)
India e-passport 2025 Design: પાસપોર્ટ સિસ્ટમમાં અપગ્રેડના ભાગ રૂપે ભારત નેક્સ્ટ જનરેશન ઇ-પાસપોર્ટ રોલઆઉટ કરી રહ્યું છે. આ પાસપોર્ટ કટિંગ એઝ સિક્યોરિટી ફીચર્સથી સજ્જ હશે. જેમાં ઇન્ટરલોકિંગ માઇક્રોલેટર્સ, રિલીફ ટિન્ટ્સ અને RFID ચિપ લગાવેલી હશે. આ ચિપમાં એન્ક્રિપ્ટેડ બાયોમેટ્રિક ડેટા અને અન્ય જાણકારી હશે.
રોલઆઉટ હેઠળ બધા નવા પાસપોર્ટ હવે ઈ-પાસપોર્ટ હશે. જ્યારે હાલના નોન-ઈલેક્ટ્રોનિક પાસપોર્ટ તેમની સમાપ્તિ તારીખ સુધી માન્ય રહેશે. સરકાર જૂન 2025 સુધીમાં સંપૂર્ણપણે ઈ-પાસપોર્ટમાં ટ્રાન્ઝિટ કરવાની યોજના ધરાવે છે.
હાઇ-ટેક સુવિધાઓથી સજ્જ હશે નવો પાસપોર્ટ
બધા ઇ-પાસપોર્ટ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ચિપ અને એન્ટેનાથી સજ્જ હશે. તેમાં યુઝર્સના બાયોમેટ્રિક્સ અને પર્સનલ ડેટાને એન્ક્રિપ્શન સાથે સ્ટોર હશે. તેમાં યુઝર્સનો ફોટો અને ફિંગરપ્રિન્ટ જેવી ડિટેલ્સ સ્ટોર કરવામાં આવશે. કોન્ટેક્ટલેસ ડેટા રીડિંગ ક્ષમતાઓના કારણે ઇમિગ્રેશન કાઉન્ટર પર વેરિફિકેશન પ્રક્રિયાને ઝડપી બનાવશે.
સાથે જ ફ્રોડ અને ટેમ્પરિંગના કેસોમાં ઘટાડો થશે. અત્યાર સુધી વિદેશ મંત્રાલયે 8 લાખથી વધુ ઈ-પાસપોર્ટ ભારતમાં જારી કર્યા છે, જ્યારે વિદેશમાં ભારતીય મિશન દ્વારા 60,000થી વધુ ઈ-પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે.
ફ્રોડને અટકાવવાનું બનશે સરળ
વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, નવી સિસ્ટમના કારણે પાસપોર્ટ ફ્રોડના મામલાઓમાં ઘટડો આવશે. સાથે જ એવા મામલાઓને અટકાવી શકાશે, જેમાં એક જ વ્યક્તિ પાસે એકથી વધુ પાસપોર્ટ હોય છે. જો કોઈ વ્યક્તિ પાસે પહેલાથી જ પાસપોર્ટ છે, તો હાલની સિસ્ટમ તેને તાત્કાલિક ડિટેક્ટ કરી લેશે.
મે 2025માં શરૂ થયેલા પાસપોર્ટ સેવા પ્રોગ્રામ વર્ઝન 2.2 (PSP V2.0) હેઠળ હવે 37 રિજનલ પાસપોર્ટ ઓફિસ, 93 પાસપોર્ટ સેવા કેન્દ્રો અને 451 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો (પીઓપીએસકે) કાર્યરત છે. આ પ્રોગ્રામનું ગ્લોબલ વર્ઝન GPSP V2.0ને 28 ઓક્ટોબર 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે.
આ સિસ્ટમના કારણે લોકોને વધુ સારો પાસપોર્ટ એક્સપીરિયન્સ મળશે. નવી સિસ્ટમમાં AI ચેટબોટ અને વોઇસ બોટ એપ્લિકેશન્સ સાથે આવશે. વધુ સિક્યોરિટી માટે AIનો ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમને DigiLocker, Aadhaar અને PAN સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઈન્ટીગ્રેટ કરવામાં આવી શકે છે.