'પાકિસ્તાનની જૂની આદત છે...' અફઘાન-Pak સંઘર્ષ વચ્ચે ભારત પર આરોપ લગાવતા MEAએ આપ્યો જડબાતોડ જવાબ
Pakistan-Afghanistan Conflicts: વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન અફઘાનિસ્તાન દ્વારા તેના પ્રદેશો પર સંપ્રભુતાનો પ્રયોગ કરવથી નારાજ છે. ભારત અફઘાનિસ્તાનની સંપ્રભુતા, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
Trending Photos
)
Pakistan-Afghanistan Conflicts: તાલિબાનના પ્રોક્સી વોરથી પાકિસ્તાને હવે આ હુમલાઓ પાછળ તેમના પડોશી દેશ ભારતનો હાથનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કાબુલના આ પ્રોક્સી વોર પાછળ નવી દિલ્હીને જવાબદાર ઠેરવ્યું છે. જિયો ન્યૂઝ આપેલા ઈન્ટરવ્યુમાં ખ્વાજા આસિફે કહ્યું કે, "હાલમાં કાબુલ દિલ્હી માટે પ્રોક્સી યુદ્ધ લડી રહ્યું છે અને તેમણે યુદ્ધવિરામની ટકાઉપણા અંગે શંકા વ્યક્ત કરી." હવે ભારતે પણ પાકિસ્તાનના આ આરોપોનો જવાબ આપતા પ્રતિક્રિયા આપી અને આકરી ટીકા કરી છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાને લગાવેલા આરોપોનો જવાબ આપતા પાડોશી દેશના આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા અને તેમની આકરી ટીકા કરી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. ત્રણ બાબતો સ્પષ્ટ છે. પહેલી પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રાયોજિત કરે છે. પોતાની આંતરિક નિષ્ફળતાઓ માટે પડોશીઓને દોષ આપવાની પાકિસ્તાનની જૂની આદત છે."
Weekly Media Briefing by the Official Spokesperson (October 16, 2025)
https://t.co/wexxLMoW7g
— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2025
પાકિસ્તાનથી કેમ નારાજ છે અફઘાનિસ્તાન?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન અફઘાનિસ્તાન દ્વારા તેના પ્રદેશો પર સંપ્રભુતાના પ્રયોગથી નારાજ છે. ભારત અફઘાનિસ્તાનની સંપ્રભુતા, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અગાઉ તાલિબાનના હુમલાઓનો સામનો કરવા માટે પાકિસ્તાને વિનંતી કરીને સીઝફાયરની માંગ કરી હતી. હવે આ પ્રોક્સી વોરમાં તાલિબાન આજે સાંજે 6 વાગ્યાથી શરૂ થતા આગામી 48 કલાક માટે યુદ્ધવિરામ માટે સંમત થયું છે. જો કે, આમ છતાં પણ પાકિસ્તાનને આ વાતનો વિશ્વાસ નથી કે આ સીઝફાયર કેટલો સમય ચાલશે.
પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષ
ગયા સપ્તાહના અંતમાં કાબુલે આ વાતનો દાવો કર્યો કે, તેમણે અનેક પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ હુમલાઓમાં પાકિસ્તાની સેનાના 58 સૈનિકો માર્યા ગયા. કાબુલે જણાવ્યું કે, તેમણે આ હુમલા અફઘાન પ્રદેશ અને હવાઈ ક્ષેત્રમાં વારંવાર ઉલ્લંઘન કરવાના જવાબમાં કર્યા. જો કે, પાકિસ્તાની સેનાએ ફક્ત 23 જાનહાનિનો સ્વીકાર કર્યો છે અને કહ્યું કે, તેમણે જવાબી કાર્યવાહીમાં 200થી વધુ તાલિબાન આતંકવાદીઓને માર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














