સમુદ્રમાં ઉતર્યો ભારતનો મજબુત રખેવાળ, દુશ્મનોના દાંત ખાટા કરી નાખશે આ 'કરંજ'

સમુદ્રમાં ચોકીપહેરો કરી રહેલા ભારતના દુશ્મનોને પહોંચી વળવા માટે ભારતીય નેવીએ આજે સ્કોર્પીન શ્રેણીની સબમરીન 'કરંજ'ને પાણીમાં ઉતારી છે. 

સમુદ્રમાં ઉતર્યો ભારતનો મજબુત રખેવાળ, દુશ્મનોના દાંત ખાટા કરી નાખશે આ 'કરંજ'

મુંબઈ: સમુદ્રમાં ચોકીપહેરો કરી રહેલા ભારતના દુશ્મનોને પહોંચી વળવા માટે ભારતીય નેવીએ આજે સ્કોર્પીન શ્રેણીની સબમરીન 'કરંજ'ને પાણીમાં ઉતારી છે. સમુદ્રમાં ઘાત લગાવીને બેઠેલા દુશ્મનોનો ખાતમો કરવામાં સક્ષમ આ સબમરીનનું વજન 1565 ટન, લંબાઈ 67.5 મીટર અને ઉંચાઈ 12.3 મીટર છે. અનેક તબક્કાઓમાં કરાયેલા સમુદ્રી પરિક્ષણ બાદ ભારતીય નેવીમાં તેને સામેલ કરવામાં આવી રહી છે. નેવીના જણાવ્યાં મુજબ સબમરીન મેક ઈન ઈન્ડિયાની ઓળખ છે. કારણ કે આ એક સ્વદેશી સબમરીન છે. 

સ્કોર્પીન સબમરીન 'કરંજ'ની ખાસિયતો
સ્કોર્પીન સબમરીન કરંજ આધુનિક ફીચર્સથી લેસ છે. તે દુશ્મનોની નજરથી બચીને સટીક નિશાન લગાવી શકે છે. આ સાથે જ ટોરપીડો અને એન્ટી શિપ મિસાઈલોથી હુમલો પણ કરી શકે છે. તેનાથી પાણીની અંદર પણ હુમલો કરી શકાય છે. આ સાથે જ પાણીની સપાટી પર પાણીની અંદર રહેલા દુશ્મન પર હુમલો કરવાની પણ તેનામાં ખાસિયત છે. આ સબમરીનને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે જેથી કરીને તેને કોઈ પણ પ્રકારના યુદ્ધમાં ઓપરેટ કરી શકાય છે. આ સબમરીન દરેક પ્રકારના વોરફેયર, એન્ટી સબમરીન વોરફેયર અને ઈન્ટેલિજન્સને ભેગુ કરવા જેવા કામોને પણ ખુબ સારી રીતે અંજામ આપી શકે છે. 

— ANI (@ANI) January 31, 2018

એક મહિના પહેલા જ પીએમ મોદીએ નેવીને સોપી હતી INS કલવરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુબંઈમાં ગત વર્ષ 14 ડિસેમ્બરના રોજ ભારતીય નેવીને દેશની સ્કોર્પીન શ્રેણીની પહેલી સ્વદેશી સબમરીન આઈએનએસ કલવરી સમર્પિત કરી હતી. વડાપ્રધાને તેને ભારતની રક્ષા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાવાળો મહત્વપૂર્ણ યુગ ગણાવ્યો હતો. આ નવી ફોક્સટોટ શ્રેણીની સબમરીનનું નામ આઈએનએસ કલવરી રાખવામાં આવેલુ છે. આઈએનએસ આઠ ડિસેમ્બર 1967ના રોજ નેવીમાં સામેલ થઈ હતી. નેવીની આ સબરમરીન શાખાની સ્વર્ણ જયંતિના થોડા સમય બાદ જ આ નવી સબમરીન કાફલામાં સામેલ થઈ છે. 

કલવરીનો અર્થ થાય છે ટાઈગર શાર્ક
ભારતીય નેવીમાં સામેલ થનારી પહેલી પારંપરિક સબરમરીન આઈએનએસ કલવરી છે. કલવરીનો અર્થ ટાઈગર શાર્ક થાય છે. મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડે પોતાની પરિયોજના 75 મુજબ અત્યાધુનિક વિશેષતાઓવાળી આ સબમરીનનું નિર્માણ કર્યુ છે. આ પ્રોજક્ટ 6 સબરમરીન સીરિઝની બીજી આઈએનએસ ખાંધેરી અગાઉ નેવીના કાફલામાં સામલે થઈ ચૂકી છે. આ તમામ સબમરીનને 2020 સુધીમાં ધીરે ધીરે ભારતીય નેવીના કાફલામાં સામેલ કરવામાં આવશે. 

— ANI (@ANI) January 31, 2018

સમુદ્ર યુદ્ધ ક્ષેત્રમાં મજબુત થઈ રહ્યું છે ભારત
અત્રે જણાવવાનું કે ભારતીય નેવીની મજબુતાઈ માટે ભારત છ સબમરીન બનાવી રહ્યું છે. આ તમામ સ્કોર્પીન ક્લાસની સબમરીન છે. ગત વર્ષ ડિસેમ્બરમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આ સબમરીનનું ભારતીય નેવીમાં સામેલ થવું જરૂરી છે. સમુદ્રના યુદ્ધના વિસ્તારમાં ખુબ મહત્વની સાબિત થશે. તેમણે જહાજ નિર્માતા એમડીએલને અપીલ કરી હતી કે નેવીની મજબુતાઈ માટે અત્યાધુનિક સબમરીન તૈયાર કરે, સરકાર તેમની સાથે છે. ભારતીય નેવીમાં કરંજના સામેલ થયા બાદ સબમરીન ખંધેરીને પણ જલદી નેવીને સોંપવાની તૈયારી કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news