ફક્ત ગોળીબાર બંધ થયો, સિંધુ જળ સંધિ તો રદ જ રહેશે, વેપાર-કૂટનીતિ પરનો પ્રતિબંધ હટ્યો નથી
India Pakistan Ceasefire : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે સમજૂતી થઈ છે. પરંતુ સિંધુ જળ સંધિ રદ જ રહેશે. બંને દેશો દ્વારા યુદ્ધવિરામનું એલાન આપવામાં આવ્યું હતું.
Trending Photos
)
India Pakistan Ceasefire : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા છે. પરંતુ સિંધુ જળ સંધિ રદ રહેશે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પહેલા કે પછી કોઈ શરતો લાદવામાં આવી નથી. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું એલાન આપવામાં આવ્યું હતું. તો ભારતીય વિદેશ મંત્રાલયે સાંજે 6 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે શનિવારે બપોરે 3.35 વાગ્યે પાકિસ્તાનના DGMO દ્વારા વાતચીતની પહેલ કરવામાં આવી હતી. સાંજે 5:00 વાગ્યે, બંને પક્ષો દ્વારા બધા મોરચે ગોળીબાર બંધ કરવામાં આવ્યો. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, 'પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) એ આજે 15:35 વાગ્યે ભારતીય DGMO ને ફોન કર્યો હતો.'
તેમની વચ્ચે સંમતિ થઈ હતી કે બંને પક્ષો ભારતીય સમય મુજબ સાંજે 5:00 વાગ્યાથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરશે. આજે બંને પક્ષોને આ નિર્દેશનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ 12 મેના રોજ બપોરે 12 વાગ્યે ફરી વાત કરશે.
વિદેશ મંત્રી એસ જયશંકરે શું કહ્યું ?
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. ભારતે આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ જાળવી રાખ્યું છે અને આ વલણ ચાલુ રાખશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














