ભારતે એવું કામ કર્યું કે, પાકિસ્તાન જ નહિ ચીનને પણ બરાબરની ધૂળ ચટાડી

Operation Sindoor : ઓપરેશન સિંદૂરમાં ભારતની કમાલ... પાકિસ્તાન એર ડિફેન્સ સિસ્ટમને કરી જામ... 23 મિનિટ સુધી ચીન માલની બદલી દીધી ચાલ 

ભારતે એવું કામ કર્યું કે, પાકિસ્તાન જ નહિ ચીનને પણ બરાબરની ધૂળ ચટાડી

India Attack On Pakistan : પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ચલાવેલા ઓપરેશન સિંદૂરમાં આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરવામાં સફળતા મળી, પરંતુ આ જ ઓપરેશન સમયે ભારતે વધુ એક સફળતા મેળવી હતી. જે હતી પાકિસ્તાન પાસે રહેલા ચીની એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી દેવી. જીહાં, ભારતે ઓપરેશન સિંદૂર ચલાવતા પહેલા જ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને 23 મિનિટ સુધી જામ કરી દીધી હતી. અને આ સમયે જ ભારતે પોતાના આધુનિક હથિયારોથી પાકિસ્તાનના ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને આતંકીઓને મોતના મુખમાં ધકેલી દીધા... 

ઓપરેશન સિંદૂર સમયે ભારતે કેવી રીતે પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી તેની વાત કરીએ તો, પાકિસ્તાન પાસે ચીનની HQ-9 રડાર સિસ્ટમ છે. HQ-9 રશિયાની S-300ની જેમ જ કામ કરે છે. HQ-9 હવામાં જ મિસાઈલોને તોડી પાડે છે. ત્યારે ભારતે પોતાની આધુનિક ટેક્નિકથી HQ-9ના નેવર્કની બાધિત કરી દીધું. જેથી HQ-9 ભારતના મિસાઈલોને ટ્રેક ન કરવામાં નિષ્ફળ રહ્યું. એટલે કે ભારતની સ્વદેશી EV સિસ્ટમે HQ-9ને જામ કરીને આંધળું કરી દીધું. 

પાકિસ્તાનના ભરોસે પોતાનો તાકતવર ગણાવતા પાકિસ્તાનને ચીની હથિયારો પર આંધળો વિશ્વાસ કરવું ભારે પડી ગયું. ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાને તેની હૈસિયત બતાવી દીધી. પાકિસ્તાને પોતાના હુમલામાં ચીનના સૌથી તાકતવર ગણાતા હથિયારોનો ઉપયોગ કર્યો પરંતુ પાકિસ્તાનની હારની સાથે સાથે ચીનના હથિયારોની પણ પોલ ખુલી ગઈ. પાકિસ્તાન પાસે હાલ 80 ટકાથી વધુ ચીની હથિયાર છે. પાકિસ્તાન ચીની હથિયારો પર જ નિર્ભર છે. પરંતુ ચીની એર ડિફેન્સ સિસ્ટમ ભારતના મિસાઈલોને ટ્રેક જ ન કરી શકી. ભારતે લાહોર અને ચકવાલામાં ચીની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી. એટલે કે યુદ્ધમાં પાકિસ્તાન પાસેના તમામ ચીની હથિયાર ભારત સામે ફેલ સાબિત થયા. 

ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનના ઘણા ટાર્ગેટને સચોટ રીતે ટ્રેક કરીને નષ્ટ કરી દીધા છે. ત્યારે બીજી તરફ શહબાઝ સરકાર પાકિસ્તાનમાં કોઈ બ્લાસ્ટ ન થયાની ખોટી અફવાહો ફેલાવી રહી છે. ભારતના ઓપરેશન સિંદૂરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયુ છે કે પાકિસ્તાન ચીનના જ હથિયારો પર આંધળો વિશ્વાસ કરે છે તે તમામ હથિયારો ભારતની સ્વદેશી ટેક્નોલોજી પાસે ધૂળ બરાબર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news