આ 57 દેશોમાં વિઝા-ફ્રી મુસાફરી કરી શકે છે ભારતીય, જાણો લિસ્ટમાં કયા-કયા દેશ છે સામેલ
India Passport Ranking 2025: હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર, ભારત આ વર્ષે 85મા સ્થાને સરકી ગયું છે. જેના કારણે ભારતીય પાસપોર્ટ ધારકો હવે ફક્ત 57 દેશોમાં વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઇવલ મુસાફરી કરી શકે છે.
Trending Photos
)
India Passport Ranking 2025: વિદેશ યાત્રાનું સપનું જોનારા ભારતીયો હવે ફક્ત 57 દેશોમાં વિઝા-ફ્રી મુસાફરી કરી શકશે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર, દુનિયાના સૌથી મજબૂત પાસપોર્ટ ધરાવતા દેશોની યાદીમાં ભારત આ વર્ષે 85મા સ્થાને સરકી ગયું છે. જેના પરિણામે ભારતીય પાસપોર્ટ ધારકો હવે ફક્ત 57 દેશોમાં વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઇવલ મુસાફરી કરી શકશે.
જ્યારે ગયા વર્ષે ભારત 80મા સ્થાને હતું, ત્યારે ભારતીયો 62 દેશોમાં વિઝા-ફ્રી મુસાફરી કરી શકતા હતા. આ ઇન્ડેક્સમાં ભારત 2006માં સૌથી મજબૂત સ્થાન પર હતું, જ્યારે ભારતીયો 71 દેશોમાં વિઝા-ફ્રી મુસાફરી કરી શકતા હતા.
શું છે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ?
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ વિશ્વ સ્તર પર પાસપોર્ટની તાકાત માપવા માટે માપદંડ માનવામાં આવે છે. આ રેન્કિંગ નક્કી કરે છે કે, કોઈપણ પાસપોર્ટ ધારકને કેટલા દેશોમાં વિઝા લેવાની જરૂરીયાત નથી. આ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેટાના આધારે તૈયાર કરવામાં આવે છે અને દર મહિને હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા માસિક અપડેટ કરવામાં આવે છે. 2025ની યાદીમાં 199 પાસપોર્ટ અને 227 ટ્રાવેલ ડેસ્ટિનેશન સામેલ છે. આ લિસ્ટ પ્રવાસીઓ અને સરકાર બન્ને માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી અને ગતિશીલતાનું મુખ્ય સૂચક માનવામાં આવે છે.
ભારતીય પાસપોર્ટ 57 દેશોમાં વિઝા-ફ્રી
આ વર્ષે ભારતીય નાગરિકોને એશિયા, આફ્રિકા, કેરેબિયન અને પેસિફિકના કુલ 57 દેશોમાં વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઇવલની સુવિધા મળી છે. આ દેશોમાં ભૂટાન, નેપાળ, માલદીવ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, શ્રીલંકા, ફીજી, મોરેશિયસ, મૈલાવી, સેશેલ્સ, તાંઝાનિયા, જોર્ડન, કતાર અને અન્ય ઘણા દેશોમાં સામેલ છે.
સૌથી શક્તિશાળી અને કમજોર પાસપોર્ટ
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના રિપોર્ટ અનુસાર, 2025માં સિંગાપોર સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે પ્રથમ ક્રમે છે. સિંગાપોરના લોકો 193 દેશોમાં વિઝા-ફ્રી મુસાફરી કરી શકે છે, ત્યારબાદ દક્ષિણ કોરિયા બીજા ક્રમે છે અને જાપાન ત્રીજા ક્રમે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતના રેન્કમાં ઘટાડો એ સંકેત તરીકે પણ જોવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય મુસાફરી ફ્રીડમ કેટલાક અંશે મર્યાદિત થઈ ગઈ છે અને ભારતીય પ્રવાસીઓએ વિદેશ મુસાફરી કરતા પહેલા વિઝા નિયમો વિશે વધુ સતર્ક રહેવું પડશે.
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના રિપોર્ટ મુજબ, અફઘાનિસ્તાનનો પાસપોર્ટ યાદીમાં સૌથી નીચે ક્રમે છે, જે વિશ્વનો સૌથી કમજોર પાસપોર્ટ છે. અફઘાન પાસપોર્ટ ધારકો ફક્ત 24 દેશોમાં વિઝા-ફ્રી મુસાફરી કરી શકે છે. અફઘાનિસ્તાન પછી સીરિયાના પાસપોર્ટ ધારકો 26 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી કરી શકે છે અને ઇરાકી પાસપોર્ટ ધારકો 29 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














