ગુજરાતી ન્યૂઝIndiaઆ છે ભારતની સૌથી ખતરનાક જેલ, જ્યાં કેદીઓ પણ જીવતી લાશ બની જતાં હતા!

આ છે ભારતની સૌથી ખતરનાક જેલ, જ્યાં કેદીઓ પણ જીવતી લાશ બની જતાં હતા!

આંદામાન અને નિકોબારમાં આવેલી સેલ્યુલર જેલ, જેને 'કાળા પાણી' કહેવામાં આવે છે, તેને ભારતની સૌથી ખતરનાક જેલ માનવામાં આવે છે. અહીં સ્વતંત્રતા સેનાનીઓને અમાનવીય ત્રાસ આપવામાં આવતો હતો. સમુદ્રથી ઘેરાયેલી આ જેલમાંથી ભાગી જવું અશક્ય હતું. આજે તે એક ઐતિહાસિક સ્મારક બની ગયું છે.
 

 આ છે ભારતની સૌથી ખતરનાક જેલ, જ્યાં કેદીઓ પણ જીવતી લાશ બની જતાં હતા!

નવી દિલ્હીઃ ભારતમાં જ્યારે જેલોની વાત થાય છે તો હંમેશા કાયદો, સુરક્ષા કે ગુનેગારોની ચર્ચા થાય છે. પરંતુ ઈતિહાસમાં એક એવી જેલ પણ રહી છે, જે માત્ર કેદખાનું નહીં પરંતુ ભયાનક, દર્દનાક અને અંધારાનું બીજું નામ હતી. ત્યાં પહોંચવાનો મતલબ પોતાના જીવનની આશા છોડી દેવી. તેમ કહેવામાં આવે છે કે ત્યાં જે પણ વ્યક્તિ ગયો. તે મનુષ્ય બનીને ક્યારેય ન ફરી શક્યો. આવો જાણીએ આ જેલની પાછળનો ઈતિહાસ...

જ્યાં સજા નહીં, નરક મળતું હતું
આ જેલને તે રીતે બનાવવામાં આવી હતી જ્યાં બંધ કેદી માત્ર શરીરથી નહીં, આત્માથી પણ તૂટી જતો હતો. ત્યાંની દિવાલો ચીસોને ગળી ગઈ, અને ત્યાંની શાંતિ ભય પેદા કરી રહી હતી. કેદીઓને વાત કરવાની કે રડવાની મંજૂરી નહોતી. દિવસ દરમિયાન પણ અંધારું લાગતું હતું.

Add Zee News as a Preferred Source

કઈ જેલ છે?
આ ભયાનક જેલ સમુદ્રની વચ્ચે આવેલા અંડમાન નિકોબાર દ્વીપમાં છે અને તેનું નામ સેલ્યુલર જેલ, જેને લોકો કાળા પાણીની સજાથી ઓળખે છે. આ જેલ કંઈક એવી રીતે બનાવવામાં આવી હતી કે દરેક કેદીને એક અલગ કોટડીમાં રાખવામાં આવતો હતો. આશરે 63 કોટડીઓ હતી, જેમાં કેદી એકલા રહેતા હતા. ન કોઈ વાત કરવાવાળું, ન કોઈ સાંભળવા વાળું. ત્યાં વ્યક્તિ જીવિત જરૂર રહેતો હતો પરંતુ ખુદને ગુમાવી દેતો હતો.

કેમ તેને કાળા પાણીની સજા કહેવામાં આવતી
આ જેલનું નામ લેવાની સાથે લોકોના રૂવાંડા ઉભા થઈ જતાં હતા, કારણ કે જેને ત્યાં જેલમાં મોકલવામાં આવતો હતો, સમાજ માની લેતો હવે તે મરી ગયો છે. ચારે તરફ સમુદ્ર, ભાગવા માટે કોઈ રસ્તો નહીં અને અંદર માત્ર સજા. આ શરીર અને મનને તોડી દેનાર અંધકાર હતો.

સ્વતંત્રતા સેનાનીઓનું અંતિમ ઠેકાણું
ઘણા ક્રાંતિકારીઓને અહીં મોકલવામાં આવ્યા હતા. વીર સાવરકર, બટુકેશ્વર દત્ત જેવા નામ આજે પણ અહીંની દીવાલોમાં નોંધાયેલા છે. તેમણે અહીં જે સહન કર્યું, તે આઝાદી માટે આપવામાં આવેલા મોટા બલિદાનમાંથી એક છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news