ગુજરાતી ન્યૂઝIndiaભારતે દુશ્મનના કિલ્લાને સેકન્ડોમાં કરી નાખ્યો નેસ્તનાબૂદ, ઓપરેશન સિંદૂરનો નવો Video સેનાએ કર્યો જાહેર

ભારતે દુશ્મનના કિલ્લાને સેકન્ડોમાં કરી નાખ્યો નેસ્તનાબૂદ, 'ઓપરેશન સિંદૂર'નો નવો Video સેનાએ કર્યો જાહેર

Operation Sindoor New Video: ભારતે નિયંત્રણ રેખા નજીક વધુ એક મોટા આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેના તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલો આ બીજો જબડાતોડ જવાબ છે.

ભારતે દુશ્મનના કિલ્લાને સેકન્ડોમાં કરી નાખ્યો નેસ્તનાબૂદ, 'ઓપરેશન સિંદૂર'નો નવો Video સેનાએ કર્યો જાહેર

India Pakistan Tension: ભારતે LoC નજીક એક મોટા આતંકવાદી ઠેકાણાને તબાહ કરી દીધો છે. પાકિસ્તાન વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે સતર્ક ભારતીય સેનાએ નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરી માટે બનાવવામાં આવેલા વધુ એક આતંકવાદી ઠેકાણાને ઉડાવી દીધો છે. આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા 8-9 મેના રોજ જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં અનેક સ્થળોએ કરવામાં આવેલા ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવી છે. 

આ આતંકવાદી લોન્ચપેડ પાકિસ્તાનમાં નિયંત્રણ રેખા નજીક બનાવવામાં આવ્યા છે. આનો ઉપયોગ ભારતમાં આતંકવાદી હુમલાઓની યોજના બનાવવા અને પછી તેને અંજામ આપવા માટે થાય છે. પરંતુ હવે ભારત ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ સીધું નિશાન બનાવી રહ્યું નથી, પરંતુ પાકિસ્તાની સેનાના હુમલાના જવાબમાં પણ આવી કાર્યવાહી કરી રહ્યું છે, જેનાથી પડોશી દેશમાં દહેશતનો માહોલ ફેલાયો છે.

Add Zee News as a Preferred Source

— ANI (@ANI) May 10, 2025

બીજી તરફ ભારતીય સેનાએ લાહોરમાં પણ ઓપરેશન સિંદૂર હેઠળ પણ કાર્યવાહી કરી છે. સેનાની કાર્યવાહીનો એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે પહેલા આતંકવાદીઓના ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવે છે. પછી સટીક ટાર્ગેટ સાથે તેને મિનિટોમાં તબાહ કરી દેવામાં આવે છે. આ કાર્યવાહી દર્શાવે છે કે, ભારત હવે આતંકવાદને પ્રોત્સાહન આપતી કોઈપણ એક્શનને સહન કરશે નહીં.

પાકિસ્તાન તેની હરકતોથી બાજ આવી રહ્યું નથી. શ્રીનગર નજીક સતત ત્રણ વિસ્ફોટો સંભળાયા છે. પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર કરીને વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પંજાબના ગુરદાસપુરમાં કરતારપુર કોરિડોર પાસે પણ બે વિસ્ફોટ થયા છે, જેમાં બે ડ્રોનને તોડી પાડવામાં આવ્યા. સાંબા સેક્ટરમાં પણ ભારતીય વાયુસેનાએ એક હવાઈ ટાર્ગેટને તબાહ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાન દ્વારા 100થી વધુ ડ્રોન હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરીમાં વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ આનો જોરદાર જવાબ આપ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news