પાકિસ્તાનને સાથે આપનાર અને ભારત સાથે દગો કરનાર તુર્કી સામે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Action Against Turkish firm Celebi Company: તુર્કીની સેલેબી કંપની પર મોટી કાર્યવાહી, સરકારે સુરક્ષા મંજૂરી ન આપી, હવે તેને દેશના તમામ એરપોર્ટ પરથી દૂર કરવામાં આવશે!
Trending Photos
Boycott Turkey : રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. તુર્કીની કંપની 'સેલેબી' પર મોટી કાર્યવાહી કરી છે. સેલેબીની સુરક્ષા મંજૂરી રદ કરવામાં આવી છે. સેલેબી કંપની ભારતમાં એરપોર્ટ પર કામ કરે છે.
સરકારે ભારતના નવ એરપોર્ટ પર સુરક્ષા કાર્ય સંભાળતી તુર્કીની કંપની સેલેબી સામે કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે તુર્કીની કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારે સેલેબી કંપનીનું સુરક્ષા મંજૂરી રદ કરી દીધી છે. આ કંપની મુંબઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરે છે. આનો અર્થ એ થયો કે કંપની એરપોર્ટ પર મુસાફરોને મદદ કરવા, સામાનની સંભાળ રાખવા અને વિમાન ચલાવવામાં મદદ કરવા જેવા કાર્યો કરે છે.
મુંબઈ એરપોર્ટ પર સેલેબી કંપની લગભગ 70% ગ્રાઉન્ડ ઓપરેશન્સનું સંચાલન કરે છે. આમાં પેસેન્જર સેવા, લોડ કંટ્રોલ, ફ્લાઇટ ઓપરેશન્સ, કાર્ગો અને પોસ્ટલ સર્વિસ, વેરહાઉસ અને બ્રિજ ઓપરેશન્સ જેવા કાર્યોનો સમાવેશ થાય છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને 21 નવેમ્બર 2022 ના રોજ ડીજી, BCAS દ્વારા ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી તરીકે સુરક્ષા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે ડીજી, BCAS ને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને, સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું સુરક્ષા મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે.' દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પગલું કેમ ભર્યું?
વાસ્તવમાં, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો. આનાથી ભારત અને તુર્કી વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. આના જવાબમાં ભારતે પણ પોતાની વિદેશ નીતિમાં ફેરફાર કર્યો છે. ભારત એવા દેશો સાથે નજીકથી કામ કરી રહ્યું છે જે તુર્કીનો વિરોધ કરે છે અને આ ક્ષેત્રની મોટી શક્તિઓ સાથે મિત્રતા બનાવી રહ્યું છે.
તુર્કીના પ્રભાવને ઘટાડવા માટે ભારતે કેટલાક દેશો સાથેની મિત્રતાને વધુ મજબૂત બનાવી છે. આમાં ગ્રીસ, આર્મેનિયા અને સાયપ્રસ જેવા દેશોનો સમાવેશ થાય છે. આ દેશો ઐતિહાસિક રીતે તુર્કીના વિરોધી રહ્યા છે. અગાઉ એવા અહેવાલ હતા કે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનને ટેકો આપવા બદલ ભારતીયોએ તુર્કી અને અઝરબૈજાનનો બહિષ્કાર કર્યો હતો. હવે સરકારે પણ આ દિશામાં પગલાં લીધાં છે.
9 એરપોર્ટ પર સુરક્ષા કાર્ય
સેલેબી એવિએશન દેશના નવ એરપોર્ટ પર સુરક્ષા સંભાળે છે. આમાં દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ જેવા મુખ્ય એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. આ કંપની ભારતમાં વાર્ષિક 58,000 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
આ તુર્કી કંપની ભારતમાં અનેક પ્રકારના કામ કરે છે. આમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ, કાર્ગો મેનેજમેન્ટ અને એરપોર્ટ સંબંધિત અન્ય ઘણી કામગીરીનો સમાવેશ થાય છે. આ બધા કાર્યો ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે કારણ કે એરપોર્ટનું વાતાવરણ ખૂબ જ સુરક્ષિત અને નિયમોથી બંધાયેલું છે. સુરક્ષામાં સહેજ પણ ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે.
તુર્કીમાં આવ્યો મોટો ભૂકંપ
આતંકીઓને સાથ આપનારા તુર્કીમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. બોયકોટ તુર્કી અભિયાન વચ્ચે બેઈમાન દેશને હવે કુદરતે એક ઝટકો આપ્યો છે. આતંકીઓને સાથ આપનારા તુર્કીમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ઓપરેશન સિંદૂરમાં તુર્કીએ પાકિસ્તાનને ખુલ્લેઆમ ટેકો જાહેર કર્યો હતો. જે બાદ ભારતે તુર્કી સાથે સંબંધો ઘટાડવાના સંકેત આપ્યા અને હવે આ બધાની વચ્ચે તુર્કીમાં આવ્યો છે વધુ એક મોટો ભૂકંપ. વર્ષ 2023માં પણ 7.8ના ભૂકંપથી રમણ ભમણ થઈ ગયું હતું તુર્કી. જે બાદ ભારતે દયા દાખવીને તુર્કીને અઢળક મદદ કરી હતી પરંતુ જ્યારે ભારતને જરૂર પડી ત્યારે તુર્કી સરકારે આતંકીઓના દેશને ટેકો આપ્યો અને ઓપરેશન સિંદૂરનો વિરોધ નોંધાવ્યો. પરંતુ કહેવાય છે કે કુદરતના ઘરે દેર છે, અંધેર નથી. ભારત સાથે દગો કરનારા તુર્કીમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તો આતંકીઓના દેશ પાકિસ્તાનમાં પણ છેલ્લા 13 દિવસમાં 5 વાર ભૂકંપ આવી ચૂક્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે