India Pakistan War: પાકિસ્તાનનો 26 જગ્યા પર હુમલો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ, 32 એરપોર્ટ બંધ

India Pakistan War: ભારત એ પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવાનું શરુ કરી દીધું છે. જાણવા મળતી માહિતી અનુસાર પાકિસ્તાન તરફથી ભારતના ઘણા શહેરોમાં હુમલા કરવામાં આવ્યા જેની જવાબમાં ભારતે પણ કાર્યવાહી કરી છે.
 

India Pakistan War: પાકિસ્તાનનો 26 જગ્યા પર હુમલો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ, 32 એરપોર્ટ બંધ

India Pakistan War: શુક્રવારે ફરી એકવાર પાકિસ્તાને ભારતના અનેક સરહદી વિસ્તારો પર ડ્રોન્સથી હુમલા કર્યા હતા. જેમાં જમ્મૂ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. જો કે ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન્સને હવામાં જ તોડી પાડ્યા હતા જેથી પાકિસ્તાનના ઈરાદા નાકામ થયા. પાકિસ્તાન તરફથી શ્રીનગર, બારામૂલા, પઠાનકોટ અને અમૃતસર જેવી મહત્વની જગ્યાને ટારગેટ કરવામાં આવી હતી. 

ભારતે કર્યો પલટવાર

પાકિસ્તાનની હરકત પછી શનિવારે વહેલી સવારે ભારતે પાકિસ્તાનના ઘણા શહેરોમાં જવાબી હુમલા કર્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના નરવાલા અને જફરવાલ સહિતના ક્ષેત્રોમાં જવાબી કાર્યવાહી શરુ કરી છે. 

પાકિસ્તાનનો રહેણાક વિસ્તારમાં હુમલો

પાકિસ્તાને શુક્રવારે રાત્રે 26 જગ્યાને નિશાન બનાવી હતી. જેમાં શ્રીનગર, અવંતીપુરા, જમ્મૂ, જેસલમેર, ભુજ સહિતના શહેરોનો સમાવેશ થાય છે. દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે એક સશસ્ત્ર ડ્રોને ફિરોઝપુરના રહેણાક વિસ્તારને નિશાન બનાવ્યો જેમાં સ્થાનિય પરિવારના લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

ભારતના 32 એરપોર્ટ બંધ

ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટ 9 મે થી 14 સુધી બંધ કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news