)
Indian railways માં મુસાફરી કરતા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. રેલવે બોર્ડે પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટરની કિંમત ઘટાડી દીધી છે. રેલવે બોર્ડના નવા નોટિફિકેશન પ્રમાણે હવે રીલ નીર (Rail Neer) અને રેલવે દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવેલ અન્ય પેક્ડ વોટર બ્રાન્ડ્સની કિંમત પહેલાથી ઘટી જશે. આ નિર્ણય મુસાફરો પર સીધી અસર કરશે અને હવે રેલવેમાં મુસાફરી કરતા યાત્રિકો સસ્તામાં પાણીની બોટલ ખરીદી શકશે.
શું છે રેલ નીરનો નવો ભાવ?
રેલવે બોર્ડ દ્વારા જારી આદેશ અનુસાર હવે એક લીટર રેલ નીરની બોટલ 15 રૂપિયાની જગ્યાએ 14 રૂપિયામાં મળશે. તો 500ML ની રેલ નીર બોટલ 10 રૂપિયાની જગ્યાએ 9 રૂપિયામાં મુસાફરોને મળશે.
અન્ય બ્રાન્ડની બોટલોની કિંમત પણ ઘટી
માત્ર રેલ નીર જ નહીં પરંતુ રેલવે અને આઈઆરસીટીસી દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવેલ અન્ય પેક્ડ વોટર બ્રાન્ડ્સની કિંમત પણ ઘટી ગઈ છે. હવે એક લીટર બોટલ 14 રૂપિયા અને 500 એમેલની બોટલ 9 રૂપિયામાં આવશે. આ પહેલા કિંમત ક્રમશઃ 15 રૂપિયા અને 10 રૂપિયા હતી.
GST कम किये जाने का सीधा लाभ उपभोक्ताओं को पहुंचाने के उद्देश्य से रेल नीर का अधिकतम बिक्री मूल्य 1 लीटर के लिए ₹15 से कम करके 14 रुपए और आधा लीटर के लिए ₹10 से कम करके ₹9 करने का निर्णय लिया गया है। @IRCTCofficial #NextGenGST pic.twitter.com/GcMV8NQRrm
— Ministry of Railways (@RailMinIndia) September 20, 2025
ક્યારથી લાગૂ થશે નવા ભાવ?
રેલવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ નવી કિંમતો 22 સપ્ટેમ્બર 2025થી દેશભરમાં લાગૂ થશે. એટલે કે આ તારીખથી ટ્રેનમાં સફર કરનાર યાત્રિકોને રેલવે સ્ટેશન અને ટ્રેનમાં પાણીની બોટલો નવા ઘટાડેલા રેટ પર મળશે.
યાત્રિકો માટે મોટી રાહત
ભારતીય રેલ્વે વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક છે, અને લાખો મુસાફરો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. ઉનાળાની ઋતુ દરમિયાન, પાણી મુસાફરોની પ્રાથમિક જરૂરિયાત છે. તેથી, બોટલબંધ પાણીની કિંમતમાં ઘટાડો થવાથી મુસાફરોને સીધો ફાયદો થશે. આ નિર્ણયથી મુસાફરોને વધુ રાહત મળશે, ખાસ કરીને લાંબા અંતરની મુસાફરીમાં જ્યાં લોકો વારંવાર પાણી ખરીદે છે.