નવી દિલ્હી : ભારતીય નૌસેનાને (Indian Navy) હિંદ મહાસાગર (Indian Ocean) અને અરબ સાગરમાં (Arabian Sea) ચીની નૌસેનાની વધતી દખલઅંદાજીને પહોંચી  વળવા માટે અચૂક હથિયાર મળવાની તૈયારી ચાલુ થઇ ચુકી છે. અમેરિકા પાસેતી ખરીદાયેલ એમએચ 60 આર (MH 60R) એટલે કે રોમિયો હેલિકોપ્ટર (Romeo Helicopter) કોઇ પણ સબમરીન કે જહાજની સામે અસરકારક માધ્યમ છે. સબમરીન બેડા ભારતીય નૌસેનાની સૌથી નબળી કડી છે અને હિંદ મહાસાગરમાં ચીની સબમરીનની હાજરી હાલ ભારત માટે ચિંતાનું કારણ બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિટનાશકના છંટકાવથી નથી મરતો કોરોના વાયરસ, WHO નો ચોંકાવનારો ખુલાસો

લગભગ 20000 કરોડ રૂપિયાની કિંમતથી 24 રોમિયો હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત યાત્રા દરમિયાન કરવામાં આવ્યો હતો. 15 ફેબ્રુઆરીએ લગભગ 7000 કરોડ રૂપિયાના સોદા પર મહોર લાગી હતી. બાકી કિંમત હેલિકોપ્ટરમાં લાગતા હથિયારો અને ઉપકરણોની હશે. લોકહીડ માર્ટિન સાથે થયેલા સોદાની સાથે જ અમેરિકી નૌસેના માટે બનાવાયેલા ત્રણ રોમિયો હેલિકોપ્ટરને ભારતને આપવા અંગેની સંમતી પણ મળી ચુકી છે.


આપણા મુસ્લિમોની દુકાન ખુલ્લી છે તો હિંદુઓને ત્યાંથી કેમ સામાન ખરીદ્યો? મહિલાઓને ધમકી

આ ત્રણેયને ભારતીય નૌસેનાના પાયલટની ટ્રેનિંગ માટે ઉપયોગ કરવામાં આવશે. રોમિયો હેલિકોપ્ટર્સ આગામી વર્ષ સુધીમાં ભારતીય નૌસેનાને મળવાનું શરૂ થઇ જશે. ભારતીય નૌસેના પાસે હાલ ન્યૂક્લિયર સબમરીન સહિત કુલ 16 સબમરીન છે. ભારતીય નૌસેનાએ 2024 સુધીમાં કુલ 24 નવી સબમરીન બનાવવાની યોજના બનાવી હતી. જેમાં અત્યાર સુધી માત્ર 2 મળી શકી છે. બીજી તરફ ચીનની પાસે લગભગ 76 હોવાનું જણાવાઇ રહ્યું છે. જેમાંથી 10 ન્યૂક્લિયર સબમરીન છે. ચીન પાકિસ્તાનને પણ યુઆન ક્લાસની 8 સબમરીન આપી રહ્યું છે. જેનાં 2028 સુધી પાકિસ્તાની નૌસેનાનો સમાવેશ હોવાની સંભાવના છે. યુઆન ક્લાસની સબમરીનમાં એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપેલ્શન લગાવાયું છે જેના કારણે તે સાયલેન્ટ રીતે સમુદ્રમાં રહી શકે છે.


10મા અને 12મા ધોરણની બાકી રહી ગયેલી પરીક્ષાઓ માટે CBSEએ તારીખો જાહેર કરી

ચીન પોતાની નૌસેનાની શક્તિમાં સતત વધારો કરી રહ્યું છે અને તેની સબમરીન અનેક વખત હિંદ મહાસાગરમાં દેખાઇ છે. પોતાના સમુદ્રી વ્યાપારની સુરક્ષાનાં નામે ચીન પોતાનાં જહાજોને અરબ અને હિંદ મહાસાગરમાં મોકલે છે. આ પડકારોને પહોંચી વળવા માટે હાલ ભારતીય નૌસેના પાંચ દશક જુની કિંગ એન્ટી સબમરીન હેલિકોપ્ટરનાં ભરોસે છે.


corona epidemic પર WHOમાં ઘેરાઈ રહ્યું છે ચીન, આ રીતે બદલો લેશે ભારત!

રોમિયો હેલિકોપ્ટર કોઇ પણ સબમરીન અથવા જહાજને શોધવા અને તબાહ કરવા માટે સક્ષમ છે. રોમિયામાં સમુદ્રની અંદર સબમરીનને શોધવા માટે ઘણા સારા સોર્સ છે અને તેને તબાહ કરવા માટે માર્ક 54 ટોરપીડો છે. કોઇ જંગી જહાજને તબાહ કરવા માટે તેમાં હેલફાયર મિસાઇલ છે. રોમિયો હેલિકોપ્ટર દિવસે અને રાત્રે ગમે તેવા વાતાવરણમાં 12 હજાર ફુટની ઉંચાઇ સુધી ઉડી શકે છે અને તેની સ્પીડ 270 કિલોમીટર સુધી હોઇ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube