગલું ભર્યું છે. સરકારે ચીનની મોબાઈલ એપ્સને દેશની બહારની અને આંતરિક સુરક્ષા સામે મોટું જોખમ ગણાવીને આ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. 

ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકીને ચીનને આપ્યા આ 5 કડક સંદેશ

નવી દિલ્હી: લદાખ (Ladakh) માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે આજે લેફ્ટેનન્ટ જનરલ સ્તરની વધુ એક બેઠક યોજાશે. આ બેઠકની બરાબર પહેલા ભારત સરકારે ઐતિહાસિક પગલું ભરતા ટિકટોક, યુસી બ્રાઉસર, સહિત ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. ચીન સાથેના સરહદ વિવાદના લગભગ બે મહિના બાદ ભારતે આ પગલું ભર્યું છે. સરકારે ચીનની મોબાઈલ એપ્સને દેશની બહારની અને આંતરિક સુરક્ષા સામે મોટું જોખમ ગણાવીને આ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. 

ભારત સરકારે ચીન (China) ની જે એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં Tik tok, Cam scaner, Share It, Helo, Vigo Video, UC Browser, Club Factory, Mi Video Call-Xiaomi (शाओमी), Viva Video, WeChat और UC News જેવી મશહૂર એપ્સ સામેલ છે. આ એપ્સ બ્લોક કરવાનો અર્થ એ છે કે હવે ભારતીય યૂઝર્સ આ એપ્સનો ઉપયોગ નહીં કરી શકે. 

ચીનની 59 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો હેતુ ફક્ત ચીનની નાપાક હરકતને જવાબ આપવાનો નથી. પણ તેની પાછળ એક મોટું કારણ પણ છે. ભારત સરકારના ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રાલયના અધિકૃત નિવેદન મુજબ તેમને અનેક ફરિયાદો મળી હતી જેમાં કહેવાયું હતું કે આ એપ્સનો દૂરઉપયોગ થઈ રહ્યો છે. આ એપ્સ યૂઝર્સનો ડેટા ચોરી કરીને , તેમને ભારત બહાર સ્થિત સર્વર પર ગેરકાયદેસર રીતે મોકલે છે. ચીનની આ તમામ એપ્સ ભારતની સુરક્ષા અને અખંડિતતા માટે જોખમ બની ચૂકી હતી. આ પગલું કરોડો ભારતીય મોબાઈલ અને ઈન્ટરનેટ યૂઝર્સના હિતોની રક્ષા કરશે. 

એપ્સ પર પ્રતિબંધ લાદીને ભારતે આપ્યાં આ 5 કડક સંદેશ...

પહેલો સંદેશ એ છે કે દુનિયાભરના દેશ ચાઈનીઝ એપ વિરુદ્ધ સાવધાન થઈ જાઓ. એટલે કે ચાઈનીઝ એપને આદત ન બનાવો. ચાઈનીઝ એપનો નશો અફીણની જેમ ખતરનાક છે. કારણ કે ચાઈનીઝ એપ પર જો તમે નિર્ભર થઈ ગયા તો પછી તમને ચીનથી કોઈ બચાવી શકશે નહીં. ચાઈનીઝ એપ પર એવા પણ આરોપ લાગે છે કે આ એપ્સ દ્વારા ભેગી કરેલી માહિતીનો ઉપયોગ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી કરે છે. 

બીજો સંદેશ એ આપવાની કોશિશ કરાઈ છે કે હવે સમય આવી ગયો છે કે દુનિયાભરની સરકારો પોતાના ત્યાં ચાઈનીઝ એપની તપાસ કરાવે કે ક્યાંક આવી એપ્સ દ્વારા દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત તો નથી રમાઈ રહી ને. 

ત્રીજો સંદેશ એ છે કે જો ભારત ચાઈનીઝ એપ્સ વગર રહી શકે છે તો પછી અમેરિકા કે યુરોપના દેશો આમ કેમ ન કરી શકે. 

ચોથો સંદેશ એ છે કે આ નિર્ણયથી દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મદદ મળશે. કારણ કે જો દેશમાં ટિકટોક જેવી એપ નહીં હોય તો કોઈ ભારતીય આ પ્રકારની એપ વિશે વિચારશે અને આગળ બની શકે કે ટિકટોક જેવી એપ ભારતમાં જ તૈયાર થાય. 

પાંચમો સંદેશ એ પ્રકારે છે કે આવું કડક પગલું ભરીને ભારતે ચીનને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે જો તે દેશ વિરુદ્ધ કોઈ પગલું ભરશે તો તેને સૈન્ય મોરચા સાથે આર્થિક મોરચે પણ જડબાતોડ જવાબ મળશે. 

ભારતે ચીન સહિત સમગ્ર દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો કોઈ દેશ ભારત તરફ આંખ ઉઠાવીને જોશે તો તેણે દુનિયાના આ સૌથી મોટા બજારનો ભાગ બનવા દેવામાં આવશે નહીં. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news