ગુજરાતી ન્યૂઝIndiaઆઝાદ ભારતમાં આજે પણ અંગ્રેજોનો ગુલામ છે આ રેલવે ટ્રેક! દર વર્ષે રોયલ્ટીના રૂપમાં રેલવે ભરે છે કરોડો રૂપિયા

આઝાદ ભારતમાં આજે પણ અંગ્રેજોનો 'ગુલામ' છે આ રેલવે ટ્રેક! દર વર્ષે રોયલ્ટીના રૂપમાં રેલવે ભરે છે કરોડો રૂપિયા

Shakuntala Railway Track: ભારતની આઝાદીના 77 વર્ષ બાદ પણ આજે દેશમાં એક એવો રેલવે ટ્રેક છે, જેની માલિકી સરકાર પાસે નહીં પરંતુ બ્રિટનની એક ખાનગી કંપની પાસે છે. આ ટ્રેકને શકુંતલા રેલવે ટ્રેકના નામથી ઓળખવામાં આવે છે.
 

 આઝાદ ભારતમાં આજે પણ અંગ્રેજોનો 'ગુલામ' છે આ રેલવે ટ્રેક! દર વર્ષે રોયલ્ટીના રૂપમાં રેલવે ભરે છે કરોડો રૂપિયા

Shakuntala Railway Track: જો અમે તમને કહીએ કે ભારતની આઝાદીના આટલા વર્ષો બાદ પણ દેશમાં એક એવો રેલવે ટ્રેક છે, જેના પર ભરતનો અધિકાર નથી, પરંતુ અંગ્રેજોનું શાસન છે, તો શું તમે વિશ્વાસ કરશો? વિશ્વાસ નહીં કરો કારણ કે તમારો તર્ક હશે કે ભારત તો અંગ્રેજોથી 77 વર્ષથી આઝાદ થઈ ગયું છે, પછી આ કઈ રીતે સંભવ થઈ શકે. પરંતુ આ સત્ય છે કે આઝાદી બાદ પણ ભારતમાં એક એવો રેલવે ટ્રેક છે, જેની માલિકી સરકાર પાસે નહીં પરંતુ બ્રિટનના એક ખાનગી કંપની પાસે છે. આ ટ્રેકને શકુંતલા રેલવે ટ્રેકના નામથી ઓળખવામાં આવે છે.

કયા છે આ અનોખો રેલવે ટ્રેક?
શકુંતલા રેલવે ટ્રેક મહારાષ્ટ્રના અમરાવતીથી મુત્રઝાપુર સુધી 190 કિલોમીટર સુધી ફેલાયેલો છે. આ ટ્રેક અંગ્રેજોના જમાનાનો છે. હકીકતમાં અંગ્રેજોના સમયમાં મહારાષ્ટ્રના અમરાવતીમાં કપાસની ખેતી થતી હતી. તે સમયે કપાસને મુંબઈ પોર્ટ સુધી પહોંચાડવા માટે અંગ્રેજોએ આ ટ્રેક બનાવ્યો હતો. બ્રિટનની ક્લિક નિક્સન એન્ડ કંપનીએ આ રેલવે ટ્રેકને બનાવવા માટે સેન્ટ્રલ પ્રોવિન્સ રેલવે કંપની  (CPRC) ની સ્થાપના કરી હતી. આ કંપનીએ ટ્રેક પાથરવાનું કામ 1903માશરૂ કર્યું અને 1916મા રેલ લાઇન પૂરી થઈ હતી.

Add Zee News as a Preferred Source

શકુંતલા પેસેન્જરના નામ પર ટ્રેકનું નામ
અંગ્રેજોના જમાનામાં બનેલા આ ટ્રેક પર શકુંતલા પેસેન્જર નામની એક ટ્રેન ચાલતી હતી, જેના કારણે આ ટ્રેકનું નામ પઅ શકંતુલા રેલવે ટ્રેક પડી ગયું. શકુંતલા પેસેન્જરમાં માત્ર 5 ટ્રેનના ડબ્બા હતા અને તેને સ્ટીમના એન્જિનથી ખેંચવામાં આવતા હતા. 1994 બાદ આ ટ્રેનમાં ડીઝલ એન્જિન લગાવી દેવામાં આવ્યું અને તેના કોચની સંખ્યા વધારી 7 કરી દેવામાં આવી. જો તમે આ ટ્રેક પર જશો તો આજે પણ અહીં તમને સિગ્નલથી લઈને બીજી તમામ વસ્તુઓ, કેટલીક અંગ્રેજોના જમાનાની દેખાશે. શકુંતલા પેસેન્જર આ ટ્રેક પર આશરે 6-7 કલાકની સફર પૂરી કરે છે. આ સફર દરમિયાન ટ્રેન અચલપુર, યવતમાલ સહિત 17 અલગ-અલગ સ્ટેશનો પર સ્ટોપ કરે છે.

આઝાદી બાદ થઈ આ સમજુતી
દેશની આઝાદી પછી પણ આ ટ્રેકની માલિકી બ્રિટનની એક ખાનગી કંપની પાસે છે. આ જ કંપની આ ટ્રેકનું સંચાલન કરે છે. 1947માં જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે ભારતીય રેલ્વેએ આ કંપની સાથે એક કરાર કર્યો હતો, જેના હેઠળ ભારતીય રેલ્વે દ્વારા દર વર્ષે કંપનીને રોયલ્ટી આપવામાં આવે છે. અહેવાલો અનુસાર, ભારતીય રેલવે દર વર્ષે કંપનીને 1 કરોડ 20 લાખની રોયલ્ટી ચૂકવે છે. જોકે ભારતીય રેલવેએ તેને ઘણી વખત ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ અત્યાર સુધી તેનું કોઈ પરિણામ આવ્યું નથી.

શકુંતલા પેસેન્જર 2020 થી બંધ છે
શકુંતલા રેલવે ટ્રેક ખૂબ જૂનો હોવાને કારણે જર્જરિત થઈ ગયો છે. ભારત સરકાર ચોક્કસપણે આ ટ્રેક માટે કંપનીને રોયલ્ટી આપે છે, પરંતુ તેમ છતાં છેલ્લા 60 વર્ષથી કંપની દ્વારા આ ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું નથી. આ કારણે, શકુંતલા પેસેન્જરની ગતિ પણ આ ટ્રેક પર 20 કિમી પ્રતિ કલાકની હતી. આ જ કારણ છે કે 2020 થી આ ટ્રેનનું સંચાલન બંધ છે. જોકે, આ વિસ્તારમાં રહેતા લોકોની માંગ છે કે આ ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news