Indian Railways Pet Rules: શું ટ્રેનમાં શ્વાનને લઈ જઈ શકાય છે? જાણો શું છે ભારતીય રેલવેના નિયમો

Indian Railways Pet Rules: પાલતુ પ્રાણીઓના માલિકોમાં ઘણીવાર આ વાતને લઈ ચિંતા રહે છે કે, શું ભારતીય રેલવેમાં શ્વાનને લઈ જવાની મંજૂરી છે કે પછી નથી. ચાલો જાણીએ આ પ્રશ્નનો જવાબ.

Indian Railways Pet Rules: શું ટ્રેનમાં શ્વાનને લઈ જઈ શકાય છે? જાણો શું છે ભારતીય રેલવેના નિયમો

Indian Railways Pet Rules: ભારતમાં પાલતુ પ્રાણીઓ સાથે મુસાફરી કરવી ખૂબ જ મૂંઝવણભર્યું હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે ટ્રેનોની વાત આવે છે. ઘણા પાલતુ પ્રાણીઓના માલિકો આ વાતને લઈ કન્પ્યૂઝનમાં રહે છે, શું ભારતીય રેલવેમાં શ્વાનને લઈ જવાની મંજૂરી છે કે નહીં. તેનો જવાબ છે હા. શ્વાન ટ્રેનોમાં મુસાફરી કરી શકે છે, પરંતુ માત્ર સુરક્ષા, સ્વચ્છતા અને મુસાફરોના આરામની ખાતરી કરવા માટે બનાવવામાં આવેલા કેટલાક ખાસ નિયમો હેઠળ. ચાલો જાણીએ કે, શું છે આ નિયમો.

ફર્સ્ટ એસી કે ફર્સ્ટ ક્લાસમાં શ્વાન સાથે મુસાફરી
ભારતીય રેલવે શ્વાનને તેમના માલિકો સાથે ફર્સ્ટ એસી કેબિન અથવા ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે. જો કે, આ ફક્ત ત્યારે જ શક્ય છે, જ્યારે માલિક આખો ડબ્બો બુક કરાવે છે. અન્ય કોઈ મુસાફરોને અસુવિધા ન થાય અથવા પાલતુ પ્રાણીઓની એલર્જી ન થાય એટલા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આખી કેબિન બુક થયા બાદ ડીઆરએમ અથવા જનરલ મેનેજરની ઓફિસ દ્વારા વિનંતી પર કાર્યવાહી કરવામાં આવે છે અને સામાન્ય રીતે કોઈપણ મુશ્કેલી વિના મંજૂરી આપે છે.

Add Zee News as a Preferred Source

બીજા કોચમાં શ્વાનની મંજૂરી કેમ નથી?
એસી સ્લીપર, એસી ચેર કાર, સ્લીપર ક્લાસ અને બીજા વર્ગના કોચમાં શ્વાનના પ્રવેશ પર સખત પ્રતિબંધ છે. આ કોચમાં મોટી સંખ્યામાં મુસાફરો હોય છે અને પાળતુ પ્રાણી અન્ય લોકોને પરેશાન કરી શકે છે. આટલું જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. આ જ કારણ છે કે, ભારતીય રેલવે શેર કરેલા કોચમાં પાળતુ પ્રાણીને મુક્તપણે લઈ જવાની મંજૂરી આપતું નથી.

પાર્સલ વાન અથવા ડોગ બોક્સનો ઉપયોગ
જો આખો ડબ્બો બુક ન કરી શકાય, તો ભારતીય રેલવે બીજો એક વિકલ્પ આપે છે. બ્રેક/પાર્સલ વાનમાં બનેલા એક ડોગ બોક્સમાં શ્વાનને લઈ જઈ શકાય છે. આ ખાસ કરીને પાલતુ પ્રાણીઓ માટે બનાવવામાં આવેલ એક સુરક્ષિત જગ્યા છે. પાલતુ પ્રાણીના માલિકોએ સ્ટેશન પાર્સલ ઓફિસ દ્વારા આ સેવા બુક કરાવવી આવશ્યક છે. અહીં, શ્વાનનું નિરીક્ષણ કરવામાં આવે છે, તેનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે અને પરિવહન માટે નિયુક્ત ડબ્બામાં સુરક્ષિત રીતે મૂકવામાં આવે છે.

ગલુડિયાઓ અને નાની બિલાડીઓ માટે મુસાફરીના નિયમો
ભારતીય રેલવે નાના ગલુડિયાઓ અને બિલાડીના બચ્ચાં માટે છૂટ આપે છે. જો તેઓ હાથની ટોપલી અથવા કેરિયરેમાં ફિટ થઈ શકે, તો તેઓ તેમના માલિક સાથે કોઈપણ ડબ્બામાં મુસાફરી કરી શકે છે. માલિકોએ ફક્ત સામાન્ય ભાડું ચૂકવવાની જરૂર છે.

શું છે બુકિંગ પ્રક્રિયા?
હાલમાં, ભારતીય રેલવે પાલતુ પ્રાણીઓ માટે ઓનલાઈન બુકિંગની સુવિધા આપી રહ્યું નથી. માલિકોએ આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સ્ટેશન પર પાર્સલ બુકિંગ ઓફિસની મુલાકાત લેવી આવશ્યક છે. કારણ કે આ પ્રક્રિયા ઘણી લાંબી છે, આ કારણોસર પ્રસ્થાનના ઓછામાં ઓછા 1 થી 2 કલાક પહેલા સ્ટેશન પર પહોંચવું મહત્વપૂર્ણ છે. જો કે, રિપોર્ટ્સ અનુસાર, ભારતીય રેલવે ટૂંક સમયમાં ઓનલાઈન બુકિંગ શરૂ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news