પાકિસ્તાને ભારત પર છોડી ફતેહ-1 મિસાઈલ, ભારતની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પાડી

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાને વળી પાછી નાપાક હરકત કરતા ભારતના વિસ્તારોને ટાર્ગેટ કર્યા અને ભારતે જબરદસ્ત જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાને ફતેહ 1 મિસાઈલનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. 

પાકિસ્તાને ભારત પર છોડી ફતેહ-1 મિસાઈલ, ભારતની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પાડી

પાકિસ્તાન તરફથી ભારત પર ફતેહ 1 મિસાઈલથી હુમલો કરાયો હતો. જો કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલને હવામાં જ તોડી પાડી. ફતેહ 1 પાકિસ્તાનની એક બેલિસ્ટિક મિસાઈલ છે. જે ખુબ ખતરનાક ગણાય છે. આ મિસાઈલ કયા વિસ્તારને ટાર્ગેટ કરીને છોડાઈ હતી તે હાલ જણાવવામા આવ્યું નથી. 

શું છે ફતેહ 1 મિસાઈલ
પાકિસ્તાનની ફતેહ 1 એક ગાઈડેડ મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ છે. જે એડવાન્સ ટેક્નોલોજીથી લેસ છે. આ મિસાઈલની લગભગ 140 કિલોમીટરની રેન્જ છે. ફતેહ 1 અનેક પ્રકારના વોરહેડ લઈ જવા માટે સક્ષમ છે. આ મિસાઈલને ટ્રક-આધારિત લોન્ચરથી છોડી શકાય છે. 

પાકિસ્તાને એરસ્પેસ કર્યો બંધ
ભારત સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને પોતાનો એરસ્પેસ સંપૂર્ણ રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે. બપોરે 12 વાગ્યા સુધી તમામ ઉડાણો પર રોક લગાવી છે. રાવલપિંડી અને રફીકિ એરબેસ પર થયેલા ધડાકા બાદ આ નિર્ણય લેવાયો. 

— ANI (@ANI) May 10, 2025

ભારતના 32 એરપોર્ટ બંધ
ભારતીય સેના પાકિસ્તાન તરફથી થઈ રહેલા હુમલાઓનો જડબાતોડ જવાબ આપી રહી છે. આ સૈન્ય કાર્યવાહી એવા સમયે ચાલુ છે જ્યારે સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ છે. પાકિસ્તાન દ્વારા ભારતના ચાર રાજ્યોના 26 શહેરોમાં નાગરિક વિસ્તારો પર સેંકડો ડ્રોન હુમલા થયા બાદ સુરક્ષા કારણસર દેશના 32 એરપોર્ટનું ઓપરેશન 14 મે સુધી સ્થગિત કરાયું છે. હાલની સ્થિતિ પર ચર્ચા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહની આજે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેના પ્રમુખો સાથે એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news