2025માં ભારતને મળશે દુનિયાની સૌથી ખતરનાક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, જાણો ખાસિયતો

રશિયન મિશનના ડેપ્યુટી ચીફ રોમન બકસ્કિને કહ્યું કે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ (S400 Missile Defense System) ભારત (India)ને 2025 સુધી મળી જશે. તેમણે કહ્યું કે ભારતને આપવા માટે એસ-400નું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે. 

Updated By: Jan 17, 2020, 04:45 PM IST
2025માં ભારતને મળશે દુનિયાની સૌથી ખતરનાક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, જાણો ખાસિયતો

નવી દિલ્હી: રશિયન મિશનના ડેપ્યુટી ચીફ રોમન બકસ્કિને કહ્યું કે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ (S400 Missile Defense System) ભારત (India)ને 2025 સુધી મળી જશે. તેમણે કહ્યું કે ભારતને આપવા માટે એસ-400નું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે. 

આ ખુબ જ સક્ષમ અને ખતરનાક મિસાઈલ પ્રણાલી મેળવવાથી ભારતને પોતાના દુશ્મનો ખાસ કરીને પાકિસ્તાન અને ચીનના હવાઈ હુમલાઓને ટક્કર આપવામાં મદદ મળશે. 

આ છે સિસ્ટમની ખાસિયતો
1. એસ-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ એક જ વારમાં 36 નિશાન ભેદી શકે છે. 
2. આ સિસ્ટમ દ્વારા એક સાથે 72 મિસાઈલો છોડી શકાય છે. 
3. એસ-400 એસ-300 પીએમયુ2 વાયુ મિસાઈલ કોમ્પ્લેક્સ પર આધારિત છે. 
4. આ મિસાઈલ સિસ્ટમમાં એક યુદ્ધ નિયંત્રણ ચોકી, હવાઈ લક્ષ્યાંકોની ભાળ મેળવવા માટે ત્રમ કોર્ડિનેટ જામ-રેઝિસ્ટેન્ટ ફેઝ્ડ એરે રડાર, છ-આઠ વાયુ રક્ષા મિસાઈલ કોમ્પ્લેક્સ (12 સુધી ટ્રાન્સપોર્ટર લોન્ચર સાથે) અને સાથે એક બહુઉપયોગી ફોર-કોઓર્ડિનેટ ઈલ્યુમિનેશન એન્ડ ડિટેક્શન રડાર), એક ટેક્નિકલ સહાયક પ્રણાલી સહિત અન્ય સાધનો લાગેલા છે.

જુઓ LIVE TV

5. એસ-400 પ્રણાલીમાં દરેક ઊંચાઈ પર કામ કરનારા રડાર (ડિટેક્ટર) અને એન્ટેના પોસ્ટ માટે મૂવેબલ ટાવર પણ લગાવી શકાય છે. 
6. આ મિસાઈલ સિસ્ટમ 600 કિમીના અંતર સુધીના લક્ષ્યાંકો અંગે માહિતી મેળવી શકે છે. 
7. આ સિસ્ટમની ટેક્નિકલ બેલિસ્ટિક મિસાઈલ પાંચથી 60 કિમી સુધીના લક્ષ્યાંકોને તબાહ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...