COVID Patients નું રસીકરણ રિકવરીના 3 મહિના બાદ જ કેમ? સામે આવ્યું આ મોટું કારણ

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા પ્રસારની સાથે સાથે આ મહામારી પર લગામ કસવા માટે રસીકરણને પણ વધુ ઝડપી કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે દિલ્હી-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોએ રસીની કમીનો હવાલો આપીને 18થી 44 વર્ષની ઉંમરના વર્ગ માટે રસીકરણ અભિયાનને રોક્યું છે. આ સાથે જ રસીની કમીના મુદ્દે કેન્દ્ર અને રાજ્યોના પોત પોતાના તર્ક છે. 
COVID Patients નું રસીકરણ રિકવરીના 3 મહિના બાદ જ કેમ? સામે આવ્યું આ મોટું કારણ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા પ્રસારની સાથે સાથે આ મહામારી પર લગામ કસવા માટે રસીકરણને પણ વધુ ઝડપી કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે દિલ્હી-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોએ રસીની કમીનો હવાલો આપીને 18થી 44 વર્ષની ઉંમરના વર્ગ માટે રસીકરણ અભિયાનને રોક્યું છે. આ સાથે જ રસીની કમીના મુદ્દે કેન્દ્ર અને રાજ્યોના પોત પોતાના તર્ક છે. 

આ બધા વચ્ચે સરકાર તરફથી એવી જાણકારી આપવામાં આવી છે કે કોરોનાથી રિકવર થનારા લોકોને ત્રણ મહિના  બાદ રસી આપવાનો નિર્ણય રસીની બચત માટે કરવામાં આવ્યો છે. સરકારી પેનલના પ્રમુખે કહ્યું કે તમામ વયસ્કોનું એકસાથે રસીકરણ થઈ શકે નહીં કારણ કે પહેલા સૌથી જરૂરિયાતવાળા લોકોને રસી આપવી જરૂરી છે. અત્રે જણાવવાનું કે દેશમાં 18 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા લોકો માટે પણ 1 મેથી રસીકરણ અભિયાન શરૂ કરી દેવાયું છે. 

ગત બુધવારે સરકાર તરફથી નિર્ણય લેવાયો હતો કે કોરોના સંક્રમત થયા બાદ રિકવર થઈ ચૂકેલા લોકોને ત્રણ મહિના બાદ જ રસીકરણનો પહેલો ડોઝ મળી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્ણયથી સ્પષ્ટ છે કે કોરોનાથી સાજા થઈ ચૂકેલા લોકો 3 મહિના સુધી રસીકરણ કરાવી શકશે નહીં. 

નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપના પ્રમુખ નરેન્દ્ર અરોડાએ કહ્યું કે આ નિર્ણય રસી ડોઝ બચાવવા માટે લેવાયો છે. અમે અગાઉ રિકવર થનારા લોકોને રસીના પહેલા ડોઝ માટે ત્રણ મહિના, છ મહિના અને 9 મહિનાના સમય પર વિચાર કર્યો હતો. પરંતુ ત્યારબાદ ત્રણ મહિનાનો સમય નક્કી કરાયો. તેમણે કહ્યું કે રસીની કમીને જોતા પહેલા સૌથી વધુ રિસ્કવાળા લોકોને તેનો ડોઝ આપવો પ્રાથમિકતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news