ગુજરાતી ન્યૂઝIndiaનક્કી ભારત કંઈક મોટું કરવાના મૂડમાં, જયશંકરે 20 દેશોના રાજદૂતો સાથે કરી સિક્રેટ બેઠક

નક્કી ભારત કંઈક મોટું કરવાના મૂડમાં, જયશંકરે 20 દેશોના રાજદૂતો સાથે કરી સિક્રેટ બેઠક

Amit Shah Meet President : શાહ-જયશંકરે રાષ્ટ્રપતિને પહેલગામ હુમલા વિશે માહિતી આપી... સેના પ્રમુખ કાલે શ્રીનગર જશે, રશિયન મીડિયાએ કહ્યું- ભારત કંઈક મોટું કરવાનું છે

નક્કી ભારત કંઈક મોટું કરવાના મૂડમાં, જયશંકરે 20 દેશોના રાજદૂતો સાથે કરી સિક્રેટ બેઠક

Pahalgam Terror Attack : પહેલગામ આતંકી હુમલા બાદ આખા દેશમાં આક્રોશ છવાયેલો છે. લોકો 28 નાગરિકોના મોત સામે બદલો લેવાની માંગ કરી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે કંઈક એવું બન્યું છે, જેનાથી ભારત પાકિસ્તાન સામે બદલો લેશે તેવો અંદેશો આવી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી જયશંકરે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે અને તેમને હુમલા વિશે માહિતી આપ્યા છે. 

રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે ગૃહમંત્રીએ અચાનક મુલાકાત કરતા ચર્ચા વહેતી થઈ છે. ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે. વિદેશમંત્રી એસ જયશંકર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં છે. ગૃહમંત્રીએ પહલગામ હુમલાની જાણકારી આપી છે. 

Add Zee News as a Preferred Source

દિલ્હીમાં વિદેશ મંત્રાલયની મહત્વની બેઠક
ભારતે એકાએક વિવિધ દેશોના રાજદૂતો સાથે બેઠક કરી છે. કેટલાક વિદેશના રાજનાયિકો વિદેશ મંત્રાલય પહોંચ્યા છે. 20 દેશોના રાજનાયિકો વિદેશ મંત્રાલય પહોંચ્યા છે. જેઓને પહેલગામ હુમલાની જાણકારી આપવામાં આવશે. ભારતે પહેલગામ આતંકવાદી હુમલા અંગે વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં જાણકારી આપવા માટે અમેરિકા, યુકે, ઇયુ, ઇટાલી, કતાર, જાપાન, ચીન, રશિયા, જર્મની, ફ્રાન્સ વગેરેના ઉચ્ચ રાજદૂતોને બોલાવ્યા.

ભારતના એકશનથી પાકિસ્તાનમાં હડકંપ
આતંકી હુમલો બાદ ભારત લાલચોળ ખતા પાકિસ્તાનમાં ભારતના હુમલાનો ખૌફ પેદા થયો છે. પાકિસ્તાન એર ફોર્સ હાઈઅલર્ટ પર મૂકાયું છે. પાકિસ્તાને અરબ સાગરમાં નો ફલાઈ ઝોન જાહેર કર્યો છે. પાકિસ્તાને અટારી બોર્ડર બંધ કરી છે. તો પાકિસ્તાને ભારત સાથે વેપાર બંધ કરવાની જાહેરાત પણ કરી દીધી છે. પાકિસ્તાને તમામ ભારતીયો વીઝા રદ કર્યા છે. ભારતીયોને 48 કલાકમાં પાકિસ્તાન છોડવા આદેશ કર્યો છે. 

પાકિસ્તાનનો ભારત વિરુદ્ધ નિર્ણય 
• SVE વિઝા તાત્કાલિક અસરથી સ્થગિત:
• પાકિસ્તાને તમામ SAARC સ્પેશિયલ વિઝા (SVE) સ્થગિત કર્યા. 
• ભારતીય નાગરિકો માટેના વિઝા પણ સ્થગિત કરવામાં આવ્યા - શીખ તીર્થયાત્રીઓ માટે અપવાદ. 
• અન્ય તમામ ભારતીયોને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. 
• આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની બેઠકમાં લેવામાં આવ્યો હતો. 
• ભારત સાથેનો વેપાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો:
• ભારત સાથેનો તમામ વેપાર, સીધો અને ત્રીજા દેશો દ્વારા, તાત્કાલિક અસરથી સ્થગિત. 
• ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ. 
• પાકિસ્તાને તેની એરસ્પેસ ભારતીય માલિકીના અને સંચાલિત તમામ એરક્રાફ્ટ માટે બંધ કરી દીધી છે. 
• ભારતીય લશ્કરી અધિકારીઓએ 'વ્યક્તિત્વ નોન ગ્રેટા' જાહેર કર્યું. 
• ભારતીય સેના, એરફોર્સ અને નેવીને દેશ છોડવાનો આદેશ. 
વાઘા બોર્ડર બંધઃ
• વાઘા બોર્ડર સીલ કરવામાં આવી હતી. 
• ભારત સાથેના તમામ ટ્રાન્ઝિટ વેપાર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news