ઈરાન પર અમેરિકાના હુમલા અંગે ભારતની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું ?

India on US airstrike on Iran : ઈરાનના પર અમેરિકાના હુમલા અંગે ભારતની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભારતે પરોક્ષ રીતે કેટલાક દેશોને યુદ્ધ અંગે મોટી સલાહ આપી છે.

ઈરાન પર અમેરિકાના હુમલા અંગે ભારતની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું ?

India on US airstrike on Iran : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ઈરાની પરમાણુ પ્લાન્ટ પર અમેરિકાના હુમલા અંગે ભારતની પ્રતિક્રિયા પણ આવી ગઆ છે. ભારતે કહ્યું છે કે સમસ્યાઓનો ઉકેલ વાતચીત અને રાજદ્વારી દ્વારા થવો જોઈએ. ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે રવિવારે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં આ પ્રતિક્રિયા આપી. પીયૂષ ગોયલે કહ્યું, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહેતા આવ્યા છે કે યુદ્ધ એ સમસ્યાઓનો ઉકેલ નથી. તેનો ઉકેલ વાતચીત અને રાજદ્વારી દ્વારા શોધવો જોઈએ.

પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એમ પણ કહ્યું હતું કે આજે જ્યારે સમગ્ર વિશ્વમાં અશાંતિ, તણાવ અને અસ્થિરતા વધી રહી છે, ત્યારે એવા સમયે યોગ શાંતિની દિશા આપે છે. જે આવી સમસ્યાઓ પર વિરામ જેવું છે. ઉલ્લેખનીય છે કે ઈરાન-ઇઝરાયલ યુદ્ધની શરૂઆતથી જ ભારતનું વલણ સ્થિર રહ્યું છે. ભારતે સંવાદ અને રાજદ્વારી દ્વારા મડાગાંઠને ઉકેલવાની હિમાયત કરી છે. ઈરાન અને ઈઝરાયલ બંને ભારતના મિત્ર દેશો છે.

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ ઈરાન પર અમેરિકાના હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરનું ઉલ્લંઘન છે. તમે આવા હુમલાઓથી ઈરાનને રોકી શકશો નહીં અને આગામી 5-10 વર્ષમાં તે પરમાણુ શસ્ત્રોથી સંપન્ન દેશ બની જશે. ઈરાને અમેરિકાના હુમલા પહેલા જ ત્યાંથી પોતાના ભંડાર હટાવી લીધા હતા. ઘણા આરબ દેશો માને છે કે તેમની પાસે પરમાણુ શક્તિ હોવી જોઈએ.

 

— ANI (@ANI) June 22, 2025

ઓવૈસીએ કહ્યું, અમેરિકાએ તેની સંસદની મંજૂરી વિના આ હુમલો કર્યો છે. આમાં સંયુક્ત રાષ્ટ્રના બંધારણના ટુકડા કરી દેવામાં આવ્યા છે. ઈરાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીનો સભ્ય છે. તેણે પરમાણુ અપ્રસાર સંધિ (NPT) પર હસ્તાક્ષર કર્યા છે. ઈરાન પર હુમલા પછી, હવે ખાડીના ઘણા ઇસ્લામિક દેશોને લાગશે કે તેમની પાસે પરમાણુ બોમ્બ હોવા જોઈએ. આ પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો છે. ઈરાક અને લિબિયા સામે પણ આવો જ પ્રચાર તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં કંઈ મળ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news